એક સમયે શાહરુખ ખાન સાથે અણબનાવ ધરાવતા સની દેઓલે ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરનાર આર્યન ખાન માટે પોસ્ટ કરી
સની દેઓલ, આર્યન ખાન
શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન ડિરેક્ટર તરીકે નેટફ્લિક્સની સિરીઝ ‘The Ba***ds of Bollywood’થી ડેબ્યુ કરી રહ્યો છે. આર્યનની આ શરૂઆત સમયે એક સમયે શાહરુખ સાથે અણબનાવ ધરાવતા સની દેઓલે પણ તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં સિરીઝનું ટ્રેલર શૅર કરતાં લખ્યું, ‘ડિયર આર્યન, તારો શો એકદમ શાનદાર લાગી રહ્યો છે. બૉબીએ એનાં ખૂબ વખાણ કર્યાં છે, તારા પિતા ખૂબ ગર્વ અનુભવશે. તને ખૂબ ખૂબ શુભેચ્છાઓ બેટા... ચક દે ફટ્ટે.’
તાજેતરમાં ‘The Ba***ds of Bollywood’નું ટ્રેલર-લૉન્ચ થયું હતું અને આ સિરીઝનું પ્રીમિયર ૧૮ સપ્ટેમ્બરના નેટફ્લિક્સ પર થવાનું છે.

