° °

આજનું ઇ-પેપર
Wednesday, 27 October, 2021


રિશીની લાઇફમાં આવશે મલિશ્કા

18 September, 2021 01:38 PM IST | mumbai | Gujarati Mid-day Correspondent

‘ભાગ્ય લક્ષ્મી’માં હવે એન્ટ્રી થઈ રહી છે માયરા મિશ્રાની

રિશી, મલિશ્કા સિંહ બેદી

રિશી, મલિશ્કા સિંહ બેદી

રિશીની લાઇફમાં હવે એક નવી છોકરીની એન્ટ્રી થવા જઈ રહી છે. ‘ભાગ્ય લક્ષ્મી’માં આ છોકરી મલિશ્કા સિંહ બેદીનું પાત્ર હવે માયરા મિશ્રા ભજવશે. મુંબઈની લક્ષ્મીની લાઇફની સ્ટોરી આ શોમાં કરવામાં આવી રહી છે. મલિશ્કા એક મોટા મૅગેઝિનના પબ્લિશરની દીકરી હોય છે. તે ખૂબ જ સેલ્ફ-સેન્ટર્ડ હોય છે અને તે હંમેશાં રિશીને કન્ટ્રોલમાં રાખે છે. મલિશ્કાની એન્ટ્રી અગાઉના એપિસોડમાં દેખાડવામાં આવી હતી. એ સમયે તેને ફક્ત રિશીની ફ્રેન્ડ તરીકે દેખાડવામાં આવી હતી. જોકે હવે દેખાડવામાં આવશે કે રિશી ખરેખર તેને પ્રેમ કરે છે. તે રિશીને મેળવવા માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે અને તે તેને લઈને ખૂબ જ પઝેસિવ પણ હોય છે. આ વિશે વાત કરતાં માયરાએ કહ્યું હતું કે ‘મને જ્યારે ‘ભાગ્ય લક્ષ્મી’ની ઑફર કરવામાં આવી હતી ત્યારે હું ખૂબ જ ઉત્સાહિત થઈ ગઈ હતી, કારણ કે આ બાલાજીનો શો છે જેને ઝીટીવી પર રજૂ કરવામાં આવી રહ્યો છે. એકદમ અચાનકથી કોઈ આશા ન હોય ત્યારે કંઈ તમને મળે એવું મારી સાથે થયું હતું. હું કોઈ કામ માટે મુંબઈ આવી રહી હતી ત્યારે મને ‘ભાગ્ય લક્ષ્મી’ની ટીમમાંથી ઑફર આવી હતી. હું આ ગ્રે કૅરૅક્ટર ભજવવા માટે ખૂબ જ ઉત્સાહિત હતી. દર્શકોને પણ હવે ફરક નથી પડતો કે પૉઝિટિવ પાત્ર ભજવી રહ્યા છે કે નેગેટિવ. મારી ટૅલન્ટને આ પાત્રમાં દેખાડવાનો મને ચાન્સ મળ્યો છે. હું મલિશ્કા જેવી નથી અને એથી જ મારા માટે આ એક ચૅલેન્જ છે. આશા છે કે લોકો મારા પાત્રને પસંદ કરે.’

કો-સ્ટાર્સ વિશે પૂછતાં માયરાએ કહ્યું હતું કે ‘તેઓ ખૂબ જ અદ્ભુત છે. મને યાદ છે કે શૂટિંગના પહેલા જ દિવસે તેમણે સેટ પર મારું ખૂબ જ દિલથી સ્વાગત કર્યું હતું. હું રોહિતને પહેલેથી ઓળખું છું અને ઐશ્વર્યા ખૂબ જ સ્વીટ છે. અમે પહેલા જ દિવસે સારા દોસ્ત બની ગયા હતા.’

18 September, 2021 01:38 PM IST | mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

યશોદામાનું પાત્ર કઈ રીતે દરેક મહિલાને કનેક્ટ કરશે?

આ વિશે ‘હાથી ઘોડા પાલકી, જય કન્હૈયા લાલ કી’માં યશોદામાનો રોલ કરી રહેલી અદિતિ સાજવાન કહે છે

26 October, 2021 06:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ?’

પ્રણાલી રાઠોડનું કહેવું છે કે દુનિયાને વધુ સારી બનાવવા માટે દરેકે આ સવાલ પોતાની રિલેશનશિપને લઈને કરવો જોઈએ

26 October, 2021 06:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

‘ઉડારિયાં’માં કરણની એન્ટ્રી

અંગદનું પાત્ર ખૂબ કૉમ્પ્લેક્સ અને ડાયનૅમિક છે અને તેની હાજરી શોના પ્લૉટમાં નવીનતા લાવશે એમ કરણ વી. ગ્રોવર કહે છે

26 October, 2021 06:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK