Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

આજની રેસિપી

Published : 31 July, 2026 03:26 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તાજા જાંબુ, ફ્રેશ ક્રીમ અને કન્ડેન્સ્ડ મિલ્કથી ઘરે જ સરળ રીતે બનાવો સ્વાદિષ્ટ જાંબુનો આઇસક્રીમ. ગરમીમાં ઠંડક અને ખાટા-મીઠા સ્વાદનો પરફેક્ટ ડેઝર્ટ.

આજની રેસિપી : જાંબુનો આઇસક્રીમ

આજની રેસિપી : જાંબુનો આઇસક્રીમ


સામગ્રી : બે કપ ઠળિયા કાઢેલાં જાંબુ, ૧ કપ ફ્રેશ ક્રીમ, ૧ કપ કન્ડેન્સ્ડ મિલ્ક, અડધો કપ દૂધ, બેથી ૩ ચમચી ખાંડ, ૧ ચમચી લીંબુનો રસ (વૈકલ્પિક)
બનાવવાની રીત : જાંબુને સારી રીતે ધોઈને એનાં બી કાઢી લો. જાંબુનો પલ્પ, ખાંડ અને દૂધ મિક્સરમાં પીસીને સ્મૂધ પ્યુરી તૈયાર કરો. એક વાટકામાં ફ્રેશ ક્રીમને હળવું ફેંટી લો. એમાં કન્ડેન્સ્ડ મિલ્ક અને જાંબુની પ્યુરી ઉમેરીને બધાને સારી રીતે મિક્સ કરો. છેક છેલ્લે ઇચ્છો તો એક ચમચી લીંબુનો રસ ઉમેરી શકાય. મિશ્રણને ઍરટાઇટ કન્ટેનરમાં ભરીને ૭-૮ કલાક માટે ફ્રીઝરમાં સેટ થવા મૂકી દો. બીજા દિવસે સવારે તૈયાર છે ઠંડો-ઠંડો અને ખાટો-મીઠો જાંબુનો આઇસક્રીમ


Whatsapp-channel Whatsapp-channel

31 July, 2026 03:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK