સ્વીડનની ફોરિઓ કંપનીએ યુએફઓ માસ્ક ડિવાઇસ બહાર પાડ્યાં છે જેણે થોડા મહિના પહેલાં વિદેશોમાં ધૂમ મચાવી હતી અને હવે એ ઇન્ડિયન માર્કેટમાં પણ આવી ગયાં છે

લક્ઝરી બ્યુટી પ્રોડક્ટ્સ માટે જાણીતી ફોરિઓ બ્રૅન્ડે બે વર્ષ પહેલાં યુએફઓ સ્માર્ટ માસ્ક બહાર પાડ્યા છે.
સ્વીડનની ફોરિઓ કંપનીએ યુએફઓ માસ્ક ડિવાઇસ બહાર પાડ્યાં છે જેણે થોડા મહિના પહેલાં વિદેશોમાં ધૂમ મચાવી હતી અને હવે એ ઇન્ડિયન માર્કેટમાં પણ આવી ગયાં છે. વિશ્વના સૌપ્રથમ સ્માર્ટ માસ્કમાં જેની ગણના થાય છે એ ડિવાઇસથી જસ્ટ ૯૦ સેકન્ડમાં ફેશ્યલ જેવી ઇફેક્ટ તમે ઘેરબેઠાં મેળવી શકો છો
લક્ઝરી બ્યુટી પ્રોડક્ટ્સ માટે જાણીતી ફોરિઓ બ્રૅન્ડે બે વર્ષ પહેલાં યુએફઓ સ્માર્ટ માસ્ક બહાર પાડ્યા છે. સ્વીડનની આ બ્રૅન્ડનો આ માસ્ક જ્યારે લૉન્ચ થયો ત્યારે એને વિશ્વના સૌથી પહેલા સ્માર્ટ માસ્કનું બિરુદ મળેલું અને યુરોપિયન કન્ટ્રીઝમાં તો જબરી ધૂમ મચેલી. વાત એમ છે કે સ્મૂધ, સિલ્કી અને ચમકતી ત્વચા જોઈતી હોય તો ત્રીસ વર્ષની એજ પછીથી દર મહિને-બે મહિને પાર્લરમાં જઈને ક્લીનઅપ, ફેશ્યલ કરાવવા માટે દોઢ-બે કલાક ગાળવાનો ટ્રેન્ડ વિદેશોમાં હવે આઉટડેટેડ થઈ ગયો છે. આપણે ત્યાં સ્કિનને હાઇડ્રેશન પૂરું પાડે એવા વીસ મિનિટ મોં પર લગાવી રાખવાના ફેસ માસ્ક અત્યારે ધૂમ વેચાય છે. જોકે હવે જમાનો એટલો ઇન્સ્ટન્ટનો છે કે વીસ મિનિટ સુધી માસ્ક શીટ પહેરીને ફરવાનું પણ લોકોને વધુ ટાઇમ કન્ઝ્યુમિંગ લાગે છે.
ટૂ મિનિટ્સ ફેશ્યલ
યસ, હવે ટૂ મિનિટ્સ નૂડલ્સની જેમ ટૂ મિનિટ્સ ફેશ્યલ લોકોને જોઈએ છે અને એ પણ ફેશ્યલ જેવું જ અસરકારક. સ્વીડનની ફોરિઓ કંપનીએ તૈયાર કરેલા ડિવાઇસથી આ કામ બે મિનિટ પણ નહીં, દોઢ મિનિટ એટલે કે જસ્ટ ૯૦ સેકન્ડ્સમાં થઈ જાય છે. હથેળીમાં સમાઈ જાય એવું ફેશ્યલ ડિવાઇસ કંપનીએ તૈયાર કર્યું છે જે થર્મલ, એલઈડી લાઇટ થેરપી કે ક્રાયો ટ્રીટમેન્ટ આપી શકે છે. તમારા સ્માર્ટફોન સાથે ઍપ થકી આ ડિવાઇસ કનેક્ટ કરવાનું. એ દાબડી જેવા ડિવાઇસનું પાછળનું ઢાંકણું ખોલીને ફેસ માસ્કની શીટ હોય જે તમારે દર વખતે એમાં ફિટ કરવાની અને પછી સ્વિચ ઑન કરીને ચહેરા પર સર્ક્યુલર ડિરેક્શનમાં હળવેથી ડિવાઇસ ફેરવવાનું. ૯૦ સેકન્ડમાં ડિવાઇસ આપમેળે જ બંધ થઈ જાય. દર અઠવાડિયે પણ તમે આ ડિવાઇસ વાપરી શકો.
આપણને લાગે કે માસ્ક શીટને ડાયરેક્ટ ત્વચા પર લગાવવાને બદલે એને ખાસ લાઇટ થેરપી દ્વારા ત્વચા પર અપ્લાય કરવાથી ખુલ્લાં છિદ્રો સાફ થાય છે, ત્વચા હાઇડ્રેટ થાય છે અને ચમક પણ આવે છે. ત્વચાની અંદર કોલાજન સ્ટિમ્યુલેટ થાય છે અને કૉમ્પ્લેક્શન ઊઘડે છે. ક્રાયો થેરપી આપતા ડિવાઇસની અસરકારકતા વધુ હોવાનું આ ડિવાઇસના વપરાશકર્તાઓનું કહેવું છે.
ત્રણ પ્રકારની લાઇટ્સ
રેડઃ જ્યારે આ ડિવાઇસ થકી ત્વચાને લાલ રંગનું એક્સપોઝર આપવામાં આવે તો એનાથી ત્વચાના કોષો વધુ ઑક્સિજન વાપરે છે અને લોહીમાંથી ન્યુટ્રિશન ખેંચે છે. એને કારણે ત્વચા વધુ સૉફ્ટ બને છે અને લાંબા ગાળે એનાથી કરચલીઓ ઘટે છે.
ગ્રીનઃ લીલી લાઇટ ત્વચાને સૂધિંગ ઇફેક્ટ આપીને નૅચરલ ગ્લો બક્ષે છે. ડાર્ક સર્કલ, લાલાશ આવી ગઈ હોય કે સ્કિન ટોન ડિફરન્ટ થઈ ગયો હોય ત્યારે આ લાઇટ કામની છે.
બ્લુઃ આ લાઇટ ઍક્ને-પ્રોન ત્વચા માટે પર્ફેક્ટ છે. ત્વચામાંથી ખીલ પેદા કરતા બૅક્ટેરિયાનો નાશ કરે છે.
ક્યાં મળે?
ઍમેઝૉન, ubuy.co.in, lookfantastic.co.in, caretobeauty.com
કિંમતઃ ચાર વર્ઝન આવે છે, જેની રેન્જ ૧૦,૦૦૦થી લઈને ૧૫,૦૦૦ રૂપિયા જેટલી થાય છે.