આ બન્ને બે વર્ષથી રિલેશનમાં હતાં

સંજય ગગનાણી તેની ગર્લફ્રેન્ડ પૂનમ પ્રીત
‘કુંડલી ભાગ્ય’માં પૃથ્વી મલ્હોત્રાના પાત્રને ભજવનાર સંજય ગગનાણીએ તેની ગર્લફ્રેન્ડ પૂનમ પ્રીત સાથે દિલ્હીમાં લગ્ન કરી લીધાં છે. પૂનમે ‘નામકરણ’માં કામ કર્યું હતું. આ બન્ને બે વર્ષથી રિલેશનમાં હતાં. તેઓ ૨૦૨૦માં જ લગ્ન કરવાનાં હતાં પરંતુ લૉકડાઉને તેમના પ્લાન પર પાણી ફેરવી દીધું હતું. લગ્નમાં સંજયે ક્રીમ શેરવાની અને સાફો પહેર્યાં હતાં તો તેની દુલ્હને લાલ લેહંગાની સાથે હેવી જ્વેલરી પહેરી હતી. બન્નેએ પંજાબી રીતરિવાજ સાથે ગુરદ્વારામાં લગ્ન કર્યાં હતાં. આ લગ્નમાં માત્ર નજીકની ફૅમિલી અને ફ્રેન્ડ્સને બોલાવવામાં આવ્યાં હતાં. સૌએ લગ્નને ખૂબ એન્જૉય કર્યાં હતાં. સંજય ગગનાણીએ હલ્દી અને લગ્નના ફોટો શૅર કર્યા છે.