Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

રોલ્ડ લોચો ખાધો છે ક્યારેય?

Published : 17 October, 2026 03:36 PM | IST | Mumbai
Darshini Vashi

બોરીવલીના હાઉસ ઑફ જાની લોચોમાં વિવિધ ફ્લેવરનું સ્ટફિંગ રોલ કરીને અપાય છે. લોચાની ૩૦ વરાઇટી ઉપરાંત અહીંનાં ખમણ અને ખમણી ફેમસ છે

હાઉસ ઑફ જાની લોચો

હાઉસ ઑફ જાની લોચો


ગુજરાતી હોય અને લોચો ન ચાખ્યો હોય એવું કેમ બને? સુરતની ફેમસ ફૂડ-આઇટમ લોચો ગુજરાતીઓ જ નહીં, નૉન-ગુજરાતીઓની પણ માનીતી વાનગી બની ગઈ છે જે હવે મુંબઈમાં પણ ઘણી જગ્યાએ મળે છે. નૉર્મલી આજ સુધી તમે લોચાની અંદર ચીઝ લોચો, પેરી-પેરી લોચો જેવી અમુક વરાઇટીનું નામ સાંભળ્યું હશે; પણ શું તમે ક્યારેય લોચાની ૩૦ જેટલી વરાઇટી વિશે સાંભળ્યું છે ખરું? જો ના, તો તમારે બોરીવલીમાં નવા શરૂ થયેલા લોચા હાઉસમાં જવું જોઈએ જ્યાં અનેક વરાઇટીના લોચા તો મળે જ છે, સાથે અહીં રોલ્ડ લોચો પણ મળે છે જે એક યુનિક આઇટમ છે.
બોરીવલીમાં આવેલી હાઉસ ઑફ જાની લોચોના ધૈર્ય શાહ કહે છે, ‘જાનીના ફાઉન્ડર અમિત જાની છે જેઓ સુરતમાં છે. તેમનો આ કન્સેપ્ટ હતો. હું પણ એમાં પાર્ટનર છું. મારા ઉપરાંત ભૂષણ ઠાકર પણ પાર્ટનર છે. મારી DPG કરીને એક કંપની છે જેનું જાની સાથે જોડાણ કરીને હાઉસ ઑફ જાની લોચાની સ્થાપના કરી છે. લોચો અમારી મુખ્ય ઓળખ બની ગઈ છે. બોરીવલી ખાતેની અમારી શૉપમાં ૩૦ જેટલી વરાઇટીના લોચા મળે છે. એમાં ચીઝ લોચો સહિત બટર લોચો, ગાર્લિક લોચો વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અમે નવી વરાઇટી પણ રજૂ કરી છે જે બીજી કોઈ જગ્યાએ મળતી નથી. એ છે રોલ્ડ લોચો. લોચાની અંદર જે ફ્લેવર માગવામાં આવે એને અંદર સ્ટફ કરીને આખો રોલ કરીને રોલ્ડ લોચો બનાવવામાં આવે છે. ઉપરાંત અહીં બીજાં ગુજરાતી ફરસાણ પણ મળે છે. એમાં સેવ ખમણ, ઇદડા, નાયલોન ખમણ, ખમણી, ખાંડવી વગેરે આવે છે. લંચ અને ડિનર માટે અમે અહીં પૉટ રાઇસનો વિકલ્પ રાખ્યો છે જેના પણ ઘણા ઑપ્શન છે. આ સિવાય અહીં રેડી ટુ ઈટ પ્રોડક્ટ્સ પણ મળે છે જે ટ્રાવેલ-ફ્રેન્ડ્લી છે.’
ક્યાં આવેલું છે? : હાઉસ ઑફ જાની લોચો, સુમેરનગર, કોરા કેન્દ્ર ફ્લાયઓવરની બાજુમાં, બોરીવલી-વેસ્ટ
સમય : સવારે 
૮ વાગ્યાથી રાત્રે ૯ વાગ્યા સુધી


Whatsapp-channel Whatsapp-channel

17 October, 2026 03:36 PM IST | Mumbai | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK