પાંઉમાં વડા સાથે ચૂરો નાખીને ક્રન્ચી બનાવાતાં વડાપાંઉ કરતાં સાવ ડિફરન્ટ ક્રન્ચી વડાપાંઉ મરોલમાં ટેસ્ટ કરવા મળ્યાં અને જલસો પડી ગયો
ખાઈપીને જલસા
સંજય ગોરડીયા
હમણાં મારે શેમારુમાં જવાનું બન્યું. શેમારુ પર મારી વેબ-સિરીઝ ‘ગોટી સોડા’ની નવી સીઝન રિલીઝ થવાની છે એ જ સંદર્ભની મીટિંગ હતી. આ શેમારુની ઑફિસ મરોલમાં છે એટલે હું તો રવાના થયો મરોલ જવા. મરોલ મેટ્રો સ્ટેશનથી તમે સાકીનાકા તરફ આગળ વધો એટલે લેફ્ટ સાઇડમાં જે પહેલો ટર્ન આવે છે એ વનવે છે, એમાં જઈ શકાતું નથી પણ બીજો જે ટર્ન છે એમાં અંદર જવાની પરમિશન છે. અંદર ટર્ન લો કે જમણી બાજુએ શેમારુ આવે.