Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > Sports Update: કૉમનવેલ્થ કબડ્ડી ચૅમ્પિયનશિપમાં ભારતીય ટીમોએ માર્યો જીતનો ચોગ્ગો

Sports Update: કૉમનવેલ્થ કબડ્ડી ચૅમ્પિયનશિપમાં ભારતીય ટીમોએ માર્યો જીતનો ચોગ્ગો

Published : 27 October, 2026 03:00 PM | Modified : 27 October, 2026 03:10 PM | IST | Ahemdabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમદાવાદમાં આયોજિત કૉમનવેલ્થ કબડ્ડી ચૅમ્પિયનશિપ 2026માં ભારતનો વિજયરથ યથાવત્ છે. ભારતીય વિમેન્સ ટીમે પોતાની ગ્રુપ-સ્ટેજ મૅચો પૂરી કરીને ગ્રુપ Aમાં ટૉપના સ્થાન સાથે સેમી-ફાઇનલમાં ઑફિશ્યલ એન્ટ્રી કરી છે. મેન્સ ટીમે હજી બે ગ્રુપ-સ્ટેજ મૅચો રમવાની બાકી છે

કૉમનવેલ્થ કબડ્ડી ચૅમ્પિયનશિપ

કૉમનવેલ્થ કબડ્ડી ચૅમ્પિયનશિપ


અમદાવાદમાં આયોજિત કૉમનવેલ્થ કબડ્ડી ચૅમ્પિયનશિપ 2026માં ભારતનો વિજયરથ યથાવત્ છે. ભારતીય વિમેન્સ ટીમે પોતાની ગ્રુપ-સ્ટેજ મૅચો પૂરી કરીને ગ્રુપ Aમાં ટૉપના સ્થાન સાથે સેમી-ફાઇનલમાં ઑફિશ્યલ એન્ટ્રી કરી છે. મેન્સ ટીમે હજી બે ગ્રુપ-સ્ટેજ મૅચો રમવાની બાકી છે.

વિમેન્સ ટીમોની ટક્કરમાં ભારતે નાઇજીરિયાને ૩૮-૧૦ના સ્કોરથી હરાવ્યું હતું. ભારતની મેન્સ ટીમે પણ નાઇજીરિયા સામેની ટક્કરમાં ૫૦-૨૩ની સ્કોરલાઇનથી જીત નોંધાવી હતી. ભારતીય મેન્સ ટીમ આજે ૨૭ ઑક્ટોબરે તાન્ઝાનિયા અને ૨૯ ઑક્ટોબરે શ્રીલંકા સામે રમશે.



બિહારમાં આશીર્વાદ સૂર્યવંશીએ ૮૭ બૉલમાં ૧૮ બાઉન્ડરીની મદદથી અણનમ ૧૦૭ રન કર્યા


વૈભવ સૂર્યવંશી હાલમાં સામાન્ય ફૉર્મમાંથી પસાર થઈ રહ્યો છે, પરંતુ તેનો ૧૦ વર્ષનો નાનો ભાઈ આશીર્વાદ સૂર્યવંશી તરખાટ મચાવી રહ્યો છે. હાલમાં બિહારમાં આયોજિત એક સ્થાનિક મૅચમાં સદી ફટકારીને તેણે ટીમને બે વિકેટે જીત મેળવવામાં મદદ કરી હતી.


પપ્પા સંજીવ સૂર્યવંશીએ શૅર કરેલા સ્કોરકાર્ડ અનુસાર આશીર્વાદની ટીમે ૨૮.૫ ઓવરમાં ૧૮૧-૮નો સ્કોર કરીને જીત નોંધાવી હતી. ઓપનર આશીર્વાદે ૧૨૨.૯૯ના સ્ટ્રાઇક-રેટથી ૮૭ બૉલમાં ૧૪ ફોર, ૪ સિક્સની મદદથી અણનમ ૧૦૭ રન ઝૂડ્યા હતા. ગયા જૂન મહિનામાં આવી બે શાનદાર સદી ફટકારીને આશીર્વાદ ચર્ચામાં આવ્યો હતો.

રવીન્દ્ર જાડેજાએ કરાવી કૅરિબિયનો જેવી હેટસ્ટાઇલ

ટીમ ઇન્ડિયાના ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ એક નવા અને આકર્ષક લુકનો ફોટો શૅર કર્યો છે. ૩૭ વર્ષના રવીન્દ્ર જાડેજાએ પોતાની હેરસ્ટાઇલમાં મોટો ફેરફાર કરીને વાળમાં નાની-નાની ચોટલીઓવાળી સ્ટાઇલ અપનાવી છે. આવી સ્ટાઇલ સામાન્ય રીતે કૅરિબિયનો અને આફ્રિકનો કરાવતા હોય છે.

રવીન્દ્ર જાડેજાની ક્રિકેટની સિદ્ધિઓ સહિત તેની હેરસ્ટાઇલ પણ ચર્ચામાં રહે છે. સામાન્ય રીતે લાંબા વાળ, મૂછ-દાઢી રાખતા રવીન્દ્ર જાડેજાના માથા પર થોડા સમય પહેલાં વાંકડિયા વાળ જોવા મળ્યા હતા.

અફઘાનિસ્તાન સામે ક્યારેય T20 સિરીઝ નથી જીત્યું ઝિમ્બાબ્વે

આ હરીફ સામે માત્ર બે T20 મૅચ હારી છે અફઘાની ટીમ

T20 સિરીઝની ટ્રોફી સાથે ઝિમ્બાબ્વેનો કૅપ્ટન સિંકદર રઝા અને અફઘાનિસ્તાનનો કૅપ્ટન ઈબ્રાહિમ ઝાદરાન.

UAE સ્થિત શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં આજથી અફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રણ T20 મૅચની સિરીઝ શરૂ થશે. છેલ્લે બન્ને વચ્ચે નવેમ્બર ૨૦૨૫માં T20 સિરીઝ રમાઈ હતી. 
અફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે ૭ T20 સિરીઝ રમાઈ છે અને તમામમાં અફઘાનિસ્તાન વિજેતા રહ્યું છે. બન્ને ટીમે ૨૦૧૫થી ૨૦૨૫ વચ્ચે ૨૧ T20 મૅચ રમી છે. એમાંથી અફઘાનિસ્તાન ૧૯ મૅચ અને ઝિમ્બાબ્વે બે મૅચ જીત્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

27 October, 2026 03:10 PM IST | Ahemdabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK