લોકપ્રિય રિયાલિટી શૉ `ખતરોં કે ખિલાડી` તેની 14મી સીઝન સાથે રોહિત શેટ્ટી દ્વારા હોસ્ટ કરવા માટે તૈયાર છે. ANI સાથેની વાતચીતમાં, રોહિતે શેર કર્યું કે ચાહકો નવી સિઝનમાંથી શું અપેક્ષા રાખી શકે છે. "કોઈ નવો વળાંક નથી. પરંતુ નવા સ્પર્ધકો, નવા સ્ટન્ટ્સ અને નવો દેશ છે," એમ તેણે કહ્યું.
રોહિતે શૉમાં સુરક્ષાના મહત્વ વિશે પણ વાત કરી હતી. "આ શૉમાં સેફ્ટી હંમેશા અમારી પ્રાથમિકતા રહી છે. કારણકે જેઓ સ્ટંટ કરવા આવે છે તે કલાકારો છે. તેઓ સ્ટંટમેન કે પ્રશિક્ષિત વ્યાવસાયિકો નથી. તેથી, અમારા માટે સલામતી સૌથી મહત્ત્વની બાબત છે," તેણે કહ્યું. વધુ જાણવા માટે જુઓ વીડિયો!