Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > જૉબ્ઝ અને કરિયર > Apple Company Jobs: અમેરિકાની આ જાણીતી કંપનીને ફળ્યું છે ઈન્ડિયા! ભેટમાં આપશે 5 લાખ નોકરીઓ

Apple Company Jobs: અમેરિકાની આ જાણીતી કંપનીને ફળ્યું છે ઈન્ડિયા! ભેટમાં આપશે 5 લાખ નોકરીઓ

22 April, 2024 09:22 AM IST | Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Apple Company Jobs: iPhone મેન્યુફેક્ચરિંગ કરતી આ કંપની આગામી 3 વર્ષમાં ભારતમાં લગભગ 5 લાખ નોકરીઓનું સર્જન કરશે તેવું તેના પ્લાનમાં કહેવામાં આવ્યું છે.

ઍપલ કંપનીની પ્રતીકાત્મક તસવીર

ઍપલ કંપનીની પ્રતીકાત્મક તસવીર


કી હાઇલાઇટ્સ

  1. આ નોકરીઓ ઍપલ વેન્ડર્સ દ્વારા પૂરી પાડવામાં આવશે
  2. કંપની આગામી 5 વર્ષમાં ભારતમાં તેનું ઉત્પાદન લગભગ ડોલર 40 બિલિયન સુધી લઈ જશે
  3. ઍપલે વર્ષ 2023-24માં આઇફોનનાં નિકાસ દ્વારા ભારતમાંથી ડોલર 12.1 બિલિયન મેળવ્યા છે

વિશ્વની અગ્રણી સ્માર્ટફોન બનાવતી કંપની ઍપલ તરફથી ખૂબ જ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. કહેવાય છે કે આ કંપનીએ ભારત માટે એક મેગા પ્લાન તૈયાર કર્યો છે. 

શું છે ઍપલનો આ મેગા પ્લાન?



તમને જણાવી દઈએ કે ઍપલનો આ પ્લાન નોકરીની શોધ (Apple Company Jobs) કરી રહેલા લોકોને મોટી રાહત આપવાનો છે. iPhone મેન્યુફેક્ચરિંગ કરતી આ કંપની આગામી 3 વર્ષમાં ભારતમાં લગભગ 5 લાખ નોકરીઓનું સર્જન કરશે તેવું તેના પ્લાનમાં કહેવામાં આવ્યું છે. આ સાથે જ આ નોકરીઓ ઍપલ વેન્ડર્સ દ્વારા પૂરી પાડવામાં આવશે. હાલમાં ઍપલના વેન્ડર્સ અને સપ્લાયરોએ ભારતમાં 1.5 લાખ લોકોને નોકરીઓ પૂરી પાડી છે.


આટલી ઉત્પાદન ક્ષમતા વધારવાનો પ્લાન લઈને ચાલી રહી છે ઍપલ કંપની

જોકે, આપણે જ્યારે આ ઍપલ કંપની વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે એ પણ જાણવું જરૂરી બને છે કે ઍપલે ભારતમાં તેનું ઉત્પાદન કેટલું વધારવાની યોજના(Apple Company Jobs)  બનાવી છે. તો તમને જણાવી દઈએ કે આ કંપની ભારતમાં તેનું ઉત્પાદન તબ્બલ 5 ગણું વધારવાનાં પ્લાન સાથે ચાલી રહી છે. આ કંપની આગામી 5 વર્ષમાં ભારતમાં તેનું ઉત્પાદન લગભગ ડોલર 40 બિલિયન (રૂ. 3.32 લાખ કરોડ) સુધી લઈ જવા માંગે છે. 


ઍપલને ભારત ફળ્યું છે એમ કહી શકાય!

Apple Company Jobs: હા, તમે બિલકુલ જ બરાબર વાંચ્યું છે કે ઍપલને વર્ષ 2023માં ભારતમાંથી સૌથી વધુ આવક થઈ હતી. જો કે સેમસંગે વેચાણના મામલામાં જીત મેળવી છે. ઍપલે ભારતમાંથી લગભગ 1 કરોડ ફોનની નિકાસ કરી છે. તેમજ રેવન્યુના મામલામાં તે પ્રથમ વખત દેશની નંબર વન કંપની બની છે. ઍપલે વર્ષ 2023-24માં આઇફોનનાં નિકાસ દ્વારા ભારતમાંથી ડોલર 12.1 બિલિયન મેળવ્યા છે. વર્ષ 2022-23માં આ આંકડો 6.27 અબજ ડોલર હતો. આ લગભગ 100 ટકાનો ઉછાળો છે.

શું છે `ચાઇના પ્લસ વન પોલિસી’? જાણો તે વિશે

ઍપલ કંપનીની વાત કરી રહ્યા છીએ ત્યારે તમને જણાવી દઈએ કે આ કંપનીને ચીનમાં વિશ્વમાં સૌથી વધુ સ્થાનિક વેલ્યૂ એડિશન મળી છે. તે ત્યાં લગભગ 28 ટકા છે. આ સિવાય ભારતમાં કંપનીનું વેલ્યુ એડિશન 11થી 12 ટકા છે, જેને કંપની 15થી 18 ટકા સુધી વધારી શકે તેમ છે. 

હજી તો ઍપલ સિવાય વિશ્વની અન્ય ઘણી કંપનીઓએ આ વ્યૂહરચના (Apple Company Jobs) અપનાવી છે, જેને `ચાઇના પ્લસ વન પોલિસી` તરીકે ઓળખવામાં આવે છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર ઍપલ દેશમાં ઝડપથી ભરતીમાં વધારો કરી રહી છે. એવી પણ આશા છે કે ઍપલ આગામી ત્રણ વર્ષમાં લગભગ 5 લાખ લોકોને નોકરી આપશે. ટાટા ઈલેક્ટ્રોનિક્સ, જે ઍપલ માટે બે પ્લાન્ટ ચલાવી રહી છે, તે હાલમાં સૌથી વધુ નોકરીઓનું નિર્માણ કરી રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

22 April, 2024 09:22 AM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK