Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > રફ-ઍન્ડ-ટફ કાર્ગો પૅન્ટ હવે બન્યાં પાર્ટી-પર્ફેક્ટ

રફ-ઍન્ડ-ટફ કાર્ગો પૅન્ટ હવે બન્યાં પાર્ટી-પર્ફેક્ટ

Published : 28 September, 2026 02:40 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

થોડા સમય પહેલાં સુધી કાર્ગો પૅન્ટ સ્પોર્ટી સ્ટ્રીટ-સ્ટાઇલનો પર્યાય ગણાતાં હતાં. જોકે હવે કાર્ગો ફક્ત કૅઝ્યુઅલ નથી રહ્યાં. એ સિલ્ક, સૅટિન અને લિક્વિડ શાઇન ધરાવતા ફૅબ્રિક્સમાં ઈવનિંગ પાર્ટીઝનું સૌથી ચિક સ્ટેટમેન્ટ-પીસ બની ગયાં છે

કાર્ગો પૅન્ટ સ્ટાઇલિંગ

કાર્ગો પૅન્ટ સ્ટાઇલિંગ


થોડા સમય પહેલાં સુધી કોઈને પાર્ટીમાં કાર્ગો પૅન્ટ પહેરીને જવાનું કહો તો કદાચ લોકો આશ્ચર્યથી જોતા રહી જાય; કારણ કે કાર્ગો પૅન્ટ હંમેશાં ટ્રાવેલિંગ, ટ્રેકિંગ કે પછી સ્પોર્ટી સ્ટ્રીટ-સ્ટાઇલનો જ પર્યાય ગણાતાં હતાં. ઢીલાં ખિસ્સાં અને રફ કૉટન ફૅબ્રિકને કારણે એ માત્ર કમ્ફર્ટ માટે પહેરાતાં. જોકે ફૅશનની દુનિયામાં ક્યારે કયો ટ્રેન્ડ પલટો મારે એ કહેવું મુશ્કેલ છે. હવે આ રફ લુક ધરાવતા કાર્ગો પૅન્ટે પાર્ટીમાં એન્ટ્રી કરી લીધી છે. સિલ્ક, સૅટિન અને ગ્લૉસી શાઇન ધરાવતા ફૅબ્રિક્સમાં તૈયાર થયેલાં કાર્ગો પૅન્ટ અત્યારે ઈવનિંગ પાર્ટીઝ માટે ટ્રેન્ડી સ્ટેટમેન્ટ-પીસ બની ગયાં છે.

કૅઝ્યુઅલમાંથી ગ્લૅમરસ કેવી રીતે બન્યાં?



કાર્ગો પૅન્ટની ખરી ઓળખ એનાં સાઇડ પૉકેટ્સ છે. ડિઝાઇનર્સે આ પૉકેટ્સને હટાવ્યા વિના આખા પૅન્ટના ફૅબ્રિક અને કટને સાવ નવો અંદાજ આપી દીધો છે.
લક્ઝુરિયસ ફૅબ્રિક્સ : કૉટન અને ડેનિમની જગ્યાએ હવે સિલ્ક અને લિક્વિડ સૅટિન જેવું સૉફ્ટ અને ચમકદાર કાપડ વપરાય છે, જે સાંજની લાઇટ્સમાં ખૂબ રિચ લુક આપે છે.
સ્લિક ફિટિંગ : પહેલાં જેવાં ફૂલેલાં બૉક્સી પૉકેટ્સને બદલે હવે ફ્લૅટ અને સ્લિક પૉકેટ્સ રાખવામાં આવે છે, જેથી પૅન્ટનો ફ્લો બૉડી સાથે સરસ રીતે બેસી જાય.


પાર્ટી માટે કેવી રીતે કરશો સ્ટાઇલ?

કોર્સિટ કે ફિટેડ ટૉપ્સ : સૅટિન કાર્ગો સામાન્ય રીતે વાઇડ લેગ કે ફ્લોઈ હોય છે. તેથી લુકને બૅલૅન્સ કરવા માટે ઉપર ફિટેડ ક્રૉપ ટૉપ, બૉડીસૂટ કે સ્ટ્રક્ચર્ડ કોર્સિટ પહેરો.
ઓવરસાઇઝ્ડ બ્લેઝર : સ્માર્ટ અને પાવરફુલ લુક જોઈતો હોય તો સિલ્ક કાર્ગો સાથે સ્લીવલેસ ટૉપ અને ઉપર ઓવરસાઇઝ્ડ બ્લેઝર કૅરી કરી શકાય.
સ્નીકર્સ નહીં, હીલ્સ : આ ટ્રેન્ડની ખાસિયત જ એ છે કે એને સ્પોર્ટી શૂઝને બદલે પેન્સિલ હીલ્સ, સ્ટ્રેપી સૅન્ડલ્સ કે પૉઇન્ટેડ બેલી સાથે પેર કરવામાં આવે છે.
રિચ કલર્સની પસંદગી : પાર્ટીવેઅર માટે પેસ્ટલ કરતાં વાઇન રેડ, એમરલ્ડ ગ્રીન, શૅમ્પેન, ચૉકલેટ બ્રાઉન કે ક્લાસિક બ્લૅક જેવા કલર્સ વધુ ઉઠાવ આપે છે.


મિનિમલ જ્વેલરી સાથે પૂરો કરો લુક

સૅટિન અને સિલ્ક ફૅબ્રિક પોતાની રીતે જ શાઇની હોય છે એટલે એની સાથે વધારે પડતાં ભારે ઘરેણાં પહેરવાની જરૂર નથી રહેતી. માત્ર એક સ્ટેટમેન્ટ ઇઅર-રિંગ્સ, હાથમાં સ્લિક કફ અથવા ઘડિયાળ અને એક ક્લચ બૅગ આખા લુકને આકર્ષક બનાવવા માટે પૂરતાં છે.

Whatsapp-channel Whatsapp-channel

28 September, 2026 02:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK