Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > આઝાદી પછી લાહોરની તવાયફો ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરશે

આઝાદી પછી લાહોરની તવાયફો ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરશે

Published : 06 June, 2026 09:57 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આવી રીતે હીરામંડીની વાર્તાને હીરામંડી 2માં આગળ વધારવાનું પ્લાનિંગ છે

સિરીઝમાં આલમઝેબની દાસી સાયમાનું પાત્ર ભજવનારી અભિનેત્રી શ્રુતિ શર્મા

સિરીઝમાં આલમઝેબની દાસી સાયમાનું પાત્ર ભજવનારી અભિનેત્રી શ્રુતિ શર્મા


વર્ષ ૨૦૨૪માં નેટફ્લિક્સ પર આવેલી સુપરહિટ વેબ-સિરીઝ ‘હીરામંડી’ સાથે નિર્દેશક સંજય લીલા ભણસાલીએ OTT પર ડેબ્યુ કર્યું હતું. લાહોરની તવાયફોની જિંદગી અને ભારતના સ્વતંત્રતાસંગ્રામની પૃષ્ઠભૂમિ પર આધારિત આ ડ્રામાને દર્શકોએ પસંદ કર્યો હતો. સિરીઝના પ્રથમ ભાગના અંતે તવાયફો અંગ્રેજો સામેના સ્વતંત્રતા-આંદોલનમાં જોડાય છે અને એક નવી ક્રાન્તિનો આરંભ કરે છે. સિરીઝમાં આલમઝેબની દાસી સાયમાનું પાત્ર ભજવનારી અભિનેત્રી શ્રુતિ શર્માએ આ સિરીઝની બીજી સીઝનની માહિતી આપી છે.  ચર્ચા છે કે ‘હીરામંડી 2’ને આ વર્ષના અંત સુધીમાં રિલીઝ કરવાનું પ્લાનિંગ છે.

શ્રુતિએ જણાવ્યું હતું કે ‘હીરામંડી 2’ એ સમયગાળાની વાત કરશે જ્યારે લાહોરની તવાયફોએ કોઠા છોડીને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. આ બીજી સીઝનની સ્ટોરીલાઇન વિશે વાત કરતાં શ્રુતિએ કહ્યું હતું કે ‘એ સમયમાં સમૃદ્ધ અથવા મધ્યમવર્ગીય પરિવારોની યુવતીઓને ફિલ્મોમાં કામ કરવાની મંજૂરી મળતી નહોતી. એ સમયે સિનેમામાં પ્રવેશ કરતી ઘણી મહિલાઓ તવાયફો જ હતી. એમાંની કેટલીક અભિનેત્રીઓ બની અને કેટલીક ગાયિકા બની. હકીકતમાં ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને પ્રથમ મહિલા કલાકારો તવાયફોના કારણે જ મળ્યાં હતાં. બીજી સીઝનની વાર્તા આ જ દિશામાં આગળ વધશે. હાલમાં ટીમ હજુ પણ સ્ક્રિપ્ટ પર કામ કરી રહી છે અને પાત્રોને વધુ ઊંડાણથી વિકસાવી રહી છે.’


Whatsapp-channel Whatsapp-channel

06 June, 2026 09:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK