Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > હવે રસોડામાં હૅન્ડલલેસ કૅબિનેટ્સનો ટ્રેન્ડ

હવે રસોડામાં હૅન્ડલલેસ કૅબિનેટ્સનો ટ્રેન્ડ

Published : 28 April, 2026 01:23 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નાના રસોડામાં સ્પેસ-મૅનેજમેન્ટની વાત હોય ત્યારે હવે હૅન્ડલલેસ કૅબિનેટ્સ હૉટ ફેવરિટ બની રહી છે. સફાઈમાં સરળતાની સાથે લુકમાં ક્લાસી હોય એવી ડિઝાઇનો રસોડાની કાયાપલટ કરી રહી છે

હૅન્ડલલેસ કૅબિનેટ્સ

હૅન્ડલલેસ કૅબિનેટ્સ


જો તમે હજી પણ જૂની સ્ટાઇલનાં સ્ટીલ કે પ્લાસ્ટિકનાં હૅન્ડલ્સવાળાં કબાટ વાપરો છો તો કદાચ તમારું કિચન થોડું ઓલ્ડ સ્કૂલ લાગે છે. અત્યારે ટ્રેન્ડ છે સ્લિક, સ્મૂધ અને સીમલેસ લુકનો. મૉડર્ન કિચનમાં હવે હૅન્ડલ્સ ગાયબ થઈ રહ્યાં છે અને એની જગ્યાએ પૉપ-અપ કે ગ્રુવ્ડ ડિઝાઇન્સે એન્ટ્રી મારી છે. રસોડાને પ્રીમિયમ લુક આપવાની સાથે સ્પેસ-મૅનેજમેન્ટમાં માસ્ટરી મેળવતી આ હૅન્ડલલેસ કૅબિનેટ્સમાં અત્યારે માર્કેટમાં કેવા ટ્રેન્ડ ચાલે છે એના પર એક નજર કરીએ.

સ્લિક લુક અને સ્પેસનું નવું ગણિત



હૅન્ડલલેસ કિચન એ માત્ર ટ્રેન્ડ નથી પણ એક સ્માર્ટ ચૉઇસ છે. ખાસ કરીને નાના અપાર્ટમેન્ટ્સમાં જ્યાં કિચનની જગ્યા મર્યાદિત હોય ત્યાં બહાર નીકળેલાં હૅન્ડલ્સ વારંવાર નડે છે અથવા કપડાં ભરાઈ જવાની બીક રહે છે. હૅન્ડલલેસ કૅબિનેટ્સથી રસોડું વધુ મોટું અને ખુલ્લું લાગે છે. એમાં અત્યારે ૩ પ્રકારની હૅન્ડલલેસ કેબિનેટ્સ ટ્રેન્ડમાં છે. પુલ કૅબિનેટ્સ સૌથી પૉપ્યુલર છે. એમાં કૅબિનેટના દરવાજામાં જ અંદરની તરફ J આકારનો ખાંચો પાડેલો હોય છે. તમારે બસ એ ખાંચામાં આંગળીઓ ભરાવીને દરવાજો ખોલવાનો રહે છે. એ દેખાવમાં એકદમ સીમલેસ લાગે છે. જો આવો ખાંચો ન જોઈતો હોય તો પુશ-ટુ-ઓપન મેકૅનિઝમ પણ અપનાવી શકાય. આમાં માત્ર હળવા હાથે કૅબિનેટને ટચ કરવાથી એ પોતાની મેળે ખૂલે છે. એ મૅગ્નેટિક અને સ્પ્રિંગ લોડ સિસ્ટમ પર કામ કરે છે જે કિચનને હાઈ-ટેક ફીલ આપે છે. ગોલા પ્રોફાઇલ પણ અત્યારે લોકોની પસંદ બની રહી છે. આ ઇટાલિયન સ્ટાઇલના મેકૅનિઝમમાં કૅબિનેટના શટરની પાછળ ઍલ્યુમિનિયમની ચૅનલ બેસાડવામાં આવે છે જે ફિંગર-પુલ માટે પૂરતી જગ્યા આપે છે. આ ચૅનલ મેટાલિક અથવા બ્લૅક ફિનિશમાં હોવાથી રસોડાને લક્ઝુરિયસ અને કૉન્ટ્રાસ્ટ લુક આપે છે.


હૅન્ડલલેસ કૅબિનેટના ફાયદા

હૅન્ડલની આસપાસ જામતી તેલની ચિકાશ સાફ કરવી માથાનો દુખાવો હોય છે. હૅન્ડલલેસ ડિઝાઇનમાં સપાટી પ્લેન હોવાથી એક જ વાઇપમાં કબાટ ચમકી જાય છે.


ઘરમાં નાનાં બાળકો હોય તો તેમના માટે હૅન્ડલ વાગવાની શક્યતા વધુ રહે છે. હૅન્ડલલેસ ડિઝાઇન આ જોખમને શૂન્ય કરી દે છે.

આ ડિઝાઇન ક્યારેય આઉટડેટેડ લાગતી નથી. એ રસોડાને ફ્યુચરિસ્ટિક લુક આપે છે. બધી જ કૅબિનેટ્સ હૅન્ડલલેસ રાખવી જરૂરી નથી. ઉપરની કેબિનેટ્સ હૅન્ડલલેસ અને નીચેનાં ડ્રૉઅર્સમાં ક્લાસી પ્રોફાઇલ હૅન્ડલ્સ લગાવો. આવો મિક્સ લુક પણ અત્યારે લોકો પસંદ કરી રહ્યા છે.

શું ધ્યાનમાં રાખવું?

હૅન્ડલલેસ કિચન બનાવતી વખતે ફિંગરપ્રિન્ટ્સ એક સમસ્યા બની શકે છે. તેથી જો તમે આ ટ્રેન્ડ અપનાવવા માગતા હો તો મેટ ફિનિશ અથવા ઍન્ટિ-ફિંગરપ્રિન્ટ લૅમિનેટ્સ પસંદ કરવી હિતાવહ છે.

Whatsapp-channel Whatsapp-channel

28 April, 2026 01:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK