Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > સ્વરાની સ્કૂલ ટીચરનો ક્લાસ લેશે પુષ્પા

સ્વરાની સ્કૂલ ટીચરનો ક્લાસ લેશે પુષ્પા

08 May, 2024 05:57 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નાનપણથી જ બાળકોને સારી રીતે સમજાવવામાં આવે તો તેઓ સમજી જાય છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


‘પુષ્પા ઇમ્પૉસિબલ’માં પુષ્પા હવે સ્વરાની સ્કૂલ ટીચરનો ક્લાસ લેતી જોવા મળશે. સોની સબ પર આવતા આ શોમાં પુષ્પાનું પાત્ર કરુણા પાંડે, સ્વરાનું પાત્ર વ્રીહિ કોડવરા ભજવી રહી છે. તેને સ્કૂલમાં હોમવર્ક આપ્યું હોય છે. જોકે તેને એ કરાવનાર ઘરમાં કોઈ ન હોવાથી તે સ્કૂલમાં હોમવર્ક કર્યા વગર જાય છે. આ માટે તેને પનિશમેન્ટ આપવામાં આવે છે. સ્કૂલ ટીચર તેને આખો દિવસ ટેબલ પર ઊભા રહેવાની સજા આપે છે. પુષ્પાને આ વાતની જાણ થાય છે અને તેનાથી એ સહન નથી થતું. આથી તે સ્કૂલમાં જઈને ટીચરનો ક્લાસ લેતી જોવા મળશે. પુષ્પા માને છે કે બાળકોને સમજાવવાને બદલે તેમને સજા આપવી એ ખોટી વાત છે અને એ માટે અવાજ ઉઠાવવો જોઈએ. નાનપણથી જ બાળકોને સારી રીતે સમજાવવામાં આવે તો તેઓ સમજી જાય છે.


Whatsapp-channel Whatsapp-channel

08 May, 2024 05:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK