Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રિક્ષા-ડ્રાઇવરોના મરાઠી કોર્સનું સર્ટિફિકેટ વેચાતું મળી રહ્યું છે?

રિક્ષા-ડ્રાઇવરોના મરાઠી કોર્સનું સર્ટિફિકેટ વેચાતું મળી રહ્યું છે?

Published : 31 July, 2026 07:50 AM | IST | Mumbai
Ritika Gondhalekar | feedbackgmd@mid-day.com

૧૫ ઑગસ્ટથી ફરજિયાત મરાઠીનો નિયમ લાગુ થવાનો છે ત્યારે એક રિક્ષા-ડ્રાઇવરે ઑફર થયું હોવાનો ગંભીર આરોપ મૂક્યો : બે લાખ રજિસ્ટર્ડ રિક્ષા-ડ્રાઇવરોમાંથી ફક્ત ૩૫,૦૦૦ ભાષા શીખવાનાં સેશન્સમાં હાજર રહ્યા છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈમાં બિનમરાઠી રિક્ષા-ડ્રાઇવરો માટે મરાઠી ભાષાનું જ્ઞાન ફરજિયાત કરવાના નિયમને લાગુ થવાને હવે ફક્ત ૧૫ દિવસનો જ સમય બાકી છે ત્યારે પોણાબે લાખ જેટલા રજિસ્ટર્ડ રિક્ષા-ડ્રાઇવરોમાંથી અત્યાર સુધીમાં ફક્ત ૩૫,૮૪૦ રિક્ષા-ડ્રાઇવરોએ જ મરાઠી ભાષા શીખવા માટે ફરજિયાત યોજાયેલાં ટ્રેઇનિંગ-સેશન્સમાં ભાગ લીધો હોવાનું જણાયું છે. બીજી બાજુ ટ્રેઇનિંગ સેશનમાં ભાગ લીધા વિના ફક્ત પૈસા લઈને મરાઠી ભાષાનાં સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યાં હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. 

એક રિક્ષા-ડ્રાઇવરે કહ્યું હતું કે ‘હું જ્યારે વડાલાના મરાઠીના ટ્રેઇનિંગ ક્લાસમાં ગયો ત્યારે ક્લાસની બહાર એક માણસ બેઠો હતો, જેણે મારા આધાર કાર્ડ અને PAN કાર્ડ જેવા દસ્તાવેજો અને પાંચસો રૂપિયા માગ્યા હતા. તેણે કહ્યું કે ફક્ત એક જ ક્લાસમાં બેસું તો પણ મને ચારેય ટ્રેઇનિંગ સેશનમાં હાજર રહ્યો હોવાનું સર્ટિફિકેટ મળશે. ૧૫ ઑગસ્ટે મને સર્ટિફિકેટ મળી જશે એમ તેણે કહ્યું હતું.’ 



આ ઉપરાંત રજિસ્ટર કરવામાં આવેલા કેટલા રિક્ષા-ડ્રાઇવર ખરેખર મરાઠીભાષી છે એ પણ સ્પષ્ટ ન હોવાનું રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)ના જૉઇન્ટ કમિશનર તથા મરાઠી સમિતિના અધ્યક્ષ રવિ ગાયકવાડનું કહેવું છે. ઘણા લોકો ભાડા પર રિક્ષા ચલાવતા હોવાને કારણે આ વાત સ્પષ્ટ ન થઈ રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. 


શું છે સ્થિતિ?
કુલ પરમિટહોલ્ડર : ૧,૮૫,૫૩૭
ટ્રેઇનિંગ લઈ ચૂકેલા બિનમરાઠી રિક્ષા-ડ્રાઇવર : ૩૫,૮૪૦
હાલ ટ્રેઇનિંગ લઈ રહેલા રિક્ષા-ડ્રાઇવર : ૩૬,૭૨૦
આટલાં ટ્રેઇનિંગ સેન્ટરમાં ચાલે છે સેશન : ૪૮


Whatsapp-channel Whatsapp-channel

31 July, 2026 07:50 AM IST | Mumbai | Ritika Gondhalekar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK