ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય
પ્રતીકાત્મક તસવીર
જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ છે
જો તમે યોગ્ય નિર્ણયો લો અને તમારી સામે આવતી તકોનો મહત્તમ ઉપયોગ કરો તો આ આર્થિક રીતે સકારાત્મક સમય છે. જે લોકો પોતાની કરીઅરને આગલા સ્તર પર લઈ જવા માગે છે અથવા કારકિર્દીમાં કોઈ ફેરફાર કરવા માગે છે તેમણે યોગ્ય યોજના બનાવવી જોઈએ. સિનિયરોએ સર્વાંગી દૃષ્ટિકોણથી પોતાની જાતની થોડી વધારાની કાળજી લેવાની જરૂર છે.
સ્કૉર્પિયોની શૅડો સાઇડ
સ્કૉર્પિયન જાતકો કોઈ પાસેથી કંઈક ઇચ્છે તો તેઓ માઇન્ડગેમ રમવામાં માસ્ટર હોઈ શકે છે. ઉશ્કેરવામાં આવે તો તેઓ ખૂબ જ ખરાબ વર્તન કરી શકે છે અને એક જ વાક્યમાં સંબંધનો અંત લાવી શકે છે. આ રાશિનાં જાતકો અત્યંત લાગણીશીલ હોઈ શકે છે અને તેમની લાગણીઓ અને વર્તનને નિયંત્રિત કરવામાં મુશ્કેલી અનુભવી શકે છે. ગુપ્તતાની તેમની ઇચ્છા તેમને અન્ય લોકો સાથે અર્થપૂર્ણ સંબંધો વિકસાવવાથી પણ રોકી શકે છે.
ADVERTISEMENT
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
તમારી કરીઅરને આગલા સ્તર પર લઈ જઈ શકે એવી કોઈ પણ સ્કિલ પર કામ કરો. સિનિયર સિટિઝનોએ જક્કી બન્યા વગર પોતાની જાતની વધુ કાળજી લેવી જોઈએ.
લાઇફ ટિપ : તમારી શક્તિમાં આગળ વધો અને નેતૃત્વની ભૂમિકા લેવામાં ડરશો નહીં. તમારા જીવન પર નિયંત્રણ રાખો અને પીડિત હોવાની કોઈ પણ લાગણીઓને છોડી દો.
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ પર કામ કરનારા માટે આ સમય પૉઝિટિવ છે. મુસાફરીમાં તમારા ફોન, વૉલેટ અથવા મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો જેવી કીમતી વસ્તુઓનું ધ્યાન રાખો.
લાઇફ ટિપ : ક્યારેક એવો સમય આવે ત્યારે અપરંપરાગત વિકલ્પ શ્રેષ્ઠ હોય છે. નવી પરિસ્થિતિઓ અને એમની સાથે વ્યવહાર કરવાની રીત માટે ખુલ્લા રહો.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
પરિસ્થિતિઓનો કાળજીપૂર્વક વિચાર કરો અને કોઈ પણ બિનજરૂરી જોખમો લેવાનું ટાળો. તમને લાગે કે તમે કોઈ વ્યક્તિ અથવા પરિસ્થિતિ પર વિશ્વાસ કરી શકતા નથી તો તમારી અંદરના અવાજને સાંભળો.
લાઇફ ટિપ : યાદ રાખો કે સમૃદ્ધિ ફક્ત નાણાકીય બાબતોમાં જ નહીં પણ સારું સ્વાસ્થ્ય, સુખી સંબંધો અને શાંતિપૂર્ણ રોજિંદા જીવનમાં પણ છે.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
જો તમે થોડા જટિલ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો તો નિયમો અને કોઈ પણ કાનૂની જરૂરિયાતોનું પાલન કરો. બિનજરૂરી વસ્તુઓ પર પૈસા ખર્ચવાનો પ્રયાસ ન કરો.
લાઇફ ટિપ : જો તમે પાછળ હટવા માટે સમય કાઢો, પોતાની અંદર ઝાંખો અને જીવનમાં ખરેખર શું મહત્ત્વનું છે એ યાદ રાખો તો કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિનો યોગ્ય રીતે સામનો કરી શકાય છે.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
કાયદાને ધ્યાનમાં રાખીને કોઈ પણ નાણાકીય પરિસ્થિતિને કાળજીપૂર્વક સંભાળો. જેઓ કમિટેડ રિલેશનશિપમાં છે તેઓ એને આગલા સ્તર પર લઈ જવા માગી શકે છે.
લાઇફ ટિપ : તમે શું શક્ય માનો છો એના વિશે તમારા વિચારને વિસ્તૃત કરો અને તમારી જાતને ભૂતકાળ સુધી મર્યાદિત ન રાખો. જીવનને એક અલગ દૃષ્ટિકોણથી જોવા માટે તૈયાર રહો.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
તકનો મહત્તમ ઉપયોગ કરો અને જે તમારા માટે હવે કામ કરતું નથી તેને છોડી દો. જો તમને સંબંધમાં કોઈ પડકારનો સામનો કરવો પડે તો વધુ પડતું વિચારવાનું ટાળો.
લાઇફ ટિપ : ક્યારે ટકી રહેવું અને ક્યારે દિશા બદલવી એ જાણો. શું કામ કરી શકતું નથી એના કરતાં શું કામ કરી શકે છે એના પર ધ્યાન કેન્દ્રિત કરો અને એ મુજબ તમારી યોજનાઓ બદલો.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
ભલે મુશ્કેલ લાગે, એમ છતાં પણ તમે કરેલા કોઈ પણ વચનને વળગી રહો. સિનિયરોએ તેમના સ્વાસ્થ્ય અને જીવનશૈલીની વાત આવે ત્યારે વ્યવહારુ પસંદગી કરવી જોઈએ.
લાઇફ ટિપ : નિર્ણય લેતાં પહેલાં સ્પષ્ટતા મેળવવા માટે પરિસ્થિતિની સર્વાંગ સમીક્ષા કરો. ક્યારેક સૌથી સરળ ઉકેલ શ્રેષ્ઠ હોય છે.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
જો તમે કોઈ અણધારી પરિસ્થિતિમાં ફસાઈ જાઓ તો ઝડપી પણ સારી રીતે વિચારીને નિર્ણય લો. પરિવાર અને મિત્રો સાથે તમારા મનની વાત કરતાં પહેલાં વિચારો.
લાઇફ ટિપ : તમારાં લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો અને કોઈ પણ ખચકાટ વિના એના પર કામ કરવાનું શરૂ કરો. એવા ડરને છોડી દો જે તમને કોઈ લૂપમાં ફસાવી રાખે છે.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
તમારા મનની વાત કરો, પરંતુ પરિસ્થિતિ ગમે એ હોય નમ્ર અને આદરપૂર્ણ રહેવાનું યાદ રાખો. જીવનશૈલીમાં કોઈ પણ ફેરફાર કરતાં પહેલાં તમારું સંશોધન કરો.
લાઇફ ટિપ : તમારાં શારીરિક અને માનસિક બન્ને સ્થાનોમાંથી ખોટી બાબતોને દૂર કરી દો. નવું આવે એ પહેલાં તમારે જૂનાને છોડી દેવું પડશે.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
તમારા શબ્દ પર અડગ રહો અને તમે આપેલાં કોઈ પણ વચનો કે પ્રતિબદ્ધતાને વળગી રહો. જેઓ તેમના વ્યાવસાયિક નેટવર્કને વિસ્તૃત કરવા માગે છે તેમના માટે આ એક સકારાત્મક સમય છે.
લાઇફ ટિપ : તમારી આંતરિક તાકાત પર વિશ્વાસ કરો અને પરિસ્થિતિ ગમે એ હોય, તમારી જાત પર વિશ્વાસ રાખો. તમારા આંતરિક માર્ગદર્શનને સાંભળો અને એનું પાલન કરો.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
તમે જે પરિસ્થિતિમાં છો એનો શ્રેષ્ઠ ઉપયોગ કરો. ખાતરી કરો કે કોઈ તમારા પર દગો ન કરે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
લાઇફ ટિપ : કોઈ પણ ડરને તમે ઇચ્છો એ જીવન જીવતા અટકાવવા ન દો. જો તમારે કોઈ મહત્ત્વપૂર્ણ પગલું ભરવાની જરૂર હોય તો થોડી હિંમત ખૂબ મદદ કરશે.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
જે લોકો કન્ટ્રોલ કરે એવા બૉસ અથવા મૅનેજર સાથે કામ કરે છે તેમણે કાળજી રાખવાની જરૂર છે કે તેઓ ખોટા ફસાય નહીં. મહત્ત્વપૂર્ણ નિર્ણય સમજદારીપૂર્વક લેજો.
લાઇફ ટિપ : મોટા ચિત્ર પર ધ્યાન કેન્દ્રિત કરો અને વિગતોમાં પોતાને ફસાવા ન દો. ફક્ત એ જ કરો જે ખરેખર મહત્ત્વપૂર્ણ છે અને બીજું બધું છોડી દો.


