° °

આજનું ઇ-પેપર
Monday, 14 June, 2021


...જ્યારે હુમા કુરેશી સ્પર્ધક અને અમિત સિયાલ જજ તરીકે હતો!

10 June, 2021 11:52 AM IST | Mumbai | Nirali Dave

‘મહારાણી’ વેબ-સિરીઝમાં અમિત સિયાલ ‘રાણી ભારતી’ હુમા કુરેશીનો વિરોધી બન્યો છે

હુમા કુરેશી

હુમા કુરેશી

સોની લિવની પૉલિટિકલ ડ્રામા સિરીઝ ‘મહારાણી’માં હુમા કુરેશી રાણી ભારતીના રોલમાં છે જે એક સામાન્ય ગૃહિણીમાંથી મુખ્યમંત્રી બને છે. રાણી ભારતીના હરીફ એટલે કે વિરોધ પક્ષના નેતા નવીન કુમારનો રોલ ઍક્ટર અમિત સિયાલ કરે છે. અમિત ‘તિતલી’, ‘ઇનસાઇડ એજ’, ‘કાઠમાંડુ કનેક્શન’ વગેરેમાં દમદાર અભિનયને કારણે જાણીતો છે. હુમા અને અમિત ‘મહારાણી’માં એકબીજાને ટક્કર આપે છે. અમિત સિયાલે કો-સ્ટાર હુમા સાથેની એ જૂની યાદો શૅર કરી છે; જ્યારે હુમા કૉલેજમાં હતી અને અમિત ઇન્ટર-કૉલેજ ડ્રામા કૉમ્પિટિશનમાં જજ તરીકે બેઠો હતા. હુમા ત્યારે વિજેતા બની હતી અને આજે ‘મહારાણી’માં તેણે નવીન કુમાર (અમિત સિયાલ) સહિતના હરીફોને ટક્કર આપી છે!

અમિત સિયાલ કહે છે, ‘એ યોગાનુયોગ હતો કે હું જે કૉમ્પિટિશનમાં જજ તરીકે હાજર હતો એમાં હુમાએ ભાગ લીધો હતો. એક ઍક્ટર તરીકે હુમાની જર્ની અદ્ભુત છે. તેનું હાર્ડ-વર્ક પ્રશંસનીય છે. એ વખતે મને ખબર નહોતી કે અમે ઑન-સ્ક્રીન સાથે કામ કરીશું અને એમાં પણ એકબીજાનાં હરીફ બનીશું.’

10 June, 2021 11:52 AM IST | Mumbai | Nirali Dave

અન્ય લેખો

વેબ સિરીઝ

રિયલ ઇમોશન્સને કૅપ્ચર કરવામાં આવ્યાં એ જ ‘ગ્રહણ’નો ચાર્મ છે: ઝોયા હુસેન

પાસ્ટ અને પ્રેઝન્ટના ધમાકાવાળા આ શોને સત્યા વ્યાસની પૉપ્યુલર બુક ‘ચૌરાસી’ પરથી બનાવવામાં આવ્યો છે

11 June, 2021 12:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેબ સિરીઝ

‘ધૂપ કી દીવાર’માં જોવા મળશે ક્રૉસ-બૉર્ડર લવસ્ટોરી

ઝીફાઇવ ના શો ‘ધૂપ કી દીવાર’માં સજલ અલી અને અહદ રઝા મીર લીડ રોલમાં છે

11 June, 2021 12:26 IST | Mumbai | Nirali Dave
વેબ સિરીઝ

‘ધી ફૅમિલી મૅન 3’માં શું હશે એની સ્ક્રિપ્ટની હું પણ રાહ જોઉં છું: મનોજ બાજપાઈ

આ સિરીઝમાં મનોજ બાજપાઈ ઇન્ટેલિજન્સ ઑફિસર શ્રીકાંત તિવારીનું પાત્ર ભજવી રહ્યો છે

08 June, 2021 12:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK