લોએસ્ટ પ્લેસમેન્ટ પૅકેજ અગાઉ ૬ લાખ રૂપિયા હતું જે આ વર્ષે ઘટીને ચાર લાખ રૂપિયા સુધી નીચે આવી ગયું છે.
પ્રતીકાત્મક તસવીર
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT)-બૉમ્બેમાં ૨૦૨૪માં કૅમ્પસ પ્લેસમેન્ટમાં સ્ટુડન્ટ્સને સરેરાશ ૨૩.૫ લાખ રૂપિયાના વાર્ષિક પગારના પૅકેજ સાથે નોકરી મળી હતી, જે અગાઉના વર્ષ કરતાં ૭.૭ ટકાનો વધારો સૂચવે છે. જોકે લોએસ્ટ પ્લેસમેન્ટ પૅકેજ અગાઉ ૬ લાખ રૂપિયા હતું જે આ વર્ષે ઘટીને ચાર લાખ રૂપિયા સુધી નીચે આવી ગયું છે.
ઇન્સ્ટિટ્યૂટે આપેલી પ્લેસમેન્ટની જાણકારી મુજબ ૨૦૨૩ની સરખામણીમાં આ વર્ષે ઓછા સ્ટુડન્ટ્સને નોકરીની ઑફર મળી હતી. આમ છતાં વધારે પગારની નોકરીની ઑફર આ વર્ષે ઘણા સ્ટુડન્ટ્સને મળી હતી. ૫૫૮ સ્ટુડન્ટ્સને વાર્ષિક ૨૦ લાખ રૂપિયા કરતાં વધારે પગારની ઑફર મળી હતી. ૭૮ સ્ટુડન્ટ્સે આંતરરાષ્ટ્રીય પૅકેજની ઑફર સ્વીકારી હતી. બાવીસ સ્ટુડન્ટ્સને એક કરોડ રૂપિયા કરતાં વધારે પગારની ઑફર મળી હતી.
ADVERTISEMENT
પ્લેસમેન્ટ માટે કુલ ૨૪૧૪ સ્ટુડન્ટ્સે રજિસ્ટર કરાવ્યું હતું અને ૧૯૭૯ સ્ટુડન્ટ્સે એમાં સક્રિય ભાગ લીધો હતો. ૧૪૭૫ સ્ટુડન્ટ્સે ઑફર સ્વીકારી હતી. કુલ ૩૬૪ કંપનીઓએ નોકરીઓ ઑફર કરી હતી.