માસ્ટરશેફ ઇન્ડિયાની જોડી સ્પેશ્યલ સીઝનમાં જોવા મળશે ઍક્ટ્રેસ બેનાફ દાદાચંદજી પતિ નૉર્મન હુઓ સાથે, હવે બેનાફ પોતાના ચાઇનીઝ મૂળના પતિ નૉર્મન હુઓ સાથે ‘માસ્ટરશેફ ઇન્ડિયા’ની જોડી સ્પેશ્યલ સીઝનમાં જોવા મળશે.
બા બહૂ ઔર બેબીની બેબીની ફરી ટીવીના પડદા પર એન્ટ્રી
લોકપ્રિય સિરિયલ ‘બા બહૂ ઔર બેબી’માં બેબીનો રોલ કરીને જાણીતી બનેલી ઍક્ટ્રેસ બેનાફ દાદાચંદજી લાંબા સમય પછી ફરી ટીવીના પડદા પર જોવા મળશે. હવે બેનાફ પોતાના ચાઇનીઝ મૂળના પતિ નૉર્મન હુઓ સાથે ‘માસ્ટરશેફ ઇન્ડિયા’ની જોડી સ્પેશ્યલ સીઝનમાં જોવા મળશે. આ જોડી સ્પેશ્યલ સીઝનમાં કપલ એકસાથે કિચનમાં ઊતરે છે અને પોતાની કુકિંગ સ્કિલ્સ બતાવે છે. આ શોમાં બન્ને પોતાની પર્સનલ સ્ટોરી પણ શૅર કરે છે. ‘માસ્ટરશેફ ઇન્ડિયા’ની આ નવી સીઝનમાં જાણીતા શેફ્સ વિકાસ ખન્ના, રણવીર બ્રાર અને કુણાલ કપૂર જજ તરીકે સાથે જોવા મળશે.
આ શો વિશે વાત કરતાં એક ઇન્ટરવ્યુમાં બેનાફે કહ્યું હતું કે ‘માસ્ટરશેફ ઇન્ડિયા મારફત ફરી ટીવી પર આવવું મારા માટે ખૂબ જ ખાસ અનુભવ છે. આ વખતે હું કોઈ પાત્ર નથી ભજવી રહી, હું પોતે જ છું. હું નૉર્મન સાથે મળીને રસોઈ બનાવીશ અને બન્નેની સંસ્કૃતિઓ તથા સ્વાદોને એકસાથે લાવીશ. આ બધું એવા પ્લૅટફૉર્મ પર કરીશ જેને ભારત ખૂબ પસંદ કરે છે. આ સફર ચોક્કસ યાદગાર બનશે.’
બેનાફની પર્સનલ લાઇફની વાત કરીએ તો તેણે ૯ વર્ષના ડેટિંગ પછી ૨૦૧૯ના ફેબ્રુઆરીમાં પોતાના ચાઇનીઝ બૉયફ્રેન્ડ નૉર્મન હુઓ સાથે લગ્ન કર્યાં હતાં. બેનાફનો પતિ નૉર્મન હુઓ એક જાણીતો શેફ છે અને તેની પોતાની એક રેસ્ટોરાં પણ છે.


