ધારાવીના બેરોજગારો અને આંશિક રીતે રોજગારી ધરાવતા યુવાનો માટે રોજગાર મેળવવાનું પ્લૅટફૉર્મ બનશે
પ્રતીકાત્મક તસવીર
વીમા ક્ષેત્રની કંપનીઓ LIC, TATA AIA ઇન્શ્યૉરન્સ, ICICI લોમ્બાર્ડ અને ફૂડ ડિલિવરી કંપની ઝોમાટો, બ્લિન્કિટ તથા અન્ય ટૂંકા ગાળા માટે કે પ્રોજેક્ટ આધારિત ભરતી કરતાં કૉર્પોરેટ્સ આજે ધારાવી જૉબ ફેરમાં ભાગ લેવાનાં છે. ધારાવીમાં પ્રથમ વાર મોટે પાયે આ પ્રકારનું રોજગાર-અભિયાન હાથ ધરવામાં આવશે.
ધારાવી રોજગાર મેળો આજે શ્રી ગણેશ વિદ્યા મંદિર હાઈ સ્કૂલ ખાતે સવારે ૯.૩૦ વાગ્યે યોજાશે, જેનું આયોજન ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ (DRPPL) દ્વારા સંયુક્તપણે કરવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
આ જૉબ ફેરમાં વિવિધ ઉદ્યોગોની ૩૦થી વધુ નોકરી ઑફર કરતી કંપનીઓનો સમાવેશ છે; જેમાં નાણાકીય સંસ્થાઓ, રીટેલ, ફૂડ ડિલિવરી કંપની સહિત અન્ય કંપનીઓ નોકરીઓની વિશાળ શ્રેણી ઑફર કરવા માટે જૉબ ફેરમાં હાજર રહેશે. તેઓ ધારાવીના બેરોજગારો અને આંશિક રીતે રોજગારી ધરાવતા યુવાનો માટે રોજગાર મેળવવાનું પ્લૅટફૉર્મ બનશે.