કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું?
અઠવાડિક રાશિ ભવિષ્ય
પ્રતીકાત્મક તસવીર
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
તમારી સાથે ખરાબ વર્તન થયું હોય એવું લાગે ત્યારે તમારે બોલતી વખતે સાચવવું. નવું કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે સારો સમય ચાલી રહ્યો છે.
સંબંધો સાચવવા માટે સલાહ : જેમના જીવનસાથી દૂર રહેતા હોય તેમણે કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવો પડી શકે છે. કુંવારાઓ પોતાની અપેક્ષાઓ બાબતે સ્પષ્ટ વિચાર ધરાવતા હશે તો તેમના માટે સારો સમય છે.
ADVERTISEMENT
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
મનમાં હોય એ કહી દેવું, પરંતુ આક્રમક કે ઉદ્ધત થઈને નહીં. જેમના બૉસ ઝીણું કાંતતા હોય તેમણે પોતાને સોંપવામાં આવેલાં કામ સમયમર્યાદાની અંદર પૂરાં કરી દેવાં.
સંબંધો સાચવવા માટે સલાહ : સંબંધને લગતો કોઈ નિર્ણય લેવાનું થાય ત્યારે સાવચેતીપૂર્વક પસંદગી કરજો. તમે સામેની વ્યક્તિની કાળજી લો છો એવું તેમને દર્શાવતું નાનકડું પગલું પણ મોટી અસર કરી જતું હોય છે.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
કોઈ પણ કાનૂની મુદ્દે લાગણીમાં તણાઈને નહીં પરંતુ તાર્કિક રીતે કામ લેજો અને કાયદાની જોગવાઈઓ પ્રમાણે જ વર્તજો. સામાજિક મેળમિલાપમાં વધુપડતું ખાવા-પીવાનું થઈ જાય નહીં એની તકેદારી લેજો.
સંબંધો સાચવવા માટે સલાહ : પરિવારની કોઈ પણ બાબતે બહાર વાતો થતી હોય તો એ પરિસ્થિતિની સચ્ચાઈ જાણી લીધા બાદ જ પ્રતિક્રિયા આપજો.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
સ્વયં રોજગાર કરનારાઓએ સમજી-વિચારીને નિર્ણયો લેવા. જેમને લિવરને
લગતી તકલીફ રહેતી હોય તેમણે પોતાની થોડી વધુ કાળજી લેવી.
સંબંધો સાચવવા માટે સલાહ : બીજાઓ માટે સમસ્યા સર્જતી વ્યક્તિ તમારી દોસ્તી કે સંબંધનું મહત્ત્વ ઘટાડે એવું થવા દેતા નહીં. જેમનું સગપણ થઈ ગયું હોય તેઓ લગ્નના માંડવે ચડી શકે છે.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
પોતાના કાર્યને પ્રગતિના પંથે લઈ જવાને પ્રાથમિકતા આપવી. તમે પોતાના વિશે ધારો છો એના કરતાં વધુ કરવા સમર્થ છો. તમારે હાલ જે કરવાની જરૂર છે એના પર જ લક્ષ કેન્દ્રિત કરજો.
સંબંધો સાચવવા માટે સલાહ : જીવનસાથી માટે ઑનલાઇન સર્ચ કરી રહેલા જાતકોએ સાવચેતી રાખવી. પરિવારની મોટી ઉંમરની કોઈ વ્યક્તિની તબિયત સંભાળવાની જરૂર પડી શકે છે.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
નવા ક્લાયન્ટ કે પ્રોજેક્ટ મેળવવા પ્રયત્નશીલ જાતકોએ પોતાની ક્ષમતાઓને વધુ આંકી લેવાની અને સફળતા મળતાં પહેલાં જ એની ઉજવણી કરી દેવાની ભૂલ નહીં કરવી. સંબંધો સાચવવા માટે સલાહ : જેમનો હાલ કપરો સમય ચાલી રહ્યો હોય તેમણે ધ્યાનમાં રાખવું કે કોઈ એક અચૂક વિકલ્પ મળી રહે એવું જરૂરી નથી. કુંવારાઓએ પોતાની પસંદગીનાં ધોરણો બાબતે સ્પષ્ટતા રાખવી.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
પોતાના માર્ગમાં આવેલી તકોનો સારામાં સારો ઉપયોગ કરી લેવો. ઘણા વખતથી કંઈક કરવા માગતા હો અને એની તક ઊભી થાય તો તરાપ મારીને એને ઝડપી લેજો. જો કોઈ પેપરવર્ક ચાલી રહ્યું હોય તો દરેક કાનૂની વિગતનું પાલન કરજો.
સંબંધો સાચવવા માટે સલાહ: અનેક વિકલ્પોમાંથી પસંદગી કરવાની આવે ત્યારે યોગ્ય નિર્ણય લેજો. સંતાન પ્રાપ્ત કરવા ઇચ્છુક દંપતીઓ માટે સારો સમય ચાલી રહ્યો છે.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
બિનજરૂરી વસ્તુઓ પાછળ ખર્ચ કરવાને બદલે રોકાણો કરવા પર ધ્યાન આપજો. વ્યાયામ કરતી વખતે પીઠ અને ગરદન સંભાળજો, કારણ કે એ ઈજાગ્રસ્ત થવાનું જોખમ છે.
સંબંધો સાચવવા માટે સલાહ : મહત્ત્વના નિર્ણયો પૂરતો વિચાર કર્યા બાદ જ લેજો. અધીરા બનીને કોઈ જ નિર્ણય લેતા નહીં. જે મિત્રતા કે સંબંધનું હવે મહત્ત્વ રહ્યું ન હોય એને તિલાંજલિ આપી દેજો.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
સ્પર્ધાનો સામનો કરવો પડે એવી સ્થિતિ ઊભી થશે એમાં યોગ્ય વિકલ્પની પસંદગી કરજો. તમારા ભૂતકાળની અસર વર્તમાન પર થવા દેતા નહીં.
સંબંધો સાચવવા માટે સલાહ : પેટછૂટી વાતો કરવી હોય તો વિશ્વસનીય વ્યક્તિની પાસેથી જ મદદ લેજો. પરિવારની મોટી ઉંમરની કોઈ વ્યક્તિ સાથેનાં તમારાં સમીકરણ સુધારવા પર ધ્યાન આપજો.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
નવા પ્રોજેક્ટ લેવા ઇચ્છુક સ્વયં રોજગાર કરનારાઓએ ભૂતકાળની ભૂલોમાંથી શીખેલા બોધપાઠને ધ્યાનમાં રાખવો. ખાણી-પીણીમાં કે વ્યાયામમાં અતિરેક કરતા નહીં.
સંબંધો સાચવવા માટે સલાહ: કોઈના પર ગુસ્સો આવ્યો હોય તો પણ એલફેલ બોલતા નહીં, કારણ કે તમને નાની લાગતી આ વાત સંબંધમાં કાયમની ખટાશ લાવી શકે છે. બીજાઓ પર વર્ચસ જમાવવાની ઇચ્છાને કાબૂમાં રાખજો.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
ભૂતકાળની કોઈ પરિસ્થિતિ ફરીથી સામે આવીને ઊભી હોય તો એનો કાયમી હલ લાવવાની દૃષ્ટિએ જ પગલાં ભરજો. કાનૂની બાબતમાં બીબાંઢાળ ન હોય એવો ઉકેલ શોધજો.
સંબંધો સાચવવા માટે સલાહ : સંબંધ ટકાવી રાખવા માટે જે કરવું પડે એ બધું જ કરી છૂટજો. કોઈ પણ સમસ્યા આવીને ઊભી રહે તો યોગ્ય માનસિકતા સાથે જ એનો હલ લાવી શકાશે.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
દરેક પરિસ્થિતિમાં કલ્પનાવિહાર કરવા લાગી જવાને બદલે વાસ્તવિક દૃષ્ટિએ વિચાર કરજો. બજેટ મર્યાદિત હોય એ સ્થિતિમાં ખર્ચ કરવામાં સાવધાની રાખજો.
સંબંધો સાચવવા માટે સલાહ : જો કોઈ નિર્ણય લેવો પડે એમ હોય તો પોતાની અપેક્ષાઓ બાબતે પૂરેપૂરી સ્પષ્ટતા રાખજો. ક્યારેક માણસે પરિસ્થિતિ પ્રત્યે આંખ આડા કાન કરવાને બદલે આકરા નિર્ણયો લઈને એનો સામનો કરવાનો હોય છે.
જો આ સપ્તાહે તમારો જન્મદિવસ હોય....
જેમના પરિવારમાં સંબંધો જટિલ બની ગયા હોય તેમણે કૌટુંબિક નાટકોથી દૂર જ રહેવું સારું. કાનૂની દસ્તાવેજો બનાવી રહ્યા હો તો એને ઝીણવટપૂર્વક ચકાસી લેવા, કારણ કે એમાં તમારા માટે કોઈ પ્રતિકૂળ લખાણ હોઈ શકે છે. તમારી ઉંમર પ્રમાણમાં ભલે નાની હોય, તમારે લાંબા ગાળાની દૃષ્ટિએ આરોગ્યનો વિચાર કરવો.
કૅપ્રિકોર્ન જાતકો કેવા હોય છે?
કૅપ્રિકોર્ન જાતકો પરિશ્રમી અને નમ્ર હોય છે. તેઓ ઉત્તમ આગેવાન બની શકે છે. તેમણે એક વખત કોઈ લક્ષ્ય નક્કી કરી લીધું હોય તો તેઓ એના માટે આવશ્યક બધી જ મહેનત કરવા તૈયાર હોય છે. તેમનું લક્ષ્ય ખૂબ જ લાંબા ગાળાનું હોય તો પણ તેઓ એને પામીને જ રહે છે. તેઓ સામાન્ય રીતે સાવચેતીપૂર્વક રહેનારા હોય છે, પરંતુ જેમ-જેમ તેમની ઉંમર વધે એમ-એમ તેઓ વધુ મોજીલા બની જાય છે અને જીવનને હળવાશથી માણે છે.