Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

બે ધરમ ધક્કા, પછી ધરવ ધક્કો

Published : 03 October, 2026 05:30 PM | IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

જુમા મસ્જિદની સામેની ગલીમાં પાણીપૂરી અને દહીંવડાં ખાવા માટે હું બે વખત જઈ આવ્યો, પણ મ્યુનિસિપાલિટીવાળાએ એ લોકોને હટાવી દીધા હતા. જોકે ત્રીજી વખત ગયો અને મને ગોળનું ગાડું મળી ગયું

બે ધરમ ધક્કા, પછી ધરવ ધક્કો

બે ધરમ ધક્કા, પછી ધરવ ધક્કો


વાત આગળ વધારતાં પહેલાં કહેવાનું કે હું હવે એકદમ ફિટ ઍન્ડ ફાઇન છું. વચ્ચે ગણપતિ-વિસર્જનની રજા આવી ગઈ એટલે ગયા વીકની મારી ફૂડ-યાત્રા મને કામ લાગી ગઈ.
બન્યું એવું કે હમણાં મારે બાંદરા એલ્કો માર્કેટમાં જવાનું થયું. ત્યાં બહાર પાણીપૂરીવાળો છે. એના વિશે મને પહેલેથી જ ખબર કે તે બહુ સરસ પાણીપૂરી બનાવે છે અને તેનાં દહીંવડાં પણ બહુ સરસ હોય છે. એનો જે ઓરિજિનલ માલિક છે તે મૂળ ઝવેરી બજારમાં બેસે છે. જુમા મસ્જિદની સામે જે ગલી છે ત્યાં ગલીમાં તમે ઘૂસો તો ડાબી બાજુએ તે બેસે છે. એટલે મેં નક્કી એવું કર્યું કે હું ઝવેરી બજારમાં ઓરિજિનલવાળાને ત્યાં જ જઉં અને એનો આસ્વાદ તમારા સુધી પહોંચાડું.
અગાઉ હું બે વાર ગયો. પછી મને ખબર પડી કે ત્યાંના બધા જ ફેરિયાઓને હટાવી લેવામાં આવ્યા છે. આ જે નવી ગવર્નમેન્ટ આવી BJPની એણે બધા ફેરિયાઓને હટાવ્યા. સાચું કહું તો હું આ સાંભળીને બહુ દુઃખી થયો, પણ મને થયું કે કંઈ ફેરિયાઓ આટલા જલદી હટે નહીં. એટલે ત્રીજી વાર ગયો અને ચમત્કાર. બધા ફેરિયાઓ પાછા આવી ગયા હતા અને હું જે પાણીપૂરીવાળાને શોધતો હતો તે પણ ત્યાં જ ઊભો હતો.
આપણે તક ઝડપી લીધી અને જઈને સૌથી પહેલાં મેં તેની પાસે પાણીપૂરી માગી.
તેની જે પૂરી છે એ સિંધી પાણીપૂરીની જેવી પૂરી આવે એવી હોય છે. આ સિંધી પાણીપૂરીની પૂરી બનાવવી અઘરી છે. અમુક જગ્યાએ બહુ નાની હોય છે તો અમુક જગ્યાએ તૂટેલી-ફૂટેલી બહુ હોય, પણ આ માણસની જે પૂરી હતી એ સિંધી પૂરી અદ્ભુત હતી. બાકી તેનું પાણી એકદમ તીખું-તમતમતું હતું અને ચટણી એકદમ ગળી હતી. બન્ને પાણી એકદમ ઠંડાં હતાં. તીખાશ કે ગળાશ જો ઠંડી હોય તો એ ખાવાની મજા બદલાઈ જતી હોય છે.
પાણીપૂરીનો આસ્વાદ માણ્યા પછી મેં તરત દહીંવડાંનો ઑર્ડર આપ્યો.
અહીં દહીંવડાંમાં એક જ વડું આપે, પણ એ એટલું મોટું હોય કે એક બસ થઈ જાય. બીજું, દહીંવડાંમાં કાજુ-કિસમિસ પણ ભરપૂર માત્રામાં હોય અને એના પર મીઠું દહીં અને ચટણી અને એ બધું આવે. 
આહાહાહા! 
દહીંવડાં ખાઈને તો મારું દિલ ખુશ થઈ ગયું. બીજી પણ ચાટની આઇટમો હતી, પણ પછી મારું પેટ અને મન ભરાઈ ગયાં હતાં એટલે મેં મારી જાતને રોકી અને પૈસા ચૂકવીને હું નીકળી ગયો. 
આ જગ્યાએ તમારામાંથી ઘણા ગયા હશે અને તે નહીં બેઠો હોય એટલે નિરાશ થઈને પાછા પણ જતા રહ્યા હશો, પણ હવે ગુડ ન્યુઝ છે. પહેલાંની જેમ જ તે ત્યાં, એ જ જગ્યાએ ઊભો રહે છે. રમણ વિઠ્ઠલ મેવાવાળાની બહાર. તો હવે તમારે ધક્કો નહીં થાય. બિન્દાસ જાઓ અને જલસો કરીને આવો. 


Whatsapp-channel Whatsapp-channel

03 October, 2026 05:30 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK