Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > જયારે KBCમાં ગાર્ડના દિકરાએ તાપસીને લઈ અમિતાભને કહ્યું `સર તમે તો અંદરની વાતો જાણતા હશો`

જયારે KBCમાં ગાર્ડના દિકરાએ તાપસીને લઈ અમિતાભને કહ્યું `સર તમે તો અંદરની વાતો જાણતા હશો`

20 October, 2021 08:39 PM IST | mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સ્પર્ધકે બિગ બી ને કહ્યું કે સર તમે તો અંદરની વાતો જાણતા હશો.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન


`કૌન બનેગા કરોડપતિ 13`ના સીઝનમાં આવેલા એક સ્પર્ધકે અમિતાભ બચ્ચનને એવો સવાલ કર્યો કે સવાલ સાંભળીને બિગ બી સત્બ્ધ થઈ જાય છે. સ્પર્ધકે અભિનેત્રી તાપસી પન્નુ અંગે અમિતાભને પ્રશ્ન કરતાં કહ્યું કે સર તમે તો અંદરની બધી વાતો જાણતા હશો. આમ તે તાપની પન્નુને લઈ અનેક સવાલ અમિતાભને કરે છે.  

સોની ટીવીએ `કૌન બનેગા કરોડપતિ 13`ના આગામી એપિસોડનો પ્રોમો વીડિયો શેર કર્યો છે. જે જોઈને લાગે છે કે `કૌન બનેગા કરોડપતિ 13`ને  કરોડપતિ સ્પર્ધક મળવાનો છે. એપિસોડનો પ્રોમો રિલીઝ કરી દેવામાં આવ્યો છે. સાહિલ નામનો સ્પર્ધક હોટસીટ પર એક કરોડ રૂપિયા જીતે છે. સાહિલ ગાર્ડનો દીકરો છે. વીડિયોની શરૂઆતમાં સાહિલના જીવનના સંઘર્ષના કેટલાક અંશો વિશે વાત કરવામાં આવી છે. તે એક ગાર્ડનો દિકરો છે અને તે IAS બનવા માગે છે. એપિસોડ દરમિયાન અમિતાભ બચ્ચન સાહિલને તેના ફેવરિટ સ્ટાર વિશે પૂછે છે. 



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sony Entertainment Television (@sonytvofficial)


અમિતાભના આ સવાલનો જવાબ આપતાં સાહિલ સલામાન ખાનનું નામ જણાવે છે. વધુમાં સાહિલ ન અટકતાં તે તેની ફેવરિટ અભિનેત્રી વિશે પણ જણાવે છે. સાહિલ કહે છે કે તાપસીનું પન્નુ મારી ફેવરિટ અભિનેત્રી છે મારો ક્રશ છે અને હું તેને ખુબ પસંદ કરુ છું. પોતાની જ ધુનમાં બોલતાં બોલતાં આગળ સાહિલ કહે છે, "સર તે આટલી બધી ફીટ કેવી રીતે રહે છે, તમે તો અંદરની વાતો જાણતા હશો" . આ સાંભળતા અમિતાભ બચ્ચનના ચહેરાના ભાવ બદલાઈ છે અને તે સ્તબ્ધ થઈ જાય છે. 


તો બીજી બાજુ સાહિલના આ સવાલ પર ઓડિયન્સમાં બેઠેલા તમામ લોકો ખડખડાટ હસવા લાગે છે. સાહિલ પોતાની વાત શરૂ જ રાખતાં આગળ કહે છે કે, "સર તેને ખાવાનું શું પસંદ છે?". આ દરમિયાન અમિતાભના ચહેરા પર અચંબિતનો ભાવ જોવા મળે છે. સાહિલના આ સવાલના જવાબમાં બિગ બી શું કહે છે તે તો એપિસોડ જોયા પછી જ જાણી શકાશે. આ એપિસોડ 21 ઓક્ટોબરના રોજ રિલીઝ થશે. 

 

Whatsapp-channel Whatsapp-channel

20 October, 2021 08:39 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK