Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > કરણ જોહરના હોસ્ટિંગ અને મલાઈકા અરોરાના શાનદાર ડાન્સ સાથે `Big Boss OTT`નો પ્રારંભ

કરણ જોહરના હોસ્ટિંગ અને મલાઈકા અરોરાના શાનદાર ડાન્સ સાથે `Big Boss OTT`નો પ્રારંભ

Published : 09 August, 2021 01:42 PM | Modified : 28 October, 2026 03:08 PM | IST | mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કરણ જોહરના શાનદાર હોસ્ટિંગ અને મલાઈકા અરોરા ખાનના હૉટ ડાન્સ સાથે બીગ બોસ ઓટીટીનો પ્રારંભ થઈ ગયો છે.

બિગ બોસ ઓટીટીનો પ્રારંભ

બિગ બોસ ઓટીટીનો પ્રારંભ


ભારતનો સૌથી લોકપ્રિય રિયાલિટી શૉ બિગ બોસ ઓટીટી (Big Boss OTT)પ્રથમ વખત વૂટ પર સ્ટ્રીમ થયો છે. રવિવારે રાતે આ શૉ સુપરહિટ રહ્યો હતો કારણ કે પ્રીમિયર એપિસોડમાં હોસ્ટ કરણ જોહર, મલાઈકા અરોરા, અર્જુન બિજલાની, કરણ વાહી સાથે સ્પર્ધકોએ પોતાનું પ્રદર્શન આપ્યું હતું. શૉના ઓવર-ધ-ટોપ વર્ઝનને ધ્યાનમાં લેતા લોન્ચિંગ પ્રોગ્રામ સામાન્ય નહોતો. ફિલ્મ નિર્માતા અને બિગ બોસ ઓટીટીના  હોસ્ટ કરણ જોહરે `ઇટ્સ ધ ટાઇમ ટુ ડિસ્કો`, `રાધા` અને `શાવા શાવા` જેવા હિટ ગીતો દ્વારા એન્ટ્રી કરી હતી.




ઓટીટી (ઓવર ધ ટોપ) પર્ફોર્મન્સ પછી રમુજી હોસ્ટ કરણ જોહરે પ્રેક્ષકો સમક્ષ 6 દેશી બોયઝ રજૂ કર્યા. શૉના સ્પર્ધક પ્રતીક સહજપાલે કહ્યું કે, "મારું બીજું નામ કર્મા છે અને હું ખૂબ જ જલ્દી ધર્મામાં લોન્ચ થવા જઈ રહ્યો છું", પ્રતીકે એમ કહીને એન્ટ્રી લીધી કે કરણ જોહરનું પ્રોડક્શન હાઉસ જાણે તેમને ડેબ્યુ કરશે. શૉ ના હોસ્ટે  મજાકિયા અંદાજમાં પ્રતીક વિશે કહ્યું કે "વાહ વાહ વાહ વાહ .. તમે કવિ છો, અને તમે તેના વિશે તમને જ ખબર નથી!"

મલાઈકા અરોરાએ પોતાની ધમાકેદાર  એન્ટ્રીથી શૉના સેટ પર આગ લગાવી દીધી હતી.  બાદમાં હૉટ અભિનેત્રી મલાઈકા શૉ દરમિયાન પુરૂષ સ્પર્ધકોની માર્ગદર્શક બની અને તેમને યોગથી લઈને ડાન્સ સુધીની વિવિધ પ્રવૃત્તિઓમાં માર્ગદર્શન આપ્યું અને તેમને આ વિષયોમાં `સર્વ ગુણ સંપન્ન` બનવાનું શીખવ્યું. 


અભિનેત્રી શમિતા શેટ્ટી શૉમાં હાજર રહેનારી પ્રથમ મહિલા સ્પર્ધક હતી અને તેમણે તેના હિટ ગીત `શરારા શરારા` પર પોતાનું પર્ફોમન્સ આપ્યું હતું. શૉના બાકીના સ્પર્ધકોએ પણ સ્ટેજ પર ધૂમ મચાવી હતી. ઘરની થીમ ` સ્ટે કનેક્ટેડ ` હોવાથી, સ્પર્ધકોએ ... શમિતા શેટ્ટી, અક્ષરા સિંહ, નેહા ભસીન, રિદ્ધિમા પંડિત, ઉર્ફી જાવેદ, દિવ્યા અગ્રવાલ, મુસ્કાન જટ્ટાને શૉની રમત અનુસાર તેમના કનેક્શન પસંદ કરવા પડ્યા હતાં.

આજે (9 ઓગસ્ટ) થી શરૂ થતા બિગ બોસ ઓટીટી હાઉસની પ્રવૃત્તિ માટે 24x7 એક્સેસ સિવાય, દર્શકો સોમવારથી શનિવાર સાંજે 7 વાગ્યે અને રવિવારે રાત્રે 8 વાગ્યે બિગ બોસનો એપિસોડ જોઈ શકશે.

Whatsapp-channel Whatsapp-channel

28 October, 2026 03:08 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK