° °

આજનું ઇ-પેપર
Wednesday, 27 October, 2021


જાણો તમારું સાપ્તાહિક રાશિભવિષ્ય

05 September, 2021 07:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ઑફિસના આંતરિક દેખાવમાં પરિવર્તન લાવો એવી પણ શક્યતા છે. બપોર પછી નવા વેપારીસોદાનું સાહસ ખેડવું નથી.

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર

એરિઝ : ગણેશજીની કૃપાથી આજે અનોખા ઉત્‍સાહનો અનુભવ કરશો. ઉત્‍સાહથી પ્રેરાઈને આપને મનગમતી સર્જનાત્‍મક પ્રવૃત્તિ કરવાનું મન થાય. આપના વિચારોને કેનવાસ ૫ર ઉતારવાની ઇચ્‍છા થાય.
ટૉરસ : આપનો સ્‍વભાવ અધીરો અને ઉતાવળિયો હોવા છતાં આજે દરેક કામ ધીરજપૂર્વક કરશો. બપોર પછી આપને કામમાં ઑફિસના ઉ૫રી અધિકારીઓ તથા સહકર્મચારીઓનો સારો સહકાર મળશે.
જેમિની : આજે ૫રિવાર આપના ધ્‍યાનનું કેન્દ્ર બનશે. ગણેશજી કહે છે કે આપ પરિવારજનો સાથે કેટલોક સમય વિતાવશો, ૫રંતુ ઘરકામની રોજિંદી પ્રવૃત્તિઓ આપના દિવસને શુષ્ક અને નીરસ બનાવશે.
કેન્સર : આજે ઑફિસમાં આપ બુદ્ધિક્ષમતાનો ઉપયોગ કરીને લાભ મેળવી શકશો. ઑફિસના આંતરિક દેખાવમાં પરિવર્તન લાવો એવી પણ શક્યતા છે. બપોર પછી નવા વેપારીસોદાનું સાહસ ખેડવું નથી.
લિઓ : આવક-ખર્ચનાં ૫લ્લાં સરભર કરવા ૫ર ધ્‍યાન કેન્દ્રીત કરશો. શૅરદલાલોને સારું માર્જ‍િન રહેશે. બાકી નીકળતી રકમો ચૂકવી દેવા માટે આજે અનુકૂળ દિવસ છે. ભાગીદાર સાથેના સંબંધો વધુ સુમેળભર્યા રહેશે.
વર્ગો : આજે આપના સ્વભાવનાં બે વિરોધાભાસી પાસાં જોવા મળશે. એક તરફ આપ લાગણીઓથી છલકતા હશો તો બીજી તરફ આનાથી વિ૫રિત દરેક જણ સાથે રકઝક કરવાના મૂડમાં હશો.
લિબ્રા : આજે આપ ઘર-પરિવાર તરફ ધ્યાન કેન્દ્રિત કરશો, એના માટે બીજાં બધાં કામ બાજુ પર મૂકી દેશો. ઘરમાં ફેરફાર લાવવાનો આપને વિચાર આવશે અને એના માટે આપ ફર્નિચર તથા કલાકૃતિ ખરીદો.
સ્કૉર્પિયો : આજે આપ પોતાની સમજશક્તિમાં વધારો અનુભવી શકશો. આપ આપની કાર્યક્ષમતાને યોગ્‍ય દિશામાં વાળશો, જેના લીધે આપ સમાજમાં નામ અને પ્રતિષ્ઠા પ્રાપ્‍ત કરી કરશો.
સેજિટેરિયસ : આપ ઘરકામના રોજિંદા કાર્યમાંથી ફુરસદ નહીં મેળવી શકો. આપના પ્રિયપાત્ર સાથે બહાર ફરવા જવાનો કાર્યક્રમ થાય. પ્રસાર માધ્‍યમો સાથે સંકળાયેલા લોકો માટે શુભ અને લાભકારી દિવસ છે.
કેપ્રિકોર્ન : વ્‍યવસાય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ સારો છે. તેઓ સારા વેપારી સંબંધો બાંધી શકશે. નવા પ્રોજેક્ટ કે અગત્યની મીટિંગો, દસ્‍તાવેજો કે કરાર માટે આજનો દિવસ શુભ છે.
એક્વેરિયસ : કારકિર્દીલક્ષી લોકો માટે આજનો દિવસ બહુ ઉત્‍સાહજનક નથી. પ્રગતિના માર્ગમાં અવરોધો આવતા જણાશો. બપોર ૫છીનો સમય કોઈ મહત્ત્વની અને અંગત મુલાકાત માટે અનુકૂળ છે.
પાઇસિસ : આજે આર્થિક ધનલાભની શક્યતા છે. વિદેશી કં૫નીઓ કે એની સાથેના વેપારથી આપને લાભ થશે. આપના પરોપકારી સ્વભાવનો પરિચય થશે. આના કારણે સામાજિક માન પ્રતિષ્ઠા વધશે.

05 September, 2021 07:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

એસ્ટ્રોલૉજી

એટલું યાદ રાખજે કે તું સુખ દેવા માટે પરણી છે, સુખ લેવા માટે નહીં

પરણ્યાના એક જ વર્ષમાં ડૉક્ટર સાથે એ બહેનનું વ્યક્તિત્વ એટલું સમાઈ ગયું કે ઘરના વડીલો સહિત ડૉક્ટર-પતિએ તિજોરીની ચાવી, બૅન્કોની પાસબુક બધું તેમને સોંપી દીધું. 

25 October, 2021 01:10 IST | Mumbai | Swami Sachidanand
એસ્ટ્રોલૉજી

મનમાંથી હુંકાર કાઢે એના હૈયે જ સમર્પણભાવ આવે

સાગર પણ સરિતાનું સ્વાગત કરવા ઘુઘવાટ કરીને ભરતીનાં પ્રચંડ મોજાંઓના બાહુ દ્વારા દૂર-દૂર સુધી સામૈયું લઈ જાય છે. જેમ સરિતા તથા સાગરની કુદરતી પ્રક્રિયા છે એમ સ્ત્રી-પુરુષની પણ કુદરતી પ્રક્રિયા છે.

24 October, 2021 12:17 IST | Mumbai | Swami Sachidanand
એસ્ટ્રોલૉજી

સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું

24 October, 2021 06:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK