આદિને વીડિયો શૅર કરતાં કહ્યું, "દિલ્હીમાં આ સૌથી મોટી સમસ્યા છે. હું સંપૂર્ણપણે ઢંકાયેલી હતી અને મંદિરની સામે ઉભી હતી. આ માણસ મારી સાથે ત્રણ વાર અથડાયો, મને સ્પર્શ કર્યો અને મારી તરફ જોઈને પ્રેમ ગીત ગાયું." તેણે આગળ ઉમેર્યું, "તે મને ઓળખી પણ ન શક્યો.
એડિન રોઝ (તસવીર: ઇનસ્ટાગ્રામ)
‘બિગ બૉસ 18’ ફેમ એડિન રોઝે તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક હચમચાવી દેય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શૅર કરતાં, તેણે જણાવ્યું કે સવારે 7 વાગ્યાની આસપાસ એક મંદિરની બહાર તેને હેરાન અને છેડતી કરવામાં આવી હતી. તેણે સલવાર સૂટ પહેર્યો હતો, છતાં એક અજાણ્યા માણસે તેને હેરાન કરી હોવાનો દાવો એડિને કર્યો છે.
એડિનનો ચોંકાવનારો વીડિયો
ADVERTISEMENT
આદિને વીડિયો શૅર કરતાં કહ્યું, "દિલ્હીમાં આ સૌથી મોટી સમસ્યા છે. હું સંપૂર્ણપણે ઢંકાયેલી હતી અને મંદિરની સામે ઉભી હતી. આ માણસ મારી સાથે ત્રણ વાર અથડાયો, મને સ્પર્શ કર્યો અને મારી તરફ જોઈને પ્રેમ ગીત ગાયું." તેણે આગળ ઉમેર્યું, "તે મને ઓળખી પણ ન શક્યો. કેટલાક ચાહકો ત્યાં સેલ્ફી લઈ રહ્યા હતા, અને તેઓએ બધું રેકોર્ડ કર્યું. હું ખૂબ ગુસ્સે થઈ ગઈ. હું તેને થપ્પડ મારવા માગતી હતી, પરંતુ મેં મારી જાતને કાબૂમાં રાખી અને આદરપૂર્વક રહી." એડિન મંદિરમાં એક માણસ પાસેથી મદદ માગતી જોવા મળી અને તેને આખી તેને ઘટના જણાવી. બાદમાં, જ્યારે તેનો ફોટોગ્રાફર આવ્યો અને તેણે તે માણસને અનેક વખત થપ્પડ માર્યા. આરોપીએ તેની ભૂલ સ્વીકારી અને કહ્યું, "મને માર, મેં ભૂલ કરી." એડિનએ જવાબ આપ્યો, "આ ખરેખર શરમજનક છે."
અહીં જુઓ એડિન રોઝે શૅર કરેલો વીડિયો
View this post on Instagram
ચાહકોની પ્રતિક્રિયા
આ ઘટનાનો વીડિયો સામે આવ્યા પછી, ચાહકોએ પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું. એક યુઝરે લખ્યું, "ઓ ભગવાન!!! એડિન, આવા નાલાયક પુરુષોને પાઠ ભણાવવા માટે તારે તેને જાતે પોસ્ટ કરવું જોઈતું હતું." બીજાએ લખ્યું, "સ્ટે સ્ટ્રોંગરહો, માય બ્યુટીફુલ ગર્લ." બીજાએ ટિપ્પણી કરી કે તે ઘણું બધું કહી જાય છે કે તેણે વીડિયોની શરૂઆતમાં શું પહેર્યું હતું તે જાહેર કરવું પડ્યું. બીજા એક ચાહકે લખ્યું, "એટલા માટે જ એવું કહેવામાં આવે છે કે અરબ અને ગલ્ફ દેશો આ બાબતોમાં વધુ સુરક્ષિત છે." ઘણા યુઝર્સે પૂછ્યું, "ભારતમાં મહિલાઓ ક્યારે સુરક્ષિત અનુભવશે?" એડિન રોઝના ફિલ્મ અને મનોરંજન કરિયરની વાત કરીએ તો તેણે સલમાન ખાનના શો ‘બિગ બૉસ 18’ થી લોકપ્રિયતા મેળવી હતી. આ સાથે તેણે તેલુગુ ફિલ્મ ‘રાવણસુર’ અને તામિલ ફિલ્મ ‘લવ ઇન્શ્યોરન્સ કંપની’માં ખાસ આઇટમ નંબરો પણ કર્યા છે. આ સાથ એડિનના સોશિયલ મીડિયા પર 1.2 મિલિયન જેટલા ફોલોવર્સ છે. ફિલ્મો અને ટીવી સિરિયલો સાથે તેણે અનેક બ્રાન્ડ પ્રમોશન અને જાહેરાતોમાં પણ કામ કર્યું છે.

