Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > એક ડ્રેસમાં ૨૬ રાજ્યોની મહેક

એક ડ્રેસમાં ૨૬ રાજ્યોની મહેક

Published : 15 May, 2026 11:27 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વર્ષે ન્યુ યૉર્કમાં થયેલા મેટ ગાલામાં ભારતીય ફૅશનને સાંસ્કૃતિક રીતે નવી ઊંચાઈએ પહોંચાડવાનું કામ કર્યું છે ઈશા અંબાણીએ પ્રી-પાર્ટીમાં પહેરેલા ગાઉને

આ વર્ષના મેટ ગાલામાં ભારતીય પ્રતિનિધિત્વને નવી ઊંચાઈએ પહોંચાડનાર નામ હતું ઈશા અંબાણી

આ વર્ષના મેટ ગાલામાં ભારતીય પ્રતિનિધિત્વને નવી ઊંચાઈએ પહોંચાડનાર નામ હતું ઈશા અંબાણી


ભારતનાં ૨૬ રાજ્યોની આગવી એમ્બ્રૉઇડરી એક જ ડ્રેસમાં વણી લઈને દેશના એમ્બ્રૉઇડરીના કલ્ચરલ હેરિટેજને વૈશ્વિક સ્તરે પહોંચાડનારા આ માસ્ટરપીસની ખાસિયતો જાણીએ...

ભારતનાં ૨૬ રાજ્યોની આગવી એમ્બ્રૉઇડરી એક જ ડ્રેસમાં વણી લરાજુલ ભાનુશાલી વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ફૅશન ઇવેન્ટ્સમાંની એક એવા મેટ ગાલામાં દર વર્ષે અનેક જાણીતા ચહેરાઓ પોતાના અનોખા અને ભવ્ય પરિધાનથી સૌનું ધ્યાન ખેંચે છે. આ વર્ષના મેટ ગાલામાં ભારતીય પ્રતિનિધિત્વને નવી ઊંચાઈએ પહોંચાડનાર નામ હતું ઈશા અંબાણી.



ઈશા અંબાણીએ પ્રી-પાર્ટીમાં પહેરેલો બૉર્ડરવાળો ગાઉન માત્ર એક ડ્રેસ નહોતો પરંતુ ભારતીય હસ્તકલા અને પરંપરાનું સુંદર સમન્વય હતું. આ ગાઉનમાં ભારતની પરંપરાગત કળાકારીગરીને આધુનિક ફૅશન સાથે અદ્ભુત રીતે જોડવામાં આવી હતી. આ ગાઉન માત્ર એક સુંદર આઉટફિટ નહોતું, ભારતની સંસ્કૃતિ અને વારસાની કહાણીનું પ્રતીક હતું. ઈશાની આ પસંદગી એ વાતનો પુરાવો છે કે ભારતીય ફૅશન હવે વૈશ્વિક મંચ પર આત્મવિશ્વાસ સાથે પોતાની ઓળખ બનાવી રહી છે.


ફૅશનજગતમાં આ બાબતે અમે મુંબઈનાં ફૅશન-ડિઝાઇનર નિશા ગોસલિયા સાથે વાત કરી. નિશા કહે છે, ‘આ લુક મનીષ મલ્હોત્રાનું વિઝન છે અને એને પોતાની સ્ટાઇલિંગથી કંડાર્યું છે અનાહિતા શ્રોફે. ઈશા અંબાણીએ એને ખૂબ ગ્રેસફુલ્લી કૅરી કરીને ટ્રેડમાર્ક ક્લાસ આપ્યો છે. આ ડ્રેસમાં ૨૬ વિશિષ્ટ બૉર્ડર યુઝ થઈ છે. દરેક બૉર્ડર બેથી ૩ ઇંચની છે અને એમાં ક્લીન ફૅબ્રિક પૅનલિંગ કરેલું છે.’

ભારતની વિવિધ પરંપરાગત કારીગરીને પ્રતિબિંબિત કરતા આ ગાઉનની ડિઝાઇનમાં નીચેનાં રાજ્યોની કલાત્મક ઓળખ જોવા મળે છે. આ ડ્રેસમાં ઉત્તર પ્રદેશનું જરીવર્ક, મેટાલિક ગોલ્ડ હૅન્ડવર્ક યુઝ થયું છે. પારસી કમ્યુનિટીની ગારા એમ્બ્રૉઇડરી જેમાં ફાઇન સિલ્ક ટ્રેડ વિથ ફ્લોરલ મોટિફ્સ છે. ગુજરાતનું મિરરવર્ક એટલે કે આભલાકામ, કચ્છની કઢાઈ છે જેમાં રંગીન દોરાથી ભરતકામ કરવામાં આવે છે. રાજસ્થાનની ગોટાપટ્ટી, ઝરી અને પરંપરાગત રાજસ્થાની મોટિફ્સ, પંજાબનું ફૂલકારી ભરત જેમાં ફૂલ અને અકારીની ડિઝાઇન હોય છે, ઉત્તર પ્રદેશની ચિકનકારી જેમાં નાજુક અને સફેદ દોરાથી કરવામાં આવતી હસ્તકલા હોય છે, પશ્ચિમ બંગાળનું કાંથા સ્ટિચ, કાશ્મીરની ટિલ્લા કઢાઈ, તામિલનાડુનું કાંજીવરમ સિલ્ક યુઝ થયું છે જેમાં ટેમ્પલ બૉર્ડર અને ઝરી મોટિફ્સની ડિઝાઇન છે, મહારાષ્ટ્રની અત્યંત ફેમસ પૈઠણી બૉર્ડર જેમાં મોર અને પરંપરાગત ડિઝાઇન હોય છે, આંધ્ર પ્રદેશ-તેલંગણનું ઇકતવર્ક જેમાં જ્યોમેટ્રિક અને રંગીન ડિઝાઇન કરવામાં આવે છે, મધ્ય પ્રદેશનું મહેશ્વરી સિલ્ક અને ઉત્તર પ્રદેશનું બનારસી બ્રૉકેડ મોગલ ગોલ્ડ ડિઝાઇન સાથે બનાવવામાં આવ્યું છે.


નિશા કહે છે, ‘આ ડ્રેસ બનાવવામાં મોટા ભાગે હોરિઝૉન્ટલ લેયર્સમાં ગોલ્ડ, રેડ અને ગ્રીનના શેડ્સ યુઝ થયા છે અને એને જ કારણે એકદમ સુંદર સ્ટ્રક્ચર આવ્યું છે. આ ગાઉન બનાવવામાં ૪૫૦ માનવ-કલાક લાગ્યા છે. આમાં મનીષ મલ્હોત્રાએ નીતા અંબાણીની સ્વદેશ બ્રૅન્ડ સાથે કોલૅબરેશન કર્યું છે. આ ડ્રેસને આપણે લિવિંગ સ્ટ્રેપેસ્ટ્રી કહી શકીએ. ઈસ્ટ, વેસ્ટ, નૉર્થ, સાઉથ – બધાં જ રાજ્યોની ખાસિયતોને એમાં વણી લેવાઈ છે. આ માધ્યમથી તેમણે આપણા કલાકારોનું માન-સન્માન વધાર્યું છે. મારા હિસાબે આ એક કૉસ્ચ્યુમ નથી, નૉસ્ટાલ્જિયા પણ નથી પણ બ્રેથટેકિંગ ફૅશન છે જેના દરેક તંતુમાં એક વાર્તા વણાયેલી છે. ભારતીય પરંપરા, કળા અને ભવ્યતાની વાર્તા. ભારતીય ફૅશનને ઈશાના આ લુકથી અનોખી ઊંચાઈ મળી છે. આ લુક પરંપરા અને આધુનિકતાના પ્રતિબિંબ સમાન છે જે ફૅશનની દુનિયામાં વર્ષો સુધી યાદ રહેશે.’

Whatsapp-channel Whatsapp-channel

15 May, 2026 11:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK