Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > કૌન બનેગા કરોડપતિના ગ્રૅન્ડ પ્રીમિયરમાં સની દેઓલ અને આમિર ખાન આવશે એવી ચર્ચા

કૌન બનેગા કરોડપતિના ગ્રૅન્ડ પ્રીમિયરમાં સની દેઓલ અને આમિર ખાન આવશે એવી ચર્ચા

Published : 06 August, 2026 08:46 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘કૌન બનેગા કરોડપતિ 18’ના ગ્રૅન્ડ પ્રીમિયરમાં આમિર ખાન અને સની દેઓલ પોતાની ફિલ્મ ‘બટવારા 1947’ના પ્રમોશન માટે જોવા મળશે એવી ચર્ચાએ ચાહકોમાં ઉત્સાહ વધાર્યો છે.

સની દેઓલ અને આમિર ખાન

સની દેઓલ અને આમિર ખાન


‘કૌન બનેગા કરોડપતિ’ની ૧૮મી સીઝનની શરૂઆત ૧૦ ઑગસ્ટથી થઈ રહી છે. આ શો સોમવારથી શુક્રવાર સુધી રાત્રે ૯ વાગ્યે સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન અને સોનીલિવ પર પ્રસારિત થશે. આ વખતે શોના ફૉર્મેટમાં પણ કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે જેના કારણે રમત અગાઉ કરતાં વધુ પડકારજનક બનશે. આ શોના ગ્રૅન્ડ પ્રીમિયરની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમ્યાન એવી ચર્ચા છે કે પ્રથમ એપિસોડ દર્શકો માટે ખાસ બનવાનો છે, કારણ કે સની દેઓલ અને આમિર ખાન પોતાની ફિલ્મ ‘બટવારા 1947’ના પ્રમોશન માટે શોના ગ્રૅન્ડ પ્રીમિયરમાં જોવા મળશે એવી ચર્ચા છે.


Whatsapp-channel Whatsapp-channel

06 August, 2026 08:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK