Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > જીવનશૈલીમાં સમયોચિત બદલાવ એ રાષ્ટ્રભક્તિની સાંપ્રત વ્યાખ્યા છે

જીવનશૈલીમાં સમયોચિત બદલાવ એ રાષ્ટ્રભક્તિની સાંપ્રત વ્યાખ્યા છે

Published : 03 June, 2026 11:52 AM | IST | Mumbai
Jainacharya shree Udayvallabhasuri | feedbackgmd@mid-day.com

સમય પ્રમાણે પ્રોગ્રેસ થતો રહે છે. દરેક પ્રોગ્રેસ એ ચેન્જરૂપ હોઈ શકે, પણ દરેક ચેન્જ એ પ્રોગ્રેસ નથી હોતો. જીવનજરૂરી રોજિંદી વસ્તુઓની ખરીદીની પૅટર્ન બદલાઈ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સત્સંગ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


‘હેલો! સાંજે ઘરે આવો ત્યારે એક ડઝન સંતરાં લેતા આવજોને!’

ફોન પર આવેલી પત્નીની સૂચનાનો ઑફિસમાંથી નીકળતો પતિ અમલ કરી દેતો. એકાદ વસ્તુ તો આમ મગાવી લેવાતી અને પાંચ-દસ વસ્તુઓ લાવવાની ભેગી થાય ત્યારે ગૃહિણી નીચે ઊતરીને ખરીદી કરી આવે.



સમય પ્રમાણે પ્રોગ્રેસ થતો રહે છે. દરેક પ્રોગ્રેસ એ ચેન્જરૂપ હોઈ શકે, પણ દરેક ચેન્જ એ પ્રોગ્રેસ નથી હોતો. જીવનજરૂરી રોજિંદી વસ્તુઓની ખરીદીની પૅટર્ન બદલાઈ. ઑર્ડર કરો અને ૧૦ મિનિટમાં વસ્તુ ઘરે હાજર! ક્વિક કૉમર્સની આ પૅટર્ન કોરોનાકાળમાં ખાસ્સી વિકસી. હવે એ એક પ્રગતિશીલ નાગરિકની જીવનશૈલીનો હિસ્સો બની ગઈ છે. યુગે-યુગે ટ્રેડિશન બદલાય, પણ હવે બદલાયેલી ટ્રેડિશનને ફેરબદલ કરવાનો સમય છે.


છેલ્લા ત્રણેક માસથી ઈરાન-અમેરિકા તકરારને લીધે વિશ્વભરમાં ઊભી થયેલી કટોકટી વધારે આકરી બની રહી છે. વડા પ્રધાન સ્વયં કહે છે કે આવું જો લાંબું ચાલશે તો ઘણો કપરો કાળ આવશે. વિદેશપ્રવાસો ન કરવાની અને બિનજરૂરી વાહનવ્યવહારો પર રોક લગાવવાની પ્રેરણા પણ તેમણે આપી. બદલાયેલા સંયોગો સિવાય પ્રદૂષણની વૈશ્વિક સમસ્યાને કારણે ક્વિક કૉમર્સ વિચારણીય બને છે.

માત્ર મુંબઈની વાત કરીએ તો રોજના વીસેક લાખ જેટલા ઑર્ડરોને ઝડપથી પહોંચી વળવા માટે હજારો ડિલિવરી બૉય્ઝ મળીને રોજના ૮૦,૦૦૦ લીટર જેટલું પેટ્રોલ-ડીઝલ વાપરે છે અને ૨૫૦ ટન જેટલો કાર્બન ઉમેરાય છે. સમસ્યાની સગડી જ્યારે લાલચોળ બની હોય ત્યારે આ પ્રથા ગંભીર વિચારણા માગે છે.


અમદાવાદમાં માત્ર પાંચ-સાત કંપનીઓ મળીને પોતાના ૮૦ વેરહાઉસમાંથી ૩૦૦૦ ડિલિવરી બૉય્ઝ મારફત રોજિંદી એકાદ લાખથી વધારે સર્વિસ પ્રોવાઇડ કરે છે અને એની અસરરૂપે રોજનું ૪૫૦૦ લીટર પેટ્રોલ-ડીઝલ વપરાય છે અને દિવસભરમાં ૧૩ ટન કાર્બન ઉમેરાય છે. ભારતભરમાં ગણીએ તો આ રીતે રોજના એક કરોડ દસ લાખ આસપાસ સર્વિસ પ્રોવાઇડ થાય છે. જરા વિચારો એને લીધે કાર્બન કેટલો જનરેટ થતો હશે.

પેટ્રોલ-ડીઝલના આ વેડફાટ અને બેસુમાર વધતા પ્રદૂષણને અંકુશમાં લેવા હવે ક્વિક કૉમર્સને બદલે સ્માર્ટ કૉમર્સ શીખવું પડે. રાષ્ટ્રભક્તિ માત્ર સૈનિકોએ નહીં પણ બધા નાગરિકોએ પણ દર્શાવવી પડશે. રાષ્ટ્રભક્તિ માત્ર સીમાડાઓ પર લડવામાં સમાયેલી નથી પરંતુ પોતાની જીવનશૈલીમાં સમયોચિત શુભ ફેરફાર કરવા સુધી વિસ્તરે છે. સમયનો સાદ સાંભળીને હવે ૧૦ મિનિટમાં વસ્તુઓ મગાવવાના ઉતાવળિયા અભિગમને તિલાંજલિ આપવી પડશે. શું દરેક વસ્તુ માત્ર ૧૦ મિનિટમાં જ મળી જવી જરૂરી પણ હોય છે ખરી?

Whatsapp-channel Whatsapp-channel

03 June, 2026 11:52 AM IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK