આ રંગે હવે આઇવરી શેડની જગ્યા લઈ લીધી હોવાથી આલિયા ભટ્ટથી લઈને કૅટરિના કૈફ સુધીની અભિનેત્રીઓએ એને અલગ-અલગ રીતે સ્ટાઇલ કરીને યુવતીઓને નવા અને ફ્રેશ વાઇબ આપતા ફૅશન-ગોલ્સ આપ્યા છે
અનન્યા પાંડે, દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ
ગ્લોબલ લેવલ પર ટ્રેન્ડ થઈ રહેલો અને પૅન્ટોન કલર ઑફ ધ યર રહેલો ક્લાઉડ ડાન્સર કલર ભલે પહેલી નજરે સાદો સફેદ રંગ લાગે, પણ આપણા દેશના ટોચના આઇકન્સ જે રીતે એને સ્ટાઇલ કરી રહ્યા છે એ સાબિત કરે છે કે આ રંગને અન્ડરએસ્ટિમેટ ન કરવો જોઈએ. આ રંગે હવે આઇવરી શેડની જગ્યા લઈ લીધી હોવાથી આલિયા ભટ્ટથી લઈને કૅટરિના કૈફ સુધીની અભિનેત્રીઓએ એને અલગ-અલગ રીતે સ્ટાઇલ કરીને યુવતીઓને નવા અને ફ્રેશ વાઇબ આપતા ફૅશન-ગોલ્સ આપ્યા છે.
કૉર્સેટ ફૅશન
ADVERTISEMENT
અનન્યા પાંડેએ તેના લેટેસ્ટ ફોટોશૂટમાં જયપુરનાં દિવંગત મહારાણી ગાયત્રીદેવીને શ્રદ્ધાંજલિ આપવા વિન્ટેજ લુક અપનાવ્યો હતો. સફેદ કટવર્કવાળી સાડી વિન્ટેજ કૉર્સેટ સાથે પેર કરી હતી. કૉર્સેટની ફિનિશિંગ મિડ ટ્વેન્ટીઝની વાઇબને પર્ફેક્ટ્લી ફ્લૉન્ટ કરી રહી હતી ત્યારે આઉટફિટની સાથે તેણે એમરલ્ડ જ્વેલરી તથા પર્લ્સ અને ડાયમન્ડ નેકપીસ અને ઇઅર-રિંગ્સ પહેર્યાં હતાં જે તેના લુકને વધુ શાર્પનેસ સાથે વિન્ટેજ બનાવી રહ્યા હતા.
પાવરફુલ ડ્રેસિંગ
અભિનેત્રી દીપિકા પાદુકોણે પણ તાજેતરમાં ક્લાઉડ ડાન્સર શેડમાં એક ટાઇલ વાઇટ આઉટફિટ પહેર્યો છે. સફેદ પૅન્ટ અને સ્ટાઇલિશ ટૅન્ક ટૉપ પેર કરીને એની સાથે ઓવરસાઇઝ્ડ ટ્રેન્ચ કોટ સ્ટાઇલ કર્યો છે. જ્વેલરીની વાત કરીએ તો તેણે આવા આઉટફિટ સાથે હૂપ ઇઅર-રિંગ્સ, લેયર્ડ નેકલેસ અને બ્લૅક લેધર ગ્લવ્સ પહેર્યાં છે જે તેના લુકને પાવરફુલ ફિનિશિંગ આપે છે. ઈવનિંગ ઇવેન્ટ્સમાં આવી બોલ્ડ ડ્રેસિંગ સ્ટાઇલને અપનાવી શકાય.
વિન્ટેજ ડ્રામા
આલિયા ભટ્ટ પણ જે ફૅશનને અપનાવે એ સ્ટાઇલ-સ્ટેટમેન્ટ બની જાય છે. થોડા સમય પહેલાં તેણે ત્રણ દાયકા પહેલાં પહેરાયેલું આઇકૉનિક આઇવરી જર્સી ગાઉન પહેર્યું હતું. તેના લુકને ડીકોડ કરીએ તો ડ્રેસમાં સાઇડ કટ્સ અને ઓવરસાઇઝ્ડ બકલ બેલ્ટવાળા લુકની સાથે મિનિમલ મેકઅપ રાખીને આલિયાએ વિન્ટેજ ડ્રામાને મૉડર્ન ટચ આપીને બહુ સારી રીતે બૅલૅન્સ કર્યો છે.
ફ્યુઝન વાઇબ
મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી ફૅશન-ફૉર્વર્ડ પર્સનાલિટી છે. હંમેશાં તે ફૅશનમાં કંઈક નવીનતા લાવતી હોય છે. થોડા સમય પહેલાં તેનો એક લુક વાઇરલ થયો હતો જેમાં તેણે સૉફ્ટ શિમરી વાઇબ્સ આપતા સિલ્ક ફૅબ્રિકના સ્કર્ટ સાથે ક્લાઉડ ડાન્સર એટલે કે સૉફ્ટ ઑફવાઇટ શેડના વાઇટ કલરનું પરંપરાગત ચંદેરી ફૅબ્રિકનું શર્ટ પહેર્યું છે જે તેના લુકને પર્ફેક્ટ બનાવે છે. ઍક્સેસરીમાં તેણે ગોલ્ડ એમ્બ્રૉઇડરી વર્કવાળો બેલ્ટ પહેર્યો છે અને હાથમાં ક્લચની સાથે પરફ્યુમની નાની બૉટલ રાખીને બે ઍક્સેસરી એકસાથે કૅરી કરવાનો નવો ટ્રેન્ડ બનાવ્યો છે. તેના પૉલિશ્ડ લુકની જેમ તમે પણ આવા લુકને સહેલાઈથી અપનાવી શકો છો.
ફેધર્સનું ગ્લૅમર
કૅટરિના કૈફનો બૉડી-હગિંગ મિની ડ્રેસ તેના લુકમાં ડ્રામા ઍડ કરે છે. તેના લુકમાં શોલ્ડર પરનું ફેધર્ડ ડીટેલિંગ તેના લુકને વધુ ડ્રામેટિક બનાવી રહ્યું છે. વિન્ટરની સીઝનમાં ઑફવાઇટ કલરના આવા ડ્રેસને ફૅશનની દુનિયામાં આઇડિયલ માનવામાં આવે છે ત્યારે સેન્ટર પાર્ટેડ હેરસ્ટાઇલ, ગ્લોઇંગ મેકઅપ અને સ્ટેટમેન્ટ ટર્કવૉઇસ ઇઅર-રિંગ્સ સાથે કૅટરિનાએ એકદમ ક્લીન અને ફ્રેશ લુક અપનાવ્યો છે.


