બાફેલા બટાટા, ચોખાનો લોટ અને બ્રેડના ભૂકાથી બનાવો સ્વાદિષ્ટ અને ક્રિસ્પી પોટેટો બાઇટ્સ. સરળ મસાલા સાથે તૈયાર થતી આ વાનગી ચા સાથે નાસ્તા તરીકે સર્વ કરવા માટે બેસ્ટ છે.
આજની રેસિપી : પટેટો નગેટ્સ
સામગ્રી : ૩ બાફેલા બટાટા, પાંચ ચમચી ચોખાનો લોટ, બ્રેડનો ભૂકો પાંચ ચમચી, ૧/૨ સ્પૂન આદું-મરચાંની પેસ્ટ, ૧/૪ સ્પૂન ચિલી ફ્લેક્સ, ૧/૪ સ્પૂન ઇટાલિયન સીઝલિંગ, ૧ ચમચી કોથમીર, મીઠું સ્વાદ અનુસાર, બે ચમચી તેલ પૂરણ માટે, તળવા માટે તેલ
રીત : બટાટાને છીણીથી છીણી લેવા જેથી ટુકડા ન રહે. હવે બધો મસાલો, લોટ અને બ્રેડનો ભૂકો મિક્સ કરીને લોટ બાંધવો. એને પાંચથી ૧૦ મિનિટ મૂકી રાખવો. લોટનો રોલ કરી શકાય એટલો સ્મૂધ બનાવવો. એ પછી રોલને એક-બે ઇંચના ટુકડા કરીને લૂઆની જેમ ધીરેથી દબાવી લેવા. અપર ફોર્ડ વડે એને જરાક દબાવીને એમાં આંકા પાડવા. તેલ ગરમ મૂકીને મીડિયમ ગૅસ પર એને તળી લેવા. એને ટિશ્યુપેપર પર કાઢીને તેલ શોષાઈ જાય એટલે ડિશમાં ચટણી કે કેચપ સાથે સર્વ કરવા.
