Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > બોલ્ડ અને રૉયલ લુક માટે વાઇડ કફ બ્રેસલેટ

બોલ્ડ અને રૉયલ લુક માટે વાઇડ કફ બ્રેસલેટ

Published : 19 August, 2026 06:28 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જ્વેલરીમાં મિનિમલિઝમનો અર્થ હવે માત્ર પાતળી ચેઇન અને નાજુક બ્રેસલેટ પૂરતો રહ્યો નથી. હવે એક જ પહોળું અને બોલ્ડ પીસ પહેરીને આખા લુકને સ્ટાઇલિશ બનાવવાનો ટ્રેન્ડ છે. એમાં વાઇડ કફ બ્રેસલેટ ખાસ ધ્યાન ખેંચી રહ્યું છે

બોલ્ડ અને રૉયલ લુક માટે વાઇડ કફ બ્રેસલેટ

બોલ્ડ અને રૉયલ લુક માટે વાઇડ કફ બ્રેસલેટ


જ્વેલરીમાં હવે જેટલી નાજુક એટલી સુંદરનો નિયમ થોડો બદલાઈ રહ્યો છે. પાતળી ચેઇન અને બારીક બ્રેસલેટની સાથે હવે હાથ પર તરત નજર ખેંચે એવી બોલ્ડ અને પહોળી જ્વેલરી પણ ફૅશનમાં છે. ખાસ કરીને વાઇડ કફ બ્રેસલેટ સાદા આઉટફિટને પણ સ્ટાઇલિશ અને પ્રીમિયમ લુક આપી શકે છે. એક જ સ્ટેટમેન્ટ પીસ દ્વારા આખા લુકમાં ડ્રામા ઉમેરવાનો આ સરળ રસ્તો છે. 
વાઇડ કફ બ્રેસલેટ એ પહોળું અને સી-શેપનું કડું છે જે હાથના કાંડા પર સરળતાથી પહેરી શકાય છે. એમાં કોઈ લૉક કે હુક હોતો નથી. ફૅશન ડિઝાઇનર્સ અને સેલિબ્રિટીઓ આ ઍક્સેસરીને અત્યારે ખૂબ પસંદ કરી રહ્યા છે કારણ કે એ એક જ ઍક્સેસરી આખા આઉટફિટનું સેન્ટર ઍફ ઍટ્રૅક્શન બની જાય છે.

અત્યારે કેવાં વાઇડ કફ્સ ટ્રેન્ડમાં છે?



• આર્કિટેક્ચરલ મેટાલિક કફ્સ :


સૉલિડ ગોલ્ડ, સિલ્વર અથવા બ્રાસ ફિનિશવાળાં પ્લેન, પહોળાં અને સ્ટ્રક્ચર્ડ કફ્સ મિનિમલ લુક માટે બેસ્ટ છે. શાર્પ એજિસ અને ચોક્કસ આકાર ધરાવતી આ ડિઝાઇન આઉટફિટને મૉડર્ન ટચ આપે છે.

• હૅમર્ડ અને ટેક્સ્ચર્ડ કફ્સ :


ધાતુ પર ટીપીને તૈયાર કરાયેલી ઊપસેલી ડિઝાઇન ધરાવતા કફ્સ ડિમાન્ડમાં છે, જેના પર પ્રકાશ પડતાં જ એક અનોખી ચમક જોવા મળે છે. આ ડિઝાઇન પ્લેન ડ્રેસને પણ એક રિચ અને હૅન્ડક્રાફ્ટેડ લુક આપે છે.

• મોલ્ટન અને ઑર્ગેનિક શેપ :

જાણે ધાતુ પીગળીને કુદરતી રીતે વળી ગયું હોય એવી ફ્લુઇડ અને કર્વ્ડ ડિઝાઇન હાલમાં ખૂબ પૉપ્યુલર છે. પર્ફેક્ટ શેપ કરતાં થોડા અસમાન અને કુદરતી વળાંકવાળા કફ વધુ આર્ટિસ્ટિક લાગે છે.

• કટ-આઉટ ડિઝાઇન્સ :

કફની અંદર જાળીદાર કે જિયોમેટ્રિક કટઆઉટ હોય એવી ડિઝાઇન પહોળી હોવા છતાં વજનમાં હળવી લાગે છે. આમાં બોલ્ડનેસ અને સોબરનેસ બન્નેનું સુંદર સંતુલન જોવા મળે છે.

• બોલ્ડ સિલ્વર કફ્સ :

ચંકી સિલ્વર કફ ખાસ કરીને એજી લુક માટે યોગ્ય છે. પૉલિશ્ડ સિલ્વર ઉપરાંત ઑક્સિડાઇઝ્ડ કે બ્રશ્ડ ફિનિશવાળાં સિલ્વર કડાં પણ પસંદ કરી શકાય.

વાઇડ કફ બ્રેસલેટ સ્ટાઇલ કરવાની ૪ સ્માર્ટ રીત

આ બ્રેસલેટની સૌથી મોટી ખાસિયત એ છે કે એને વેસ્ટર્ન અને એથ્નિક બન્ને આઉટફિટ્સ સાથે પેર કરી શકાય છે.
૧. ઓવર ધ સ્લીવ્ઝ : આ અત્યારનો સૌથી હૉટ અને ટ્રેન્ડી લુક છે. પ્લેન વાઇટ શર્ટ, ટર્ટલનેક ટૉપ અથવા ફુલ સ્લીવ્ઝ ડ્રેસની સ્લીવ્ઝની ઉપરથી વાઇડ કફ પહેરો.
૨. એક જ હાથમાં સ્ટેટમેન્ટ લુક : વાઇડ કફ પોતાની જાતમાં જ ખૂબ બોલ્ડ છે. તેથી બન્ને હાથમાં પહેરવાને બદલે માત્ર એક જ હાથમાં પહેરવું જેથી લુક કલાસી અને સંતુલિત લાગે.
૩. કુરતી અને સાડી સાથે એથ્નિક ટચ : પ્લેન કે સૉલિડ કલરની કુરતી અથવા સિલ્ક સાડી સાથે ઍન્ટિક સિલ્વર/બ્રાસ વાઇડ કફ પહેરવાથી એકદમ રૉયલ અને એજી લુક મળે છે.
૪. બ્લેઝર અને ફૉર્મલ્સ સાથે : જૉબ પર કે ઑફિસની પાર્ટીમાં પાવર લુક જોઈતો હોય તો બ્લેઝર કે સૂટ સાથે ગોલ્ડન વાઇડ કફ પહેરો.

કફ પસંદ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો

• સાઇઝ અને ફિટિંગ : કફ બ્રેસલેટ કાંડા પર બહુ ઢીલું ન રહેવું જોઈએ. એ કાંડાની આસપાસ પર્ફેક્ટ ગ્રિપ સાથે બેસે એવું પસંદ કરવું.
• જ્વેલરી બૅલૅન્સ : જો તમે વાઇડ કફ પહેરી રહ્યા હો તો ગળામાં કે કાનમાં બહુ ભારે જ્વેલરી ન પહેરવી. કફ બ્રેસલેટને જ તમારા લુકની હાઇલાઇટ રહેવા દો.

Whatsapp-channel Whatsapp-channel

19 August, 2026 06:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK