મિશન : ઇમ્પૉસિબલ - ધ ફાઇનલ રેકનિંગ ૧૭ મેએ ભારતમાં અને ૨૩ મેએ અમેરિકામાં રિલીઝ થશે
ટૉમ ક્રૂઝ
હૉલીવુડ-સ્ટાર ટૉમ ક્રૂઝની ‘મિશન : ઇમ્પૉસિબલ - ધ ફાઇનલ રેકનિંગ’ ૧૭ મેએ ભારતમાં રિલીઝ થવાની છે. પૅરેમાઉન્ટ પિક્ચર્સ ઇન્ડિયાએ પોતાના સત્તાવાર સોશ્યલ મીડિયા હૅન્ડલ પર આ વાતની જાહેરાત કરી છે. ભારતમાં આ ફિલ્મ હિન્દી, અંગ્રેજી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થશે. ટૉમ ક્રૂઝની બ્લૉકબસ્ટર ઍક્શન ફ્રૅન્ચાઇઝીની આ આઠમી મૂવી છે. આ ફિલ્મ અમેરિકામાં ૨૩ મેએ રિલીઝ થવાની છે, પણ ભારતમાં એ ઍડ્વાન્સમાં ૧૭ મેએ રિલીઝ થશે. જોકે આ ફિલ્મ ભારતમાં રિલીઝ થાય એ પહેલાં ૧૪ મેએ એનું પ્રીમિયર કાન ફિલ્મ ફેસ્ટિવલમાં યોજાવાનું છે. ટૉમ ક્રૂઝે ૧૯૯૬ની ‘મિશન : ઇમ્પૉસિબલ’ સાથે આ ફ્રૅન્ચાઇઝીમાં કામ કરવાની શરૂઆત કરી હતી.

