Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

આજની રેસિપી : દૂધીની ખીર

Published : 31 August, 2026 03:27 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દૂધી, દૂધ, સાકર અને ડ્રાયફ્રૂટ્સથી બનાવાતી દૂધીની ખીર સ્વાદિષ્ટ અને સરળ મીઠાઈ છે. એલચી, જાયફળ અને કેસરનો સ્વાદ ખીરમાં ખાસ સુગંધ અને રિચ ટેસ્ટ ઉમેરે છે.

આજની રેસિપી : દૂધીની ખીર

આજની રેસિપી : દૂધીની ખીર


સામગ્રી : ૨૫૦ ગ્રામ દૂધી, અડધો લીટર દૂધ, ૧૦ ટેબલસ્પૂન સાકર, પા ચમચી એલચી પાઉડર, પા ચમચી જાયફળ પાઉડર, એક મોટી ચમચી ડ્રાયફ્રૂટ્સ (બદામ, કાજુ, પિસ્તા), બેથી ત્રણ કેસરના તાંતણા
બનાવવાની રીત : દૂધીને થોડું પાણી નાખીને બાફી લો. એમાંથી પાણી નિતારીને મિક્સરમાં પીસી લો. હવે એક કડાઈમાં દૂધીની પેસ્ટ અને દૂધમાં સાકર નાખીને પાંચથી ૭ મિનિટ ઉકાળો. ઉકાળતી વખતે સતત હલાવતા રહો. થોડુંક ઘાટું દૂધ થાય એટલે એમાં ડ્રાયફ્રૂટ્સ, જાયફળ, એલચી અને કેસર નાખીને એક મિનિટ ઉકાળો. 
નોંધ ઃ દૂધીની ખીર ગરમાગરમ અને ઠંડી બન્ને રીતે સર્વ કરી શકાય છે. 


Whatsapp-channel Whatsapp-channel

31 August, 2026 03:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK