ઉપલબ્ધ માહિતી મુજબ, સાહિલનું મૃત્યુ એ IIT બૉમ્બેમાં સાત મહિનાના ગાળામાં બનેલી આવી ચોથી ઘટના છે. આ પહેલાં, 4 ફેબ્રુઆરી 2026 ના રોજ નમન અગ્રવાલ અને 28 જુલાઈ 2૦26ના રોજ સોહિલ રાજકુમાર સાંગવાનનું અવસાન થયું હતું.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
18 સપ્ટેમ્બર B.Tech ના બીજા વર્ષના વિદ્યાર્થી સાહિલ વાકોડેના મૃત્યુ બાદ મુંબઈના પોવઈ સ્થિત IIT બૉમ્બેના કૅમ્પસમાં વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાહિલ `એનર્જી સાયન્સ એન્ડ ઍન્જિનિયરિંગ` વિભાગનો વિદ્યાર્થી હતો. પરીક્ષા દરમિયાન મોબાઈલ ફોન અને AI ઍપ્લિકેશનના ઉપયોગ અંગે પૂછપરછ કરવામાં આવ્યાના થોડા કલાકો બાદ આ ઘટના બની હતી.
પરીક્ષા દરમિયાન ChatGPTનો ઉપયોગ કરવાનો આરોપ
ADVERTISEMENT
પોલીસના જણાવ્યા અનુસાર, સાહિલ પરીક્ષા દરમિયાન પ્રશ્નપત્રનો ફોટો પાડતા અને જવાબો મેળવવા માટે તેને ChatGPT પર અપલોડ કરવાનો પ્રયાસ કરતા પકડાયો હતો. IIT બૉમ્બેના મૅનેજમેન્ટે જણાવ્યું હતું કે તે સમયે તેની સામે કોઈ ઔપચારિક શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી ન હતી. વિભાગના વડા અને પ્રોફેસરોએ તેની સાથે વાત કરી હતી અને ખાતરી આપી હતી કે આ ઘટનાની તેના અભ્યાસ કે કારકિર્દી પર કોઈ નકારાત્મક અસર પડશે નહીં. ત્યારબાદ તેણે કાઉન્સેલિંગ કરાવ્યું અને હૉસ્ટેલ પરત ફર્યો. બાદમાં, તે તેના હૉસ્ટેલના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો કે સાહિલને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવાની અને હૉસ્ટેલમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓના મતે, આવી કાર્યવાહીને કારણે તેના B.Tech અભ્યાસનો સમયગાળો નિર્ધારિત ચાર વર્ષ કરતાં વધી ગયો હોત. જોકે, મૅનેજમેન્ટે આ દાવાઓની પુષ્ટિ કરી નથી.
વિદ્યાર્થીઓએ મૅનેજમેન્ટ પાસે જવાબ માગ્યો
સાહિલના મૃત્યુ બાદ, 400 થી વધુ વિદ્યાર્થીઓએ કૅમ્પસમાં વિરોધ પ્રદર્શન કર્યું અને મૅનેજમેન્ટ પાસે પારદર્શિતા અને જવાબદારીની માગ કરી. એક વિદ્યાર્થીએ કહ્યું, "અમે કાર્યવાહીની માગ કરી રહ્યા છીએ. આ કોઈ પહેલી ઘટના નથી; છેલ્લા બે મહિનામાં અન્ય બે વ્યક્તિઓના પણ મૃત્યુ થયા છે. આવી ઘટનાઓ શા માટે બની રહી છે અને તેની પાછળના કારણો શું છે તે અંગે અમને સંપૂર્ણ અંધારામાં રાખવામાં આવી રહ્યા છે."
IIT બૉમ્બે અને અન્ય IITમાં નોંધાયેલી ઘટનાઓ
View this post on Instagram
ઉપલબ્ધ માહિતી મુજબ, સાહિલનું મૃત્યુ એ IIT બૉમ્બેમાં સાત મહિનાના ગાળામાં બનેલી આવી ચોથી ઘટના છે. આ પહેલાં, 4 ફેબ્રુઆરી 2026 ના રોજ નમન અગ્રવાલ અને 28 જુલાઈ 2૦26ના રોજ સોહિલ રાજકુમાર સાંગવાનનું અવસાન થયું હતું. તે અગાઉ રોહિત સિંહા (2 ઑગસ્ટ 2૦25), દર્શન સોલંકી (12 ફેબ્રુઆરી 2૦2૩) અને દર્શન માલવિયા (17 જાન્યુઆરી 2૦22)ના મૃત્યુ નોંધાયા હતા. `ગ્લોબલ IIT એલ્યુમનાઈ સપોર્ટ ગ્રુપ`ના ધીરજ સિંહના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બર 2૦21 અને 18 સપ્ટેમ્બર 2૦2૬ વચ્ચે 15 IIT કેમ્પસમાં વિદ્યાર્થીઓની આત્મહત્યા અને અન્ય અકુદરતી મૃત્યુના 74 કિસ્સા નોંધાયા હતા. એવો દાવો કરવામાં આવ્યો છે કે IIT ખડગપુરમાં 1૩, IIT કાનપુર અને IIT દિલ્હીમાં નવ-નવ, IIT મદ્રાસમાં સાત અને IIT બૉમ્બેમાં છ કિસ્સા નોંધાયા હતા. ધીરજ સિંહે કહ્યું, "સાત મહિનામાં IIT બૉમ્બેમાં થયેલા ચોથા મૃત્યુને માત્ર એક જુદી ઘટના તરીકે ન જોવી જોઈએ." તેમણે ઉમેર્યું, "દરેક મૃત્યુ બાદ પારદર્શક સમીક્ષા અને સંસ્થાકીય જવાબદારી નક્કી થવી જોઈએ."
