Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

આ ઉનાળે રૅપ કરો સ્ટાઇલ

Published : 27 April, 2026 02:23 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સ્કર્ટ્‍સ કેમ આ સીઝનનું મસ્ટ-હૅવ આઉટફિટ છે એ વિશે ચાલો જાણીએ...

રૅપ સ્કર્ટ

રૅપ સ્કર્ટ


શું તમે પણ આ ઉનાળામાં ચુસ્ત લેગિંગ્સ અને પરસેવો વાળતા ડેનિમથી કંટાળી ગયા છો? તો હવે સમય છે તમારા વૉર્ડરોબને ‘રૅપ’ કરવાનો. રૅપ સ્કર્ટ અત્યારે ટ્રેન્ડમાં છે. દરેક બૉડી-ટાઇપ પર સૂટ થતાં અને પહેરવામાં અત્યંત હળવાં એવાં આ સ્કર્ટ્‍સ કેમ આ સીઝનનું મસ્ટ-હૅવ આઉટફિટ છે એ વિશે ચાલો જાણીએ...

ફૅશનની દુનિયામાં દરરોજ નવા ટ્રેન્ડ્સ આવે છે અને જાય છે, પરંતુ અમુક ક્લાસિક આઉટફિટ્સ એવાં હોય છે જે ક્યારેય આઉટડેટેડ નથી થતાં. આવો જ એક વર્સેટાઇલ પોશાક એટલે રૅપ સ્કર્ટ. આજે માત્ર કૅઝ્યુઅલવેઅર તરીકે જ નહીં, ઑફિસવેઅર અને પાર્ટીવેઅર તરીકે પણ રૅપ સ્કર્ટ યુવતીઓમાં અત્યંત લોકપ્રિય બની રહ્યાં છે.



રૅપ સ્કર્ટ શું છે?


રૅપ સ્કર્ટ એટલે એવું સ્કર્ટ જે કમરની આસપાસ વીંટાળીને બાંધવામાં આવે છે. એમાં સામાન્ય રીતે કોઈ ઝિપ કે બટન હોતાં નથી, પરંતુ એને બાંધવા માટે લાંબી પટ્ટી કે દોરી આપેલી હોય છે. આ એની સૌથી મોટી વિશેષતા છે, કારણ કે એ દરેક બૉડી-ટાઇપ પર ફિટ બેસે છે અને પહેરવામાં અત્યંત આરામદાયક રહે છે.

શા માટે રૅપ સ્કર્ટ પસંદ કરવું?


રૅપ સ્કર્ટની સૌથી મોટી લોકપ્રિયતા પાછળનું કારણ એની ઍડ્જસ્ટેબિલિટી છે. જીન્સ કે લેગિંગ્સની જેમ એમાં કોઈ ફિક્સ કમર કે અકળાવનારાં બટનો હોતાં નથી જે ઉનાળામાં પેટના ભાગમાં નિશાન પાડે અથવા ગૂંગળામણ પેદા કરે. ઉનાળામાં ઘણી વાર બ્લોટિંગ (પેટ ફૂલવું) જેવી સમસ્યા થતી હોય છે ત્યારે આ સ્કર્ટને તમે તમારી સુવિધા મુજબ ગમે ત્યારે ઢીલું કે ટાઇટ કરી શકો છો. આ નો-ઝિપ, નો-બટન પૉલિસી એને દરેક બૉડી-ટાઇપ માટે પર્ફેક્ટ બનાવે છે. જ્યારે પારો ૪૦ ડિગ્રીને વટાવે છે ત્યારે લેગિંગ્સ કે ડેનિમ ત્વચા સાથે ચોંટી જાય છે જેનાથી પરસેવો અને સ્કિન-ઇરિટેશન વધે છે. રૅપ સ્કર્ટ શરીરમાં હવાની અવરજવર જાળવી રાખે છે. એ ફૅશન હોવાની સાથે-સાથે ઉનાળા સામે લડવાનું એક બ્રીધેબલ હથિયાર છે જે તમને દિવસભર ફ્રેશ રાખે છે. આ સ્કર્ટ મિની, મિડી અને મૅક્સી એમ ત્રણેય લંબાઈમાં ઉપલબ્ધ છે. કૉટન, સિલ્ક, લિનન અને રેયૉન જેવા મટીરિયલમાં એ ઉપલબ્ધ હોવાથી દરેક ઋતુ માટે અનુકૂળ છે.

સ્ટાઇલિંગ કેવી રીતે કરશો?

રૅપ સ્કર્ટને તમે ઘણી રીતે સ્ટાઇલ કરી શકો છો.

કૅઝ્યુઅલ ડે આઉટ : એક સફેદ સિમ્પલ ક્રોપ ટૉપ અથવા ટૅન્ક ટૉપ સાથે લૉન્ગ રૅપ સ્કર્ટ પહેરો. એની સાથે પગમાં આરામદાયક ફ્લૅટ સૅન્ડલ્સ અને આંખો પર મોટાં સનગ્લાસિસ પહેરો. તમારો કૂલ લુક તૈયાર છે.

ઑફિસ લુક : જો તમે ઑફિસમાં કંઈક નવું ટ્રાય કરવા માગતા હો તો મિડી લેન્થ (ઘૂંટણ સુધી) રૅપ સ્કર્ટને લિનન શર્ટ સાથે પહેરો. શર્ટને ઇન કરીને પહેરવાથી એક પ્રોફેશનલ અને સ્લિક લુક મળશે.

સાંજની મુલાકાત : સાંજની કોઈ ગેટ-ટુગેધર પાર્ટી હોય તો સિલ્ક અથવા થોડા શાઇની મટીરિયલનું રૅપ સ્કર્ટ અને હાઈ હીલ્સ તમને ભીડમાં અલગ તારવશે.

કેવા કલર્સ ટ્રેન્ડમાં?

રંગોની વાત કરીએ તો આ વર્ષે ડાર્ક કલર્સને બાજુ પર મૂકીને પેસ્ટલ શેડ્સ, પાઉડર બ્લુ, મિન્ટ ગ્રીન અને પીચ જેવા સૉફ્ટ કલર્સ પર ફોકસ કરવામાં આવ્યું છે. ફ્લોરલ પ્રિન્ટ અને બ્લૉક પ્રિન્ટનાં રૅપ સ્કર્ટ્સ ઉનાળામાં ફ્રેશ લુક આપે છે.

Whatsapp-channel Whatsapp-channel

27 April, 2026 02:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK