કમ્ફર્ટ અને સ્ટાઇલનું અદ્ભુત મિશ્રણ ગણાતા ફ્લેર્ડ જીન્સ માત્ર ઊંચાઈનો આભાસ જ નથી કરાવતાં, તમને ઇન્સ્ટન્ટ મૉડલ લુક પણ આપે છે
પ્રતીકાત્મક તસવીર
ફૅશનના ચક્રમાં જૂની સ્ટાઇલ હંમેશાં નવાં રંગરૂપ સાથે પરત ફરે છે. અત્યારે સ્કિની જીન્સનો દબદબો ઓછો થઈ રહ્યો છે અને એની જગ્યાએ ફ્લેર્ડ જીન્સ એટલે કે નીચેથી પહોળાં થતાં જીન્સ ફરી ટ્રેન્ડમાં આવ્યાં છે. બૉલીવુડ સેલેબ્સ હોય કે ગ્લોબલ ફૅશન-આઇકન્સ, દરેકના વૉર્ડરોબમાં અત્યારે ફ્લેર્ડ જીન્સ જોવા મળે છે. જો તમે પણ સામાન્ય લુકથી કંટાળ્યા હો અને મૉડલ જેવો એલિગન્ટ અને લૉન્ગ લેગ્ડ-લુક મેળવવા ઇચ્છતા હો તો કઈ રીતે સ્ટાઇલ કરવું જોઈએ એ મહત્ત્વનું હોય છે.
ફિટિંગ પર આપો ખાસ ધ્યાન
ADVERTISEMENT
ફ્લેર્ડ જીન્સમાં તમારો લુક કેવો લાગશે એનો સંપૂર્ણ આધાર એના ફિટિંગ પર છે. હંમેશાં હાઈ-વેસ્ટ ફ્લેર્ડ જીન્સ પસંદ કરો. એ તમારી કમરને પાતળી બતાવે છે અને પગની લંબાઈ વધારે હોય એવો આભાસ કરાવે છે. ઘૂંટણ સુધી જીન્સ ફિટ હોવાં જોઈએ અને ત્યાંથી નીચે ઘેરાવો વધવો જોઈએ. જો જીન્સ આખાં લૂઝ હશે તો એ તમારી હાઇટને ઓછી બતાવી શકે છે.
બૅલૅન્સ જરૂરી
ફ્લેર્ડ જીન્સ નીચેથી પહોળાં હોવાથી ઉપરનો ભાગ થોડો ફિટેડ રાખવો હિતાવહ છે. તમારા શર્ટ કે ટી-શર્ટને અંદર કરીને પહેરો. આનાથી તમારી બૉડીનો શેપ સુંદર દેખાશે. જો તમે કૅઝ્યુઅલ લુક ઇચ્છતા હો તો ક્રૉપ ટૉપ શ્રેષ્ઠ વિકલ્પ છે. જો તમારે જૅકેટ કે બ્લેઝર પહેરવું હોય તો એને ખભા પર નાખો અથવા ટૂંકું જૅકેટ પસંદ કરો.
ફુટવેઅરની પસંદગી
ફ્લેર્ડ જીન્સ સાથે સૂટ થતું ફુટવેઅર પહેરવું એ સૌથી મહત્ત્વનો નિયમ છે. આ જીન્સ હીલ્સ સાથે સૌથી વધુ સૂટ થાય છે. બ્લૉક હીલ્સ અથવા પ્લૅટફૉર્મ સૅન્ડલ પહેરવાથી જીન્સનો ઘેરાવો જમીનથી થોડો ઊંચો રહેશે અને તમે વધુ ઊંચા લાગશો. જો તમે વિન્ટર કે ફૉર્મલ લુક ઇચ્છતા હો તો અણીદાર બૂટ્સ પહેરો, જે જીન્સની નીચેથી સહેજ દેખાશે અને અત્યંત ક્લાસી લાગશે.
ઍક્સેસરીઝ અને બેલ્ટ
હાઈ-વેસ્ટ જીન્સ પર એક સુંદર બકલવાળો બેલ્ટ તમારા આખા આઉટફિટને લિફ્ટ આપે છે. ફ્લેર્ડ જીન્સ સાથે નાની હૅન્ડબૅગ અથવા સ્લિંગ-બૅગ વધુ સારી લાગે છે. મોટી થેલી જેવી બૅગ તમારા લુકને વધુ પડતો `મેસી` બનાવી શકે છે.
કયા પ્રસંગે કેવો લુક?
- ઑફિસ-લુક માટે તમે ડાર્ક બ્લુ કે બ્લૅક ફ્લેર્ડ જીન્સ સાથે વાઇટ ફૉર્મલ શર્ટ ટક-ઇન કરો, સાથે નાની હીલ્સ પહેરશો તો લુક ફૉર્મલ પણ લાગશે અને તમે ફ્લેર્ડ જીન્સને ઑફિસમાં ફ્લૉન્ટ પણ કરી શકશો.
- પાર્ટીમાં જવું હોય તો સીક્વન્ડ ટૉપ અને હાઈ હીલ્સ સાથે ફ્લેર્ડ જીન્સ બહુ મસ્ત લાગશે. કૅઝ્યુઅલ ડે આઉટમાં પણ ગ્રાફિક ટી-શર્ટ અને સ્નીકર્સ સાથે એને સ્ટાઇલ કરી શકાય, પણ યાદ રાખજો કે જીન્સની લંબાઈ સ્નીકર્સ મુજબ સેટ
કરેલી હોય. - ક્લાસિક ફ્લેર્ડ જીન્સ ઑલરાઉન્ડર છે. જો તમે પહેલી વાર ફ્લેર્ડ જીન્સ ટ્રાય કરી રહ્યા હો તો આ બેસ્ટ છે.
- વાઇડ લેગ જીન્સ કમરથી લઈને નીચે સુધી આખાં લૂઝ હોય છે. આમાં ઘૂંટણ પાસે ફિટિંગ હોતું નથી. વેકેશનમાં, બીચ પર કે મિત્રો સાથે આઉટિંગમાં જવા માટે આ ખૂબ જ આરામદાયક હોય છે.
આની સાથે હંમેશાં ફિટેડ ક્રૉપ ટૉપ પહેરવું જેથી તમે વધારે પડતાં લૂઝ કપડાંમાં દબાઈ ન જાઓ. - બેલબૉટમ્સ રેટ્રો લુક આપે છે. તેથી
થીમ-પાર્ટી, કૉન્સર્ટ કે ભીડમાં અલગ અને બોલ્ડ દેખાવાની ઇચ્છા હોય ત્યારે આ જીન્સ પહેરી શકાય. આવાં જીન્સ વધુ હાઇટ ધરાવતી યુવતીઓ પર સારાં લાગે છે. - સ્લિમ હેમ ફ્લેર્ડ જીન્સ પણ આજકાલની સૌથી લેટેસ્ટ ફૅશન છે. જીન્સના નીચેના ભાગમાં સાઇડમાં અથવા આગળના ભાગમાં કટ હોય છે નાઇટ-પાર્ટી કે
ડેટ-નાઇટ માટે. આ કટના કારણે તમારાં હાઈ હીલ્સ ફુટવેઅર ખૂબ સુંદર રીતે હાઇલાઇટ થાય છે અને ગ્લૅમરસ લુક મળે છે.


