Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > કિતાબોં મેં ઝુકે હુએ સિર, ઝિંદગી ભર ઉઠે રહતે હૈં!

કિતાબોં મેં ઝુકે હુએ સિર, ઝિંદગી ભર ઉઠે રહતે હૈં!

Published : 27 October, 2026 03:20 PM | Modified : 27 October, 2026 06:24 PM | IST | Mumbai
Jainacharya shree Udayvallabhasuri | feedbackgmd@mid-day.com

શરીરને ખોરાક મળવો જોઈએ અને એ ખોરાક હાઇજીનિક હોવો જોઈએ. શ્વાસમાં લેવા માટે હવા મળવી જોઈએ અને એ ચોખ્ખી હોવી જોઈએ. શરીરને પીવા માટે પાણી મળવું જોઈએ અને એ પીવાલાયક હોવું જોઈએ. શરીરની જેમ જ મનને પણ વિચારોનો પ્રવાહ મળવો જોઈએ.

પ્રતીકાત્મક તસવીર

સત્સંગ

પ્રતીકાત્મક તસવીર


શરીરને ખોરાક મળવો જોઈએ અને એ ખોરાક હાઇજીનિક હોવો જોઈએ. શ્વાસમાં લેવા માટે હવા મળવી જોઈએ અને એ ચોખ્ખી હોવી જોઈએ. શરીરને પીવા માટે પાણી મળવું જોઈએ અને એ પીવાલાયક હોવું જોઈએ. શરીરની જેમ જ મનને પણ વિચારોનો પ્રવાહ મળવો જોઈએ અને એ વિચારો તંદુરસ્ત હોવા જોઈએ. 

સારા વિચારોને પીરસતું કોઈ સારું પુસ્તક જો હાથમાં આવે તો માની લેજો કે એક સારો દોસ્ત મળી ગયો. જીવનમાં સાચા મિત્રો બહુ ઓછા મળે છે, બહુ ઓછાને મળે છે. પુસ્તક એટલે શું? વિદ્વાનો, ચિંતકો દ્વારા વર્ષોના સ્વાનુભવ, નિજી વાંચન, પરિશીલન ચિંતન દ્વારા ઊભા થયેલા સંચિત જ્ઞાનને આપણે ‘પુસ્તક’ કહી શકીએ. વારસામાં મળેલી અઢળક સંપત્તિની જેમ પુસ્તકોમાંથી વૈચારિક વૈભવ મેળવી શકાય છે.



સાત્ત્વિક વાંચન માટે પ્રજાને પ્રેરિત અને પ્રોત્સાહિત કરવા માટે ગયા મહિને સિંગાપોર સરકારે એક નવતર નીતિ ઘડી છે. સરકારે જાહેર કર્યું છે કે વાંચવાના પૈસા મળશે. સપ્ટેમ્બર મહિનાથી સિંગાપોર સરકારે પાંચ વર્ષ માટે એક સ્કીમ જાહેર કરી છે. લોકો રોજ ૧૫ મિનિટ વાંચે. દરેક ૧૫ મિનિટના વાંચન બદલ નાગરિકોને ૨૦ પૉઇન્ટ્સ મળશે અને આવા ૧૦૦૦ પૉઇન્ટ્સ ભેગા થાય એટલે તેના ખાતામાં એક ડૉલરની રકમ જમા થશે. સિંગાપોર સરકાર આવા નવા આવકાર્ય પ્રયોગો માટે જાણીતી છે. અગાઉ સિંગાપોર સરકારે વધુ ચાલે અને અમુક પગલાં પૂરાં કરે એ માટે નાગરિકોને સુપરમાર્કેટની શૉપિંગ કૂપન સ્કીમ મૂકી હતી. હાલ વાંચનને વેગ આપવા આ નવી સ્કીમ લૉન્ચ કરી છે. કદાચ આ એવી મોટી રકમ નથી જ. એમ છતાં આવી પહેલ કરવી એ વાત ચોક્કસ ઘણી મોટી ગણી શકાય. આ પહેલના ઘણા પહેલુ ગણાવી શકાય. 


સૌથી પહેલાં તો વાંચનની સાવ નજીવી થઈ ગયેલી આદતને આ નીતિ નવી ચેતના આપશે. અડધો કલાકનો ખાલી સમય મળતાં જ રીલ જોવાની કે WhatsApp સ્ટેટસ જોવાની ટેવમાં બદલાવ આવશે. સ્ક્રીન-ટાઇમ વધારે પડતો રાખનારને થતી શારીરિક અને માનસિક તકલીફો ઓછી થશે. નવા વિચારોથી વૈચારિક સમૃદ્ધિ વધતાં વ્યક્તિને અનેક રીતે લાભ થશે. સિંગાપોર આમ તો બહુ ટચૂકડો દેશ. જમીન ઓછી પડતાં સતત સમુદ્રમાં પુરાણ કરીને પોતાનો વિસ્તાર વધારતો આ ટાપુ અમદાવાદથી થોડો મોટો વિસ્તાર ધરાવે છે. માંડ ૭૫૦ સ્ક્વેર કિલોમીટર. વસ્તી પણ ૬૦ લાખ આસપાસની જે અમદાવાદ જેટલી જ કે એનાથી ઓછી છે. દેશનું એક નૅશનલ લાઇબ્રેરી બોર્ડ છે. એ બોર્ડે આ જાહેરાત સાથે પોતાની આ નીતિ પાછળનો હેતુ સ્પષ્ટ કરતાં કહ્યું કે અમારો પ્લાન લોકોની આવક વધારવાનો નથી; પંદર-પંદર મિનિટ વાંચીને સિંગાપોરના સરેરાશ નાગરિકને જે રકમ મળવાની છે એની તેને ખાસ પરવા કે અસર ન હોય એ સમજી શકાય, પરંતુ અમારો મુખ્ય ઇરાદો લોકોનું ધ્યાન મોબાઇલની સ્ક્રીન પરથી હટાવવાનો અને સારું સાહિત્ય પકડાવવાનો છે. વાંચન માટેની આ નીતિનો લાભ લેવા માટે નાગરિકે વેબસાઇટ પર નોંધણી કરાવવાની છે અને પોતાનો ડેઇલી રીડિંગ રિપોર્ટ અપડેટ કરવાનો રહેશે. નાના સરખા દેશમાં નૅશનલ લાઇબ્રેરી બોર્ડ સંચાલિત ૨૮ પુસ્તકાલયો છે. એકસોથી વધારે રીડિંગ કૉર્નર છે, જ્યાં વિનામૂલ્ય વાંચી શકાય છે. મૂળભૂત રીતે શિસ્તબદ્ધ, પ્રતિબદ્ધ અને વિચારવંત નાગરિકો પેદા કરવાની સરકારની ઇચ્છા અહીં દેખાય છે. વાંચનથી આ શક્ય બનશે. વાંચનનો મહિમા સમજવા માટે પણ વાંચન... ઝરૂરી બનતા હૈ!

કિતાબોં મેં ઝુકે હુએ સિર, ઝિંદગી ભર ઉઠે રહતે હૈં...


આચાર્ય શ્રી ઉદયવલ્લભ સૂરિ ‘પર્ફેક્ટિંગ યુથ’ કૅમ્પેન થકી જૈન સમાજના યુવાનોમાં સંસ્કરણનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે

- જૈનાચાર્ય શ્રી ઉદયવલ્લભસૂરિ

Whatsapp-channel Whatsapp-channel

27 October, 2026 06:24 PM IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK