° °

આજનું ઇ-પેપર
Sunday, 16 January, 2022


‘ફાડુ’નું શૂટિંગ શરૂ કર્યું સૈયામી અને પાવેલે

16 November, 2021 02:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

આ વેબ-સિરીઝને ડિરેક્ટ કરીને અશ્વિની ઐયર તિવારી ડિજિટલ વર્લ્ડમાં પ્રવેશ કરી રહી છે

સૈયામી અને પાવેલે

સૈયામી અને પાવેલે

પાવેલ ગુલાટી અને સૈયામી ખેરે વેબ-સિરીઝ ‘ફાડુ’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ વેબ-સિરીઝને ડિરેક્ટ કરીને અશ્વિની ઐયર તિવારી ડિજિટલ વર્લ્ડમાં પ્રવેશ કરી રહી છે. સિરીઝની વધુ માહિતી નથી મળી શકી. અશ્વિની સાથે કામ કરવાની ખુશી વ્યક્ત કરતાં સૈયામીએ કહ્યું હતું કે ‘અશ્વિની મૅમ સાથે કામ કરવાનું મારું સપનું પૂરું થયું છે. તેમના દરેક પ્રોજેક્ટમાં મહિલાનાં પાત્રો ખૂબ સ્ટ્રૉન્ગ હોય છે. હું ‘ફાડુ’ને લઈને સુપર એક્સાઇટેડ છું. મારું આ પાત્ર સ્પેશ્યલ બની ગયું છે. પાવેલ સાથે કામ કરવાને લઈને પણ હું ઉત્સાહિત છું. તે પાવરહાઉસ પર્ફોર્મર છે અને હું તેની પાસેથી ઘણું શીખવાની છું.’
સૈયામી અને પાવેલ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અશ્વિનીએ કૅપ્શન આપી હતી કે ‘શબ્દોના તાલમાં માનવે દુનિયા બનાવી, જે પાત્રોમાં કવિતા જુએ છે અને જીવનની સ્ટોરીની શરૂઆત થાય છે. સૈયામી અને પાવેલ ‘ફાડુ’માં જોવા મળશે. મારી પહેલી વેબ-સિરીઝ અને ૧૦મી લાંબી ફૉર્મેટની સ્ટોરી કે જેમાં ૩ શૉર્ટ ફિલ્મ્સ છે. સંતોષ નારાયણન મ્યુઝિકલ સાથે આ ખૂબ સ્પેશ્યલ બનશે.’
સૈયામી અને અશ્વિની સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પાવેલે કૅપ્શન આપી હતી કે ‘યે તો ‘ફાડુ’ હોનેવાલા હૈ બૉસ. અશ્વિની ઐયર તિવારી ઓહ કૅપ્ટન. માય કૅપ્ટન. સાથે સુંદર સૈયામી. હું ખૂબ આભારી છું.’

16 November, 2021 02:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

વેબ સિરીઝ

`હ્યુમન` રિવ્યુ : સફેદ કોટ પાછળની કાળી દુનિયા

સ્ટોરી ટુ ધ પૉઇન્ટ અને પર્ફોર્મન્સ ધારદાર છે : શેફાલી શાહ, વિશાલ જેઠવાએ ખૂબ સારું કામ કર્યું છે

16 January, 2022 12:53 IST | Mumbai | Harsh Desai
વેબ સિરીઝ

અબ બસ!

મહેશ ભટ્ટ અને પરવીન બાબીની લવ સ્ટોરીનો હવે અંત આણવો જોઈએ : વિનોદ ખન્ના, કબીર બેદી અને અમિતાભ બચ્ચન સાથેની ઘટનાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ એને એટલી બોલ્ડ રીતે રજૂ નથી કરાઈ

14 January, 2022 11:55 IST | Mumbai | Harsh Desai
વેબ સિરીઝ

નાર્કોટિક્સની રાણી બેબી પાટણકર પર વેબ-સિરીઝ બનાવશે સંજય ગુપ્તા

દેશમાં નાર્કોટિક્સનું સામ્રાજ્ય ઊભું કરનાર બેબી પાટણકરના જીવનને વેબ-સિરીઝના માધ્યમથી સંજય ગુપ્તા દેખાડશે. ૧૦ પાર્ટની સિરીઝ બનાવવામાં આવશે.

14 January, 2022 11:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK