Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > હવે ગૉગલ્સને બદલે દુલ્હનો પહેરી રહી છે હીરા-મોતી જડેલા ફેસલેટ્સ

હવે ગૉગલ્સને બદલે દુલ્હનો પહેરી રહી છે હીરા-મોતી જડેલા ફેસલેટ્સ

Published : 05 March, 2026 03:37 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બ્રાઇડલ ફૅશનના ટૉપ ચાર્ટ પર અત્યારે ફેસ જ્વેલરી એટલે કે ફેસલેટ્સ છે. હીરા અને મોતી સિવાય જોઈએ એવા વર્કમાં ડિઝાઇન કરેલા ફેસલેટ્સના ટ્રેન્ડને ડીકોડ કરીએ

હવે ગૉગલ્સને બદલે દુલ્હનો પહેરી રહી છે હીરા-મોતી જડેલા ફેસલેટ્સ

હવે ગૉગલ્સને બદલે દુલ્હનો પહેરી રહી છે હીરા-મોતી જડેલા ફેસલેટ્સ


લગ્નો હવે માત્ર પરંપરા પૂરતાં સીમિત રહ્યાં નથી પરંતુ એ હાઈ-એન્ડ ફૅશન રનવે બની ગયાં છે. દર વર્ષે દુલ્હનો કંઈક નવું અને હટકે ટ્રાય કરતી હોય છે. ૨૦૨૬ની શરૂઆતથી જ બ્રાઇડલ ફૅશનમાં એક નવો જ ટ્રેન્ડ ધૂમ મચાવી રહ્યો છે જેને ફૅશન વર્લ્ડમાં ફેસલેટ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ એક એવી હાઇબ્રિડ ઍક્સેસરી છે જે દેખાવમાં ચશ્માં જેવી છે પરંતુ એનો હેતુ નજર સુધારવાનો નહીં પણ લુકમાં ચાર ચાંદ લગાવવાનો છે.

શું છે ફેસલેટ્સ?



ફેસ અને બ્રેસલેટ આ બન્ને શબ્દમાંથી ઉદ્ભવેલી ફેસલેટ જ્વેલરી ચશ્માં અને જ્વેલરીનું કૉમ્બિનેશન છે. સામાન્ય રીતે આપણે ચશ્માંમાં કાચ જોઈએ છીએ પરંતુ આ ફેસલેટ્સમાં કાચ હોતા નથી. એની ફ્રેમ સોના, ચાંદી અથવા મેટલની બનેલી હોય છે જેના પર હીરા, કીમતી રત્નો, મોતી અને બારીક કુંદન વર્ક કરવામાં આવે છે. એ ચશ્માંની જેમ જ કાન પર પહેરી શકાય છે, જેના કારણે એ પહેરવામાં ખૂબ જ સરળ અને આરામદાયક રહે છે. થોડા સમય પહેલાં જાણીતા ફૅશન-ડિઝાઇનર્સ અને સેલિબ્રિટી વેડિંગ્સમાં આ પ્રકારની ઍક્સેસરી જોવા મળી હતી. હવેની મૉડર્ન દુલ્હનો ભારે નથણી અથવા માથાપટ્ટી કે શીશપટ્ટીના સ્થાને કંઈક એવું ઇચ્છે છે જે બોલ્ડ હોય અને તેમના વ્યક્તિત્વને અલગ દર્શાવે. જોકે ફેસલેટ્સ એ જરૂરિયાતને પૂરી કરે છે. એ પરંપરાગત લુકને ફ્યુચરિસ્ટિક ટચ આપે છે. આ એક એવી જ્વેલરી છે જે ભવિષ્યમાં લગ્ન સિવાય પણ હાઈ-પ્રોફાઇલ પાર્ટીઓમાં જોવા મળશે. આની ખાસિયત એ પણ છે કે બ્રાઇડ્સ પોતાની આંખોની સુંદરતા વધારવા માટે આઇ-શૅડોને અનુરૂપ સ્ટોન કે મોતીનું કામ કરાવી શકે છે. આનાથી લુકમાં ડ્રામા ઍડ થાય છે.


કેવાં આઉટફિટ્સ સાથે?

ફેસલેટ્સની ખાસિયત એ છે કે એ ઇન્ડિયન અને વેસ્ટર્ન બન્ને લુકમાં ફિટ બેસે છે. જો લેહંગામાં ગોલ્ડ કે સિલ્વર વર્ક હોય તો એને મૅચિંગ ફેસલેટ્સ સાથે પહેરી શકાય. કાંજીવરમ કે બનારસી જેવી ક્લાસિક સાડી સાથે ગોલ્ડન ફેસલેટ્સ એક મૉડર્ન મહારાણી જેવો લુક આપશે. ક્રિશ્ચન વેડિંગ કે રિસેપ્શનમાં જ્યારે દુલ્હન લાંબો ગાઉન પહેરે છે ત્યારે ડાયમન્ડ ફેસલેટ્સ લુકને કમ્પ્લીટ કરશે. સંગીત દરમિયાન પહેરવામાં આવતા શરારા સાથે મોતીવાળાં ફેસલેટ્સ ખૂબ જ ક્લાસી લાગે છે. લગ્નના દરેક ફંક્શનમાં ફેસલેટ્સ અલગ-અલગ રીતે પહેરી શકાય. પ્રી-વેડિંગ ફોટોશૂટમાં તમે સૌથી વધુ એક્સપરિમેન્ટ કરી શકો છો. બોલ્ડ અને આર્ટિસ્ટિક ફેસલેટ્સ ફોટોગ્રાફી માટે બેસ્ટ છે. સંગીતમાં ડાન્સ કરતી વખતે વારંવાર જ્વેલરીનું ધ્યાન રાખવું પડે છે, પણ ફેસલેટ્સ ચશ્માંની જેમ ફિટ રહે છે અને બિન્દાસ ડાન્સ કરી શકાય. કૉકટેલ પાર્ટી અને રિસેપ્શનમાં ગ્લૅમરસ અને શાઇની લુક માટે ડાયમન્ડ ફેસલેટ્સ પર્ફેક્ટ છે. જો તમે ફેસલેટ્સ પહેરવાના હો તો ચહેરા પર અન્ય ભારે ઘરેણાં જેમ કે મોટી નથ કે માથાપટ્ટી પહેરવાનું ટાળવું જોઈએ જેથી ફેસલેટ્સનો લુક દબાઈ ન જાય.


વર્ક ટ્રેન્ડ

  • ઘણા પ્રકારની ડિઝાઇન્સ અત્યારે ટ્રેન્ડમાં છે. એમાં પરંપરાગત લુક માટે કુંદન જડેલાં ફેસલેટ્સ સૌથી વધુ લોકપ્રિય છે. એમાં નીચે તરફ લટકતાં નાનાં મોતી શાહી લુક આપે છે.
  • જે દુલ્હનોને સોબર લુક ગમે છે તેઓ પાતળી ડાયમન્ડ લાઇનવાળી ફ્રેમ પસંદ કરે છે. આમાં માત્ર આંખની કિનારીઓ પર જ હીરાનું કામ હોય છે.
  • ગુલાબ કે કમળની પાંખડીઓ જેવી ડિઝાઇન ધરાવતાં ફેસલેટ્સ પણ તમારા લુકને એલિવેટ કરશે જેમાં મીનાકારી કામ કરેલું હોય. એ ખૂબ જ સુંદર લાગે છે.
  • ટેમ્પલ જ્વેલરી સ્ટાઇલનાં ગોલ્ડન ફેસલેટ્સ પહેરી શકાય. એ સ્ટાઇલ તમારા લુકને યુનિક બનાવશે.
  • બટરફ્લાય અને વિંગ્ડ ડિઝાઇન થોડી બોલ્ડ ડિઝાઇન છે જે આંખોની આસપાસ પાંખો જેવો આકાર બનાવે છે. મૉડલ શૂટ્સમાં એ બહુ જ અદ્ભુત લાગે છે.
Whatsapp-channel Whatsapp-channel

05 March, 2026 03:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK