આ પોસ્ટરમાં બન્ને ઍક્ટ્રેસ ચશ્માં પહેરેલી નજરે ચડે છે અને આ નવી સિરીઝ ૧૨ સપ્ટેમ્બરથી પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થશે
સિરીઝ ‘Do You Wanna Partner’
ફિલ્મમેકર કરણ જોહરે તમન્ના ભાટિયા અને ડાયના પેન્ટીને ચમકાવતી નવી સિરીઝ ‘Do You Wanna Partner’ની જાહેરાત કરીને સોશ્યલ મીડિયા પર એનું પહેલું પોસ્ટર લૉન્ચ કર્યું છે. આ પોસ્ટરમાં બન્ને ઍક્ટ્રેસ ચશ્માં પહેરેલી નજરે ચડે છે અને આ નવી સિરીઝ ૧૨ સપ્ટેમ્બરથી પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થશે. કરણ જોહરે પોતાની પોસ્ટમાં તમન્ના અને ડાયના ઉપરાંત નકુલ મહેતા, શ્વેતા તિવારી, જાવેદ જાફરી, નીરજ કાબી અને રણવિજય જેવા સ્ટાર્સનો પણ ઉલ્લેખ કર્યો છે જેના કારણે એવી ચર્ચા છે કે આ સ્ટાર્સ પણ સિરીઝનો મુખ્ય ભાગ હોઈ શકે છે.

