ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય
પ્રતીકાત્મક તસવીર
જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય તો
પડકારોનો સામનો કરવા માટે ફોકસ જાળવી રાખો અને તમારો ગોલ શું છે એ બાબતે ખૂબ સ્પષ્ટ રહો. પ્રોફેશનલ અને પર્સનલ જીવન બન્નેમાં શિસ્તબદ્ધ અભિગમ જાળવી રાખવાનું મહત્ત્વપૂર્ણ છે. તમારું ધ્યાન બીજે ક્યાંય પણ ફંટાઈ ન જાય એનું ધ્યાન રાખવું જરૂરી છે. જ્યારે તમે ગુસ્સામાં હો ત્યારે સભાનતાપૂર્વક બોલવાનું ટાળો. તમારી ઉંમરને અનુકૂળ હોય એવી કસરતો તમે રોજ અને નિયમિતરૂપે કરો એનું ધ્યાન રાખો.
સ્કૉર્પિયો જાતકો જીવનસાથી તરીકે
પૅશનેટ અને ખૂબ ભાવુક એવા સ્કૉર્પિયો જાતકો સામાન્ય રીતે જીવનસાથે સાથે ખૂબ ઊંડો સંબંધ ધરાવે છે. તેઓ વફાદાર અને કમિટેડ હોય છે અને પોતાના સાથી પ્રત્યે ખૂબ પઝેસિવ હોય છે. જો પઝેસિવનેસ પર કાબૂ ન રખાય તો તેમની સાથેના સંબંધોમાં તકલીફો પેદા થઈ શકે છે. ખાસ કરીને જ્યારે તેમને ભૂતકાળમાં વિશ્વાસઘાતનો સામનો કરવો પડ્યો હોય તો તેમને કોઈના પર વિશ્વાસ મૂકવામાં તકલીફો પેદા થઈ શકે છે.
ADVERTISEMENT
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
એવી કોઈ પણ ચીજની ચિંતા ન કરો જે તમારી સાથે સંલગ્ન ન હોય અથવા તો તમારા નિયંત્રણની બહાર હોય. ભૂતકાળમાં તમે પૈસાને લઈને કોઈ ભૂલો કરી હોય તો એમાંથી શીખવા જેવું શીખી લેવું.
કરીઅર ટિપ : કોઈ નાનો જણાતો હોય એવો પ્રોજેક્ટ પણ તમે ધારો છો એના કરતાં ઘણો મહત્ત્વનો બની શકે છે જો તમે એને યોગ્ય રીતે હૅન્ડલ કરો તો. તમારા સહકર્મચારીઓ અને ગ્રાહકો સાથે સંવાદમાં સ્પષ્ટ રહો.
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
કોઈ અચાનક આવી પડેલી અથવા તો પડકારજનક પરિસ્થિતિને પોતાની રીતે જ થાળે પડવા દો. આ ઇન્વેસ્ટમેન્ટ કરવા અને નાણાકીય નિર્ણયો લેવા માટે સારો સમય છે.
કરીઅર ટિપ : ગૉસિપ કરવાને કારણે તમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચી શકે છે એટલે એનાથી બને એટલું દૂર જ રહેવું. ઈ-મેઇલ અને મેસેજ મોકલતાં પહેલાં બે વાર ચેક કરી લો.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
પરિવાર સાથે સંકળાયેલી કોઈ પરિસ્થિતિને તમારાથી શક્ય હોય એટલી હકારાત્મકતાથી હૅન્ડલ કરો. જેનું કોઈ પર્ફેક્ટ સમાધાન ન હોય એવી બાબતે મિત્ર સાથે દલીલમાં ઊતરશો નહીં.
કરીઅર ટિપ : કોઈ સહકર્મચારી સાથે અચાનક થયેલી વાતચીતથી તમને મહત્ત્વની માહિતી મળી શકે છે. તમારા પ્રોફેશનલ નેટવર્કને સમજદારીપૂર્વક વાપરો.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
તમે ગમે એટલા વ્યસ્ત રહેતા હો તો પણ તમારા પરિવાર માટે સમય કાઢી લો. હૃદય અથવા તો હાઈ બ્લડ-પ્રેશરને લગતી સમસ્યા ધરાવતા લોકોએ વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે.
કરીઅર ટિપ : જેમાં તમે સ્પષ્ટ ન હો એવી કોઈ પણ પરિસ્થિતિ સાથે સમજી-વિચારીને ડીલ કરો. કોઈ મહત્ત્વના કાનૂની દસ્તાવેજો હોય તો એક નહીં, બે વાર ચેક કરી લો.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
વીતેલી વાતોને ભૂલી જાઓ, પરંતુ જે થઈ ગયું છે એમાંથી શીખી લો જેથી તમે ભૂતકાળમાં કરેલી કોઈ ભૂલ ફરીથી ન કરો. તમે એવી કોઈ અનિચ્છનીય સ્થિતિમાં મુકાઈ જાઓ તો ક્યારે ના પાડવી એ સમજી લેવું જરૂરી છે.
કરીઅર ટિપ : સહકર્મચારીઓ તમને જે કહે છે એને એમ જ માની ન લો. તેમનો એજન્ડા કંઈક જુદો પણ હોઈ શકે છે. જે લોકો પ્રમોશનની અપેક્ષા રાખી રહ્યા હોય તેમના માટે આ સારો સમય છે.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
કોઈ પણ બદલાવ હંમેશાં સારા માટે થાય છે, ભલે શરૂઆતમાં એનાથી થોડી અવ્યવસ્થા ફેલાઈ હોય એવું લાગે. સમસ્યાઓનું સમાધાન મળી શકે છે, એ માટે તમારે પરિસ્થિતિની બારીકાઈઓ પર ધ્યાન આપવું જરૂરી છે.
કરીઅર ટિપ : તમે કામના સ્થળે કોઈ કમ્પેટિટિવ કે સ્ટ્રેસફુલ પરિસ્થિતિમાં મુકાયા હો તો તમારે સમયસર સમસ્યાઓને સંભાળી લેવી, નહીંતર સ્થિતિ બગડી શકે છે. કોઈ નવો પ્રોજેક્ટ ખૂબ ઝડપથી આગળ વધશે.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
જેને પાછળથી સુલઝાવવાનું અઘરું પડે એવા બહુ જટિલ નિર્ણયો લેવાનું ટાળો. કોઈ પણ કાયદાકીય બાબતોમાં સાવધાની અને સ્પષ્ટતા રાખવી બહુ જરૂરી છે.
કરીઅર ટિપઃ અત્યારે તમે જેમ પ્રવાહ જઈ રહ્યો હોય એની સાથે વહો એ જ સારું છે. ભલે નાની વાત હોય કે મોટી, તમારા બૉસ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો બનાવેલા રાખો.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
કોઈ મિત્રની સલાહ પર ધ્યાન આપો અને તમારી પરિસ્થિતિ અનુસાર એમાં જરૂરી બદલાવ કરવાની જરૂર લાગે તો એમ કરો. પૈસાના મામલે સાવધાન રહો અને બિનજરૂરી ખર્ચ કરશો નહીં.
કરીઅર ટિપઃ શિસ્તબદ્ધ અભિગમ રાખવો ખૂબ મહત્ત્વનું છે અને તમારી પ્રાથમિકતાઓ શું છે એ બાબતે પણ સ્પષ્ટ રહેવું જરૂરી છે. કામના સ્થળે ઇમોશનલ અટૅચમેન્ટમાં અટવાવાથી બચો.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
કોઈ પરિસ્થિતિ તમને બહુ મોટી અને પડકારજનક લાગી હોય તો પણ એને સુલઝાવવાનું એટલું મુશ્કેલ નથી જો તમે એને વિશાળ દૃષ્ટિકોણથી જોશો તો. તમે સેફ ઇન્વેસ્ટમેન્ટના વિકલ્પોને જ વળગી રહો.
કરીઅર ટિપઃ જે લોકો કોઈ નવા પ્રોજેક્ટ પર કામ શરૂ કરી રહ્યા હોય તેમણે પ્રોજેક્ટને લગતી દરેક નાની-નાની વાતોની આંટીઘૂંટી સમજવી પડશે. તમારા બૉસ સાથે દલીલમાં ન ઊતરવું.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
જો તમે ખુદને બહુ ઇમોશનલ થઈ ગયેલા જુઓ તો થોડીક પીછેહઠ કરી લો કેમ કે ઇમોશનલ થઈને તમે સાચો નિર્ણય નહીં લઈ શકો. દરેક મુશ્કેલીનો હલ જરૂર હોય જ છે, તમારે એના હલ માટે જરૂરી બદલાવો કરવાની તૈયારી રાખવી જોઈએ.
કરીઅર ટિપઃ જેમના બૉસ કોઈ બીજા શહેર કે દેશમાં રહે છે તેમને મીટિંગ મૅનેજ કરવાની બાબતમાં તકલીફ પડી શકે છે. કામ પર ધ્યાન આપો અને ઑફિસની રાજનીતિથી દૂર રહો.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
આવેશમાં આવીને કોઈ નિર્ણયો ન લેવા. તમારી પાસે જે પણ વિકલ્પો છે એમાં સંતુલન જાળવવાની કોશિશ કરો. નવી સ્કિલ શીખવા માટે સારો સમય છે અને તમે એ સ્કિલમાં નિપુણતા મેળવી શકશો.
કરીઅર ટિપઃ જો તમને લગાતાર તમારા ધ્યેયની પ્રાપ્તિ માટે પ્રયાસ કરતા રહેશો તો જરૂર એ મેળવી શકશો. જેની પર ભરોસો ન કરી શકાય એવા કોઈ પણ સહકર્મચારીથી દૂર જ રહેશો.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
જો તમારે કોઈ મહત્ત્વનો નિર્ણય લેવાનો છે તો તમારી ઇચ્છાઓ બાબતે ખૂબ જ સ્પષ્ટતા રાખવી જરૂરી છે. તમારા ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો પર એક નજર નાખીને એમાં જરૂરી બદલાવો કરવાનો આ શ્રેષ્ઠ સમય છે.
કરીઅર ટિપઃ કોઈ નવા પ્રોજેક્ટની શરૂઆત કરતાં પહેલાં એને બરાબર સમજી લો. સહકર્મચારીઓને કંઈ પણ વિવાદાસ્પદ કહેવાથી બચો કેમ કે તમારા કોઈ પણ વાક્યનો ઉપયોગ તમારી વિરુદ્ધ થઈ શકે છે.


