પ્રૅક્ટિકલ જ્ઞાન ન હોવાથી મોટા ભાગના યુવાનો માત્ર સરકારી નોકરીઓ પાછળ દોડે છે.
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં લાખો યુવાનો ડિગ્રી મેળવી રહ્યા છે, પરંતુ માત્ર ૮.૨૫ ટકા ગ્રૅજ્યુએટ વિદ્યાર્થીઓને જ તેમના અભ્યાસને લગતી નોકરી મળે છે. નીતિ આયોગના એક રિપોર્ટમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે. વર્તમાન શિક્ષણવ્યવસ્થા અને બજારની માગણી વચ્ચે ખૂબ મોટું અંતર છે. યુવાનો પાસે ડિગ્રી તો છે, પરંતુ પ્રૅક્ટિકલ જ્ઞાન અને યોગ્ય સ્કિલનો સદંતર અભાવ છે.
રિપોર્ટ મુજબ દેશમાં ૩.૪ કરોડ વિદ્યાર્થીઓ અન્ડરગ્રૅજ્યુએટ (UG) પ્રોગ્રામમાં અભ્યાસ કરી રહ્યા છે; જેમાં મોટા ભાગના યુવાનો બૅચલર ઑફ આર્ટ્સ (BA), બૅચલર ઑફ સાયન્સ (BSc) અને બૅચલર ઑફ કૉમર્સ (BCom) જેવી સામાન્ય ડિગ્રીઓ લે છે. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પણ સ્પષ્ટ કર્યું હતું કે આજના
કોર્સ વિદ્યાર્થીઓને નોકરી કે પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે બિલકુલ તૈયાર કરતા નથી.
પ્રૅક્ટિકલ જ્ઞાન ન હોવાથી મોટા ભાગના યુવાનો માત્ર સરકારી નોકરીઓ પાછળ દોડે છે. એની વાસ્તવિકતા એ છે કે નવેમ્બર ૨૦૨૪થી જુલાઈ ૨૦૨૫ વચ્ચે માત્ર ૫૫,૦૦૦ પદો માટે ૧.૮૬ કરોડ અરજીઓ આવી હતી. આ રિપોર્ટ દર્શાવે છે કે હવે માત્ર પુસ્તકિયું જ્ઞાન પૂરતું નથી. યુવાનોને સીધી નોકરી મેળવવા માટે ઇન્ટર્નશિપ અને ઉદ્યોગોને અનુરૂપ પ્રૅક્ટિકલ તાલીમ પૂરી
પાડવી અત્યંત મહત્ત્વની જરૂરિયાત બની ગઈ છે.
