ગુંદની રાબ એક પરંપરાગત, પૌષ્ટિક અને એનર્જીથી ભરપૂર પીણું છે. ઉપવાસ પછી પારણાં વખતે શરીરને તાકાત અને ઊર્જા આપવા માટે એનું સેવન કરવામાં આવે છે.
ગુંદની રાબ
સામગ્રી : ગુંદ – ૧ મોટી ચમચી, ઘી – બે મોટી ચમચી, સૂંઠ પાઉડર - અડધી ચમચી, કોપરાનું ખમણ – ૧ મોટી ચમચી, પીપરીમૂળ પાઉડર – અડધી ચમચી, ગોળ – ૧ મોટી ચમચી, પાણી – અડધોથી પોણો ગ્લાસ
બનાવવાની રીત : સૌપ્રથમ એક કડાઈમાં બે મોટી ચમચી ઘી ગરમ કરો. એમાં એક મોટી ચમચી આખો ગુંદ ઉમેરો અને ધીમા તાપે તળી લો. ગુંદ ફૂલીને સરસ રીતે તળાઈ જાય ત્યાં સુધી શેકો. હવે એમાં અડધોથી પોણો ગ્લાસ પાણી ઉમેરો અને બરાબર મિક્સ કરો. ત્યાર બાદ કોપરાનું ખમણ, સૂંઠ પાઉડર, પીપરીમૂળ પાઉડર અને ગોળ ઉમેરો. બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરીને રાબને થોડી વાર ઊકળવા દો જેથી ગોળ ઓગળી જાય અને બધા સ્વાદ સરસ રીતે ભળી જાય. રાબ ઊકળી જાય એટલે ગૅસ બંધ કરો. ગરમાગરમ ગુંદની રાબ સર્વ કરો.
ADVERTISEMENT
ગુંદની રાબ એક પરંપરાગત, પૌષ્ટિક અને એનર્જીથી ભરપૂર પીણું છે. ઉપવાસ પછી પારણાં વખતે શરીરને તાકાત અને ઊર્જા આપવા માટે એનું સેવન કરવામાં આવે છે.
- મમતા જોટાણિયા
