° °

આજનું ઇ-પેપર
Wednesday, 06 July, 2022


કપિલ શર્માની જગ્યા લેશે શેખર સુમન

18 May, 2022 01:09 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોની પર આવતા ‘ધ કપિલ શર્મા શો’ની જગ્યાએ હવે બહુ જલદી ‘ઇન્ડિયાઝ લાફટર ચૅમ્પિયન’ને રજૂ કરવામાં આવશે.

કપિલ શર્માની જગ્યા લેશે શેખર સુમન

કપિલ શર્માની જગ્યા લેશે શેખર સુમન

સોની પર આવતા ‘ધ કપિલ શર્મા શો’ની જગ્યાએ હવે બહુ જલદી ‘ઇન્ડિયાઝ લાફટર ચૅમ્પિયન’ને રજૂ કરવામાં આવશે. આ શોને અગિયાર જૂનથી રજૂ કરવામાં આવશે. કપિલ શર્મા જૂનમાં અમેરિકાની ટૂર કરી રહ્યો છે. તે એક મહિના માટે અમેરિકાની ટૂર પર છે. આથી તે શૂટિંગ કરી શકે એમ નહોતો. આથી ચૅનલ અને તેના દ્વારા નક્કી કરવામાં આવ્યું કે તેઓ શોમાંથી બ્રેક લેશે. આ બ્રેક દરમ્યાન સોની પર શેખર સુમનનો શો ‘ઇન્ડિયાઝ લાફટર ચૅમ્પિયન’ રજૂ કરવામાં આવશે. આ શોમાં તે અર્ચના પુરણ સિંહ સાથે જજની પૅનલ પર જોવા મળશે. આ વિશે શેખર સુમને કહ્યું હતું કે ‘હું ‘ઇન્ડિયાઝ લાફટર ચૅમ્પિયન’ માટે ખૂબ જ ઉત્સાહી છું. તમારી દરેક ચિંતાને દૂર કરવાના હેતુથી આ શોને બનાવવામાં આવી રહ્યો છે જેથી તમે દિલ ખોલીને હસી શકો. સ્પર્ધકો આ શો દ્વારા દર્શકોને ભરપૂર મનોરંજન પૂરું પાડશે એની અમને ખુશી છે. અર્ચના સાથે આ શોમાં કામ કરવું ગ્રેટ લાગી રહ્યું છે. લોકો જૂની યાદોને તાજી કરી શકશે.’

18 May, 2022 01:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

હરિયાણવી બાદ ગુજરાતી શીખી રહી છે આશી ​સિંહ

આ​શી સિંહ હવે હરિયાણવી બાદ ગુજરાતી શીખી રહી છે. ‘મીત’માં તે મીત હૂડા નામનું પાત્ર ભજવી રહી છે જે હરિયાણવી હોય છે.

06 July, 2022 12:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

‘બિગ બૉસ OTT’ની બીજી સીઝન હોસ્ટ કરશે રણવીર સિંહ?

ગયા વર્ષે શરૂ થયેલા આ શોને કરણ જોહરે હોસ્ટ કર્યો હતો

05 July, 2022 01:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

જોઈ લો ગુરમીત અને દેબિનાની દીકરી લિઆનાને

આ વર્ષે એપ્રિલમાં દેબિનાએ દીકરીને જન્મ આપ્યો હતો

05 July, 2022 12:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK