° °

આજનું ઇ-પેપર
Wednesday, 27 October, 2021


ફિલ્મની સફળતાનું શ્રેય પૂરી ટીમને જાય છે: અતુલ કુલકર્ણી

01 August, 2021 01:01 PM IST | mumbai | Gujarati Mid-day Correspondent

અતુલ કુલકર્ણીનું કહેવું છે કે જો કોઈ ફિલ્મ સફળ થાય તો એનું શ્રેય આખી ટીમને જાય છે.

અતુલ કુલકુર્ણી

અતુલ કુલકુર્ણી

અતુલ કુલકર્ણીનું કહેવું છે કે જો કોઈ ફિલ્મ સફળ થાય તો એનું શ્રેય આખી ટીમને જાય છે. નાગેશ કુકુનુરની પૉલિટિકલ ડ્રામા વેબ-સિરીઝ ‘સિટી ઑફ ડ્રીમ્સ’ હાલમાં રિલીઝ થઈ છે. ડિઝની+હૉટસ્ટાર પર આવતી આ સિરીઝમાં અતુલ કુલકર્ણી, સચિન પિળગાવકર, એજાઝ ખાન અને સુશાંત સિંહ પણ જોવા મળી રહ્યો છે. ફિલ્મ વિશે અતુલ કુલકર્ણીએ કહ્યું કે ‘મારું હંમેશાં એવું માનવું રહ્યું છે કે ફિલ્મમેકિંગ એ એક પ્રકારનો સહયોગ છે. આ કંઈ એવું નથી કે કોઈ એક વ્યક્તિ તમામને આદેશ આપે છે. એ પછી ડિરેક્ટર હોય કે ઍક્ટર કે હોય કે પછી અન્ય કોઈ પણ હોઈ શકે છે. જો કામને ખૂબ ઉત્કૃષ્ટતાથી કરવામાં આવે તો એ ‘સિટી ઑફ ડ્રીમ્સ’ જેટલી સફળતા મેળવે છે. નાગેશ અને હું ખૂબ જૂના ફ્રેન્ડ્સ છીએ. અમે એકબીજાના કામને જોતા આવ્યા છીએ અને એના વિશે ચર્ચા પણ કરીએ છીએ. અમને ઘણા વખતથી સાથે કામ કરવાની ઇચ્છા હતી. અમારી પાસે જ્યારે આ તક આવી એટલે અમે બન્ને ખૂબ ખુશ થયા હતા.’

01 August, 2021 01:01 PM IST | mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

વેબ સિરીઝ

‘આશ્રમ 3’ના સેટ પર બજરંગ દળનો હુમલો

પ્રકાશ ઝા સાથે થયેલા અમાનવીય વર્તનની નિંદા કરી હંસલ મહેતાએ

26 October, 2021 04:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેબ સિરીઝ

બ્રિગેડિયર બલસારા બનશે શાહિદ કપૂર

સત્યઘટના પર આધારિત એક્શનથી ભરપૂર ‘બુલ’માં તે પેરાટ્રૂપર બનશે

22 October, 2021 03:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેબ સિરીઝ

સમય થઈ ગયો છે ‘બ્રીધ’ કરવાનો

અભિષેક બચ્ચન અને અમિત સાધ ફરી થશે આમને-સામને

21 October, 2021 02:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK