Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > હવે બે ડિફરન્ટ પ્રિન્ટ્સને પર્ફેક્ટ બૅલૅન્સ કરીને સ્ટાઇલ કરવાનો ટ્રેન્ડ

હવે બે ડિફરન્ટ પ્રિન્ટ્સને પર્ફેક્ટ બૅલૅન્સ કરીને સ્ટાઇલ કરવાનો ટ્રેન્ડ

Published : 17 September, 2026 09:29 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બે અલગ પ્રિન્ટને યોગ્ય રીતે મિક્સ કરીને ક્લાસી અને મૉર્ડન લુક મેળવી શકાય છે. કલર પેલેટ, પ્રિન્ટનું કદ અને પ્રપોર્શનનું ધ્યાન રાખો. સ્ટ્રાઇપ્સ સાથે ફ્લોરલ, ડૉટ્સ સાથે ચેક્સ અને ઍબ્સ્ટ્રેક્ટ સાથે માઇક્રો-પ્રિન્ટ અજમાવો.

ઍબ્સ્ટ્રૅક્ટ પ્રિન્ટ

ઍબ્સ્ટ્રૅક્ટ પ્રિન્ટ


ફૅશન અને સ્ટાઇલિંગની દુનિયામાં પૅટર્ન ક્લૅશ અથવા પ્રિન્ટ-ઑન-પ્રિન્ટનો ટ્રેન્ડ હંમેશાં આકર્ષક રહ્યો છે. ઘણા લોકોને એવું લાગે છે કે બે અલગ-અલગ પ્રિન્ટ કે પૅટર્નવાળાં કપડાં એકસાથે પહેરવાથી લુક વિચિત્ર કે ઓવર ધ ટૉપ લાગશે. જોકે યોગ્ય કલર પેલેટ, સ્કેલિંગ અને પ્રપોર્શનની સમજ હોય તો બે સાવ જુદી પ્રિન્ટ્સનો સમન્વય ખૂબ જ ક્લાસી, મૉર્ડન અને બોલ્ડ લુક 
આપી શકે છે. લુકમાં બૅલૅન્સ જાળવીને પ્રિન્ટ્સને મિક્સ ઍન્ડ મૅચ કરવા માટે કેટલીક મહત્ત્વની સ્ટાઇલ ટેક્નિક્સ ધ્યાનમાં રાખવી જરૂરી છે.

પ્રિન્ટ્સ મિક્સ કરતી વખતે ધ્યાન



બે જુદી-જુદી પ્રિન્ટ્સને જોડતો સૌથી મોટો સેતુ રંગ છે. જો તમારા ટૉપ અને બૉટમમાં ઓછામાં ઓછો એક કલર કૉમન હશે તો બન્ને પ્રિન્ટ્સ અલગ હોવા છતાં એકબીજા સાથે સુમેળ સાધશે.
બન્ને પ્રિન્ટ્સ એકસરખી સાઇઝની ન હોવી જોઈએ. જો એક કપડા પર મોટી અને બોલ્ડ પ્રિન્ટ હોય તો બીજા કપડા પર નાની અથવા ઝીણી પ્રિન્ટ પસંદ કરવી જોઈએ. આનાથી દૃશ્ય-સંતુલન જળવાઈ રહે છે.
જો તમને કલર કૉમ્બિનેશનમાં કન્ફ્યુઝન થાય તો બ્લૅક, વાઇટ, ગ્રે, કૅમલ અથવા નેવી બ્લુ જેવી ન્યુટ્રલ બેઝ ધરાવતી પ્રિન્ટ્સથી શરૂઆત કરો. ન્યુટ્રલ પ્રિન્ટ્સ એકબીજા સાથે સરળતાથી સેટ થઈ જાય છે.
આખા લુકમાં જો ફક્ત પ્રિન્ટ્સ જ હશે તો એ બોર લાગશે, પણ એને બૅલૅન્સ કરવા માટે વચ્ચે સૉલિડ કલરનું જૅકેટ, બેલ્ટ કે પ્લેન દુપટ્ટો કે સ્કાર્ફ સ્ટાઇલ કરી શકાય.


પ્રિન્ટ કૉમ્બિનેશન

પ્રિન્ટ્સને મિક્સ કરીને સ્ટાઇલિશ લુક મેળવવા માટે યોગ્ય કૉમ્બિનેશન પસંદ કરવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સ્ટ્રાઇપ્ડ ટૉપ સાથે ઝીણી ફ્લોરલ પ્રિન્ટનું સ્કર્ટ કે પૅન્ટ પહેરવાથી એકદમ કૅઝ્યુઅલ અને સિમ્પલ લુક મળે છે. આ એક ખૂબ જ નૅચરલ અને બૅલૅન્સ્ડ પેરિંગ છે. નાનાં ડૉટ્સ ધરાવતા વસ્ત્ર સાથે ચેક્સવાળી પૅટર્નનું મૅચિંગ કરવાથી લુક ચિક અને કન્ટેમ્પરરી બને છે. આ મિશ્રણ આઉટફિટને મૉડર્ન અને સ્માર્ટ ટચ આપે છે. બોલ્ડ ઍબ્સ્ટ્રૅક્ટ પ્રિન્ટ સાથે હળવી માઇક્રો-પ્રિન્ટ કે ટેક્સ્ચરલ ડિઝાઇન ભેગી કરવાથી સ્ટેટમેન્ટ અને આકર્ષક લુક તૈયાર થાય છે. જો તમારે થોડો અલગ અને ખાસ લુક ક્રીએટ કરવો હોય તો આ પૅરિંગ શ્રેષ્ઠ છે.


લુક ઓવર ન લાગે એ માટે ટિપ્સ

જ્યારે કપડાંમાં જ બે અલગ પ્રિન્ટ્સનો પ્રયોગ થઈ રહ્યો હોય ત્યારે દાગીના, બૅગ અને પમ્પ/શૂઝ એકદમ પ્લેન અને સૉલિડ કલરનાં રાખવાં. ઓવર-એક્સેસરીઝ લુકને વિખેરાયેલો બનાવી દે છે.
 માત્ર પ્રિન્ટ જ નહીં, કાપડનું ટેક્સ્ચર પણ મહત્ત્વનું છે. એક ખૂબ જ ભારે સિલ્ક અને બીજું સાદું કૉટન એકસાથે અસ્વાભાવિક લાગી શકે છે. કાપડનો ફ્લો અને વજન મળતાં આવતાં 
હોવાં જોઈએ.
 ફેસ પર વધુ પડતો ડાર્ક મેકઅપ અને ભભકાદાર હેરસ્ટાઇલ પ્રિન્ટ-ઑન-પ્રિન્ટના આઉટફિટ સાથે 
મેળ નથી ખાતાં. સૉફ્ટ અને 
ક્લીન લુક આઉટફિટને હાઇલાઇટ થવા દેશે.
 પ્રિન્ટ-ઑન-પ્રિન્ટ લુકમાં તમારી બોડી-લૅન્ગ્વેજ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જો તમે કપડાંમાં અસ્વસ્થ હશો તો લુક નિખરીને નહીં આવે.

Whatsapp-channel Whatsapp-channel

17 September, 2026 09:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK