° °

આજનું ઇ-પેપર
Monday, 14 June, 2021


શિવાંગીને હમણાં શું કામ તામિલ ફિલ્મો નથી કરવી?

10 June, 2021 11:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

‘મહેંદી હૈ રચને વાલી’ની લીડ ઍક્ટ્રેસ પાસે અઢળક સાઉથ ફિલ્મો હોવા છતાં તે આ સિરિયલ કન્ટિન્યુ કરવા માગે છે અને એનું સ્પેસિફિક કારણ પણ છે

શિવાંગી ખેડકર

શિવાંગી ખેડકર

સ્ટાર પ્લસના શો ‘મહેંદી હૈ રચને વાલી’માં પલ્લવીનું લીડ કૅરૅક્ટર કરતી શિવાંગી ખેડકરે શો લેતાં પહેલાં ચૅનલ અને પ્રોડ્યુસર પાસે સ્પષ્ટતા કરી હતી કે તેની સાઉથની ફિલ્મોનું શૂટ ચાલુ થવાનું હોવાથી ૧૦૦થી વધારે એપિસોડ તે નહીં કરી શકે.

હવે શોના ૧૦૦ એપિસોડ પૂરા થઈ ગયા છે, પણ એ પછી પણ શિવાંગી શો કન્ટિન્યુ કરવા માગે છે. શિવાંગી કહે છે, ‘ફિલ્મ કરતાં ટીવી-ઑડિયન્સ વધારે ઍક્ટિવ અને કનેક્ટેડ હોય છે. મારા આ શોમાં મને દરરોજ સોશ્યલ મીડિયા પર એવા-એવા મેસેજ આવે છે કે તમે વિચારી પણ ન શકો. મને અફસોસ થાય છે કે આજ સુધી મેં કેમ ટીવી-સિરિયલ નહોતી કરી.’

શિવાંગી સાઉથની પહેલા દરજ્જાની ઍક્ટ્રેસ છે. તેણે અત્યાર સુધી સાઉથમાં ૨૦થી વધુ ફિલ્મો કરી છે અને ૪ ફિલ્મો ઑલરેડી તેણે સાઇન કરી રાખી છે, પણ શિવાંગી ઇચ્છે છે કે તે આ સિરિયલમાં અકબંધ રહે. શિવાંગી કહે છે, ‘તમારા કામને તમે બેચાર દિવસમાં જ સ્ક્રીન પર જોઈ શકો અને નવા કામ માટે તમે અપડેટ પણ ફટાફટ થાઓ એ જ ટીવીની મજા છે.’

10 June, 2021 11:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ટેલિવિઝન સમાચાર

કોરોનાને કારણે મલ્લિકા દુઆની મમ્મીનું નિધન

હું હંમેશાં જાણતી હતી કે હું તારે લાયક નથી. જોકે તારે જીવવાની જરૂર હતી. હું નથી જાણતી કે હું હવે ફરીથી કદાચ પ્રાર્થના કરી શકીશ.

13 June, 2021 01:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

‘મને મારી મંજિલ મળી, તમને પણ મળશે’

ઍક્ટિંગ કરીઅર શરૂ કર્યાને બાર વર્ષ થતાં આત્મવિશ્વાસ રાખવાની સલાહ આપતાં આવું કહ્યું ક્રિતી ખરબંદાએ

13 June, 2021 01:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેલિવિઝન સમાચાર

અભિ અને પ્રજ્ઞાની લાઇફમાં ઊથલપાથલ કેમ થશે?

‘કુમકુમ ભાગ્ય’માં પ્રજ્ઞાના ઍક્સિડન્ટ બાદ તે મિસિંગ થશે અને ત્યાર બાદ બે વર્ષનો લીપ લેવામાં આવશે

13 June, 2021 01:44 IST | Mumbai | Harsh Desai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK