The Ba***ds of Bollywoodના ફર્સ્ટ લુકમાં આર્યન ખાનને જોઈને ફૅન્સને આવી લાગણી થઈ રહી છે
આર્યન ખાન
શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન નેટફ્લિક્સ ઇન્ડિયાની ઓરિજિનલ સિરીઝ ‘The Ba***ds of Bollywood’ના ડિરેક્ટર તરીકે બૉલીવુડમાં પગ મૂકવા માટે તૈયાર છે. ડિરેક્ટર આર્યન ખાનની આ ડેબ્યુ સિરીઝમાં શાહરુખ પણ કૅમિયો કરતો જોવા મળશે. હાલમાં આ શોનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે. નેટફ્લિક્સ ઇન્ડિયાએ આ સિરીઝનો ફર્સ્ટ લુક શૅર કરીને લખ્યું છે કે ‘ઝ્યાદા હો ગયા? આદત ડાલ લો. ‘The Ba***ds of Bollywood’નો પ્રિવ્યુ ૨૦ ઑગસ્ટે આવી રહ્યો છે.’
સેમ ટુ સેમ શાહરુખ
‘The Ba***ds of Bollywood’ના ફર્સ્ટ લુકમાં આર્યન ખાનની તેના પિતા શાહરુખ ખાન સાથે લુક્સ અને અવાજની સમાનતાથી ચાહકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. ફૅન્સ તેને ‘શાહરુખ ખાનનું AI વર્ઝન’ અને ‘પપ્પાની કાર્બન કૉપી’ ગણાવી રહ્યા છે.

