Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > આ વર્ષે તોરણોમાં જોવા મળી રહી છે અનોખી વરાઇટીઝ

આ વર્ષે તોરણોમાં જોવા મળી રહી છે અનોખી વરાઇટીઝ

Published : 28 October, 2026 03:08 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિવાળીની ખરીદી શરૂ થઈ ગઈ હોવાથી માર્કેટમાં આ વર્ષે નવી અને ટ્રેન્ડી વરાઇટીઝ જોવા મળી રહી છે ત્યારે ઘરનું પ્રવેશદ્વાર શણગારવા ટ્રેડિશનલથી લઈને હૅન્ડમેડ તોરણનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે

મોતીનું તોરણ.

મોતીનું તોરણ.


લોકપરંપરા મુજબ ઘરનું મુખ્ય દ્વાર લક્ષ્મીજીના આગમનનું દ્વાર મનાય છે અને એને સુંદર તોરણથી શણગારવું અત્યંત શુભ ગણાય છે. આ વર્ષે બજારમાં તોરણોની અવનવી અને આકર્ષક વરાઇટીઝ જોવા મળી રહી છે. જો તમે પણ આ દિવાળીએ તમારા ઘરને અનોખો લુક આપવા માગતા હો તો આ વખતે કઈ નવી વરાઇટીઝ ટ્રેન્ડમાં છે એ જાણી લો.

ટ્રેડિશનલ તોરણ



મોતી અને મેટલના મોટિફ્સવાળાં ટ્રેડિશનલ તોરણ ટાઇમલેસ છે. એનો ટ્રેન્ડ ક્યારેય આઉટ ઑફ ફૅશન નહીં થાય. જોકે આ વર્ષે ગોટાપટ્ટીનું કામ કરેલાં તોરણોની ડિમાન્ડ વધુ જોવા મળી રહી છે. આ ઉપરાંત ગણપતિબાપ્પાનાં ઍક્રિલિક કટઆઉટ્સ સાથે શુભ-લાભ અને કળશની આકૃતિ ધરાવતાં તોરણ એવરગ્રીન છે.


નાડાછડીનાં તોરણ

ધાર્મિક દૃષ્ટિએ અત્યંત પવિત્ર ગણાતી નાડાછડીનો ઉપયોગ હવે માત્ર પૂજાપાઠ પૂરતો જ સીમિત નથી રહ્યો, તોરણોમાં પણ એનો સુંદર ઉપયોગ થઈ રહ્યો છે. નાડાછડીના તાંતણાઓને ગૂંથીને બનાવેલાં, એની સાથે નાના રુદ્રાક્ષ, લાકડાના મણકા કે સોનેરી ઘૂઘરીઓ જેવી ડેકોરેટિવ આઇટમ્સ ઉમેરીને બનાવાતાં તોરણો દેખાવમાં સિમ્પલ છતાં સાત્ત્વિક લાગે છે. આવાં તોરણોને અત્યારે બહુ પસંદ કરવામાં આવી રહ્યાં છે અને આ વર્ષે મોટા ભાગના લોકો આ પ્રકારનાં સિમ્પલ અને એલિગન્ટ દેખાતાં તોરણો પસંદ કરી રહ્યા છે.


આર્ટિસ્ટિક લુક આપતાં તોરણો

હૅન્ડક્રાફ્ટેડ આઇટમ્સનો ક્રેઝ બધી જ ચીજોમાં વધી રહ્યો છે ત્યારે તોરણો થોડાં એમાંથી બાકાત રહી જાય? રૉ કૉટન, સિલ્ક કે કૅન્વસ ફૅબ્રિકના નાના-નાના પૅચ પર હાથથી દોરેલાં પિછવાઈ પેઇન્ટિંગ, કમળ, મોર, રાધાકૃષ્ણ, ગણપતિ, લક્ષ્મીપગલાં, સાથિકા અને ઓમ પેઇન્ટિંગ્સવાળાં તોરણ લોકો વધુ પસંદ કરી રહ્યા છે. માર્કેટમાં આવાં હૅન્ડપેઇન્ટેડ તોરણો ઓછાં જોવા મળે છે. જોકે આર્ટિસ્ટિક માઇન્ડ ધરાવતા લોકો પોતાની ચીજો પોતે જ બનાવવાનું પસંદ કરતા હોય છે. આ સાથે મિરરવર્કનાં તોરણો પણ ઘરના એન્ટ્રન્સને એસ્થેટિક લુક આપતાં હોવાથી એને વધુ પસંદ કરવામાં આવી રહ્યાં છે. કચ્છ અને સૌરાષ્ટ્રના ટ્રેડિશનલ મિરરવર્ક આર્ટ સાથે રિયલ કે ઍક્રિલિક કાચ લગાવેલાં તોરણો રાત્રે દીવાની રોશનીથી ઝગમગી ઊઠે છે અને ઘરને પણ રૉયલ વિન્ટેજ લુક આપે છે. આવાં તોરણો પણ માર્કેટમાં મળે છે, પણ ઘણા લોકો એને પોતાની રીતે બનાવવાનું પસંદ કરતા હોય છે. બહુ ઝગમગાટ ન જોઈતો હોય તો દોરાની ગાંઠો વાળીને બનાવેલાં મૅક્રૅમી તોરણો અને રંગબેરંગી ઊનના પોમ-પોમવાળાં તોરણો ઘરે સરળતાથી બનાવી શકાય છે.

વેસ્ટમાંથી બનાવો બેસ્ટ

ઘરમાં પડેલી સુંદર સાડી કે કુરતીની બૉર્ડરના ટુકડાઓમાંથી DIY તોરણો બનાવીને ઘરમાં તહેવારનો માહોલ લાવી શકાય છે. પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધતા આ દિવાળીએ વેસ્ટમાંથી બેસ્ટ તોરણોનો ટ્રેન્ડ ખૂબ વધી રહ્યો છે. જૂની બંગડી પડી હોય અને નેટવાળું કે ઑર્ગન્ઝા ફૅબ્રિક પણ ઘરમાં હોય તો સરસ એસ્થેટિક તોરણ બનાવી શકાય છે. બંગડીની આસપાસ ફૅબ્રિક વીંટીને રબર કે ધાગાથી લૉક કરી દો અને પછી એના પર ડેકોરેટિવ આઇટમ્સ ચીપકાવીને બધા જ પૅચને એક મોતીવાળી ચેઇન બનાવીને એમાં જોડી દો. આવું તોરણ ઘરને સિમ્પલ અને એસ્થેટિક લુક આપશે.

યુઝફુલ ટિપ્સ

ફૅબ્રિક, નાડાછડી કે મિરરવર્કવાળાં તોરણો એવાં પસંદ કરો જેને દિવાળી પછી સાચવીને રાખી શકાય અને આગામી તહેવારમાં પણ ઉપયોગમાં લઈ શકાય.

જો દરવાજા પર સિરીઝ કે લાઇટિંગ કરવાનો પ્લાન હોય તો મિરરવર્ક કે ગોલ્ડન-સિલ્વર ટચવાળાં તોરણો વધુ સૂટ થશે, કારણ કે એ પ્રકાશમાં ઝગમગી ઊઠશે.

દરવાજાને નુકસાન ન થાય એ માટે ડબલ-સાઇડેડ ટેપ અથવા સુંદર ડિઝાઇનર હુક્સનો ઉપયોગ કરો.

Whatsapp-channel Whatsapp-channel

28 October, 2026 03:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK